તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?
અંકિત ત્રિવેદી

કોણ માનશે- ‘રૂસવા’

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો, 
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા, 
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

-  ‘રૂસવા’

*મોહતાજ = આશ્રિત

 

8 Comments »

  1. ધવલ said,

    September 7, 2006 @ 10:19 pm

    માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
    ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

    સરસ વાત ! ‘હા-ના’ ના ચકરાવામાંથી નીકળી જવું એક મોટી સિદ્ધિ છે.

  2. Chetan Framewala said,

    September 8, 2006 @ 10:53 am

    રૂસવા સહેબની આટલી સુંદર ગઝલ રજુ કરવા બદલ આપનો આભાર .

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા.

  3. ‘રૂસવા’ મઝલૂમી « ગુજરાતી સારસ્વત પરિચય said,

    December 11, 2006 @ 6:56 am

    [...] “ મોહતાજ ના કશાનો  હતો, કોણ માનશે ?” – મદીરા [...]

  4. એક દુખદ સમાચાર « ગુજરાતી સારસ્વત પરિચય said,

    February 14, 2008 @ 2:53 pm

    [...] “ મોહતાજ ના કશાનો  હતો, કોણ માનશે ?”  [...]

  5. ડૉ. મહેશ રાવલ said,

    February 14, 2008 @ 3:29 pm

    યા ખુદા !
    જનાબ રુસવા સાહેબની ચીરવિદાયથી ગુજરાતી ગઝલ /કવિતા ફરી એકવાર રાંક બની
    રાજકોટનો છું એટલે કાવ્યબેઠકોમાં ઘણીવાર રુસવા સાહેબનું સાનિધ્ય સાંપડ્યું છે.
    પિતાતુલ્યભાવથી એમણે,મારા જેવા અનેક ગઝલકારોને પ્રોત્સાહિત કર્યા છે
    આજે,આપણી વચ્ચેથી એમણે સ્થુળદેહે વિદાય લીધી ગણાશે-પણ
    ગુજરાતી, ઉર્દુ, ભાષાવિદોમાં એમણે અંકિત કરેલો એક એક શબ્દ આપણને અહર્નિશ્ આશીર્વાદ અને માર્ગદર્શન પ્રદાન કરતો રહેશે.
    સલામ છે, એ મોટા ગજાના માણસને અને સલામ છે, એ મજાના માણસને!!
    ઈશ્વર,સદગતના આત્માને પરમ શાંતિ બક્ષે-એવી પ્રાર્થના કરીએ.

  6. Rajendra Trivedi, M.D. said,

    February 14, 2008 @ 6:58 pm

    આપણી વચ્ચેથી એમણે સ્થુળદેહે વિદાય લીધી
    ઈશ્વર,સદગતના આત્માને પરમ શાંતિ બક્ષે-એવી પ્રાર્થના….

  7. એક દુખદ સમાચાર : said,

    February 16, 2008 @ 3:19 am

    [...] “ મોહતાજ ના કશાનો  હતો, કોણ માનશે ?”  [...]

  8. એક દુખદ સમાચાર : said,

    February 16, 2008 @ 3:19 am

    [...] “ મોહતાજ ના કશાનો  હતો, કોણ માનશે ?”  [...]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment