ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

અર્પણ-કાવ્ય – બર્ટ્રાંડ રસેલ

To edith

(બર્ટ્રાંડ રસેલની આત્મકથાનું શ્રીમતી એડિથને અર્પણ કરતું કાવ્ય એમના જ હસ્તાક્ષરમાં)

*

લાંબા વરસો દરમ્યાન
હું ઢુંઢતો’તો શાંતિ.
મને મળી પરમ મુદ્રા,મળી યાતના.
મળ્યું પાગલપણું,
મને મળી એકલતા.
મને મળ્યું એકાકી દર્દ
હૃદયને કોરી ખાતું.
પરંતુ શાંતિ તો ન જ લાધી.

હવે,બુઝુર્ગ,મારા અંતની નજીક
હું તારો પરિચય પામ્યો,
અને તારા પરિચય દ્વારા
મને અંતે લાધ્યા પરમ મુદ્રા અને શાંતિ.
વિશ્રાંતિ એટલે શું તે હું જાણું છું
આટઆટલા એકાકી વરસો પછી
જાણું છું જીવન શું હશે-પ્રેમ શું હશે તેય તે.
હવે નિદ્રા પામું
તો કૃતાર્થ એવો-હું નિદ્રા પામીશ.

– બર્ટ્રાંડ રસેલ

(અસ્તિત્વવાદ અને rationalism ના ભીષ્મપિતામહ સમાન આ લેખક-ચિંતક-ગણિતજ્ઞ-વિશ્વશાંતિ ના પુરસ્કર્તા-ફિલસૂફ-નિરીશ્વરવાદી ઇત્યાદિ શબ્દોને શોભાવનારે ભાગ્યે જ કવિતા લખી છે.)

જીવનનો અર્થ શોધનારની યાત્રા કેવી હોઈ શકે તે હૂબહૂ ચિત્રણ અહી આલેખાયું છે. કોઈ અજાણ્યો માણસ ડુંગળી છોલવા બેસે તો પડળ ઉપર પડળ ઉખેડતો જાય,આંખેથી પાણી વહાવતો જાય અને ડુંગળીના છોડા પૂરા ક્યારે થશે અને અંદરના ગર્ભ સુધી ક્યારે પહોંચાશે તેની વિસ્મયસહ રાહ જોતો જાય….. આખી ડુંગળી પૂરી થતા જે સત્ય સમજાય તે જ કદાચ જીવનના ઉત્તરાર્ધમાં કવિ અનુભવે છે. અંતિમ બે પંક્તિઓ સૌથી સુંદર ભાવ પ્રકટાવે છે-હવે હું કૃતાર્થ થઇ મૃત્યુને આલિંગીશ.

(મુદ્રા= સંતોષ, શાંતિ.)

7 Comments »

 1. અભિષેક said,

  April 11, 2010 @ 1:03 am

  કાવ્યની બહુ સરસ શબ્દોમા સમજ આપી છે.

 2. ચાંદ સૂરજ said,

  April 11, 2010 @ 5:24 am

  વૃધત્વની ભીનીભીની સુવાસ લઈને એ બોખલા મુખમાંથી સરતાં હાસ્ય સાથે જીવનારા એ બુઢાપાને જીવનરાહ પર પ્રસન્નતાથી ટહેલવાનો અવકાશ અને અવસર સાંપડે છે.જીવનની એ સંધ્યાએ જરા બે ધ્રુજતા અને બુઢા હાથે આયુષ્યની પોથી ઉઘાડી એને પાને પાને અંકાયેલાં એ પુણ્યાક્ષરોને ઉકેલવા મથે છે અને જીવનનો મર્મ પામે છે એ ભાવને કવિએ સુંદર રીતે ઉજાગર કર્યો છે.

 3. Pushpakant Talati said,

  April 11, 2010 @ 6:44 am

  સરસ અને સુન્દર તેમજ હ્રદય સ્પર્ષી રચના. વળી શ્રી અભિષેકભઈએ જણાવ્યુ તેમ સરસ શબ્દોમા સમજ આપી તે પણ ગમી.

  ખરેખર જિન્દગી જીવી લીધા પછી જ સમજાય અને ઓળખાય છે. જો તે પહેલા જ સમજાઈ જતી હોતતો બધી જ મુશ્કેલીઓ હલ થઈ જાત. જ્યારે સમજાય ત્યારે આપણી પાસે જિન્દગી હોતી નથી – આ હકીકત જ તો ખરખર જિન્દગી છે ! કદાચ આ શોધનુ નામ જ તો જિન્દગી નહી હોય ને ? ! ! !

  અનુવાદ ગમ્યો. –

 4. વિવેક said,

  April 12, 2010 @ 1:07 am

  સરસ રચના…

 5. pragnaju said,

  April 12, 2010 @ 4:11 am

  આટઆટલા એકાકી વરસો પછી
  જાણું છું જીવન શું હશે-પ્રેમ શું હશે તેય તે.
  હવે નિદ્રા પામું
  તો કૃતાર્થ એવો-હું નિદ્રા પામીશ
  અદભૂત વાત હ્રુદયસ્પર્શી શબ્દોમા સમજાવી…
  ‘જયારે પણ હું કોઇ ફિલસૂફ સાથે વાત કરું, ત્યારે મને ચોક્કસ સમજાય છે કે સુખી થવાની કોઇ જ શકયતા નથી. એમ છતાં હું જયારે મારા માળી સાથે વાત કરું, ત્યારે મને એનાથી વિપરીત પ્રતીતિ થાય છે.’ – બર્ટ્રાંડ રસેલની આ વાત ખૂબ ગમે છે

 6. impg said,

  April 12, 2010 @ 3:45 pm

  દુનિયાભરના ધાર્મિક ગુરુઓ,તત્વચિન્તકો જિવનનો મરમ સમજાવેી સકયા નથિ તે આ કવિ
  સમજાવિ દે છે.

 7. ધવલ said,

  April 12, 2010 @ 9:35 pm

  જગતના તમામ સંતોષ અને શાંતિની ચાવી ઈશ્વરે દિલમાં જ છૂપાવેલી છે … તમારા પ્રિયજનના દિલમાં… એ મળે પછી બીજું શું જોઈએ ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment