શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
વિવેક મનહર ટેલર

સમુદ્ર -સિતાંશુ યશશ્ચંદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.

મેં વડનાવલના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય.
ભીંજાવું અને દાઝવું એક જ છે.

સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.

-સિતાંશુ યશશ્ચંદ્ર

3 Comments »

 1. પ્રત્યાયન said,

  July 19, 2005 @ 12:01 pm

  Nice poem

  કવિનું પોતાનું દર્દ. કવિ તરીકે લોકોને ગમે તેવું ન લખી શકવાનો વસવસો.

  જો બને તો કવિનો ‘જટાયુ’કાવ્ય ગુચ્છ રજુ કરશો.

 2. Vijay Shah said,

  December 15, 2006 @ 9:50 am

  સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
  ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
  હું મરજીવો નથી
  હું કવિ છું.
  જે છે તે કેવળ મારી આંખોમાં.

  વાહ! શું સુંદર વાત્!

 3. Neela Kadakia said,

  March 21, 2007 @ 12:42 am

  સુંદર શબ્દજાળ છે.
  પછી કવિ છું કહીને કવિએ પોતાની બાજુ મજબૂત કરી લીધી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment