એમ યાદો ધસમસે,
જાહ્નવી ઉતરે, સખા !
ઊર્મિ

કલાગુરુ શ્રી રવિશંકર રાવળની કૃતિઓનો ખજાનો

Ravishankar Raval

શ્રી રવિશંકર રાવળે ગુજરાતમાં કળાના વિકાસ માટે જેટલું કામ કર્યું છે તેટલું કદાચ બીજા કોઈએ કર્યું નથી. ગુજરાતમાં કલાકારોની એક આખી પેઢી એમના માર્ગદર્શન અને પ્રેરણાથી તૈયાર થઈ. ગુજરાત કલા સંઘમાં એમના શિષ્યોમાં રસિકલાલ પરીખ, કનુ દેસાઈ, જગન મહેતા, સોમાલાલ શાહ જેવા જાણીતા કલાકારોનો સમાવેશ થાય છે. એમણે શરૂ કરેલ ‘કુમાર’ સામાયિક તો ગુજરાતી સાહિત્યનો મોભ છે. શ્રી કાકાસાહેબ કાલેલકરે સાચી રીતે જ એમને ‘કલાગુરુ’ કહીને બિરદાવ્યા છે.

એમની કૃતિઓની વેબસાઈટ એમના પુત્ર શ્રી કનક રાવળે બનાવી છે. આ વેબસાઈટ પર ર.મ.રા.ની બધી ખ્યાતનામ કૃતિઓ મૂકી છે. ગુજરાતી સાક્ષરોના એમણે કરેલ વ્યક્તિચિત્રો અને કનૈયાલાલ મુનશીની કૃતિઓ પરથી એમણે કરેલ ચિત્રશ્રેણી ખાસ માણવાલાયક છે. એમણે કરેલ પ્રેમાનંદ, મીરાં, અખો વગેરેના ચિત્રો તો ગુજરાતીઓના માનસમાં અમર થઈ ગયા છે.

1 Comment »

  1. સુરેશ said,

    July 24, 2006 @ 3:25 am

    તેમનો જન્મ દિન 1 ઓગસ્ટ છે, અને તે દિવસે હું તેમની જીવન ઝાંખી પ્રસિધ્ધ કરવાની તૈયારી કરી રહ્યો છું – અલબત્ત કનક ભાઇની મદદથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment