ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે
માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે
રઈશ મનીઆર

પ્રેમ – શેખ નુરુદ્દીન વલી

પ્રેમ
.            એ તો એક માત્ર પુત્રનું મરણ :
.            માતા કદી ચેનથી સૂએ ?

પ્રેમ
.            એ તો મધમાખી કેરા વિષડંખ :
.           લાગ્યા પછી ચેન કોઈ લહે ?

પ્રેમ
.          એ તો હૃદયે હુલાવેલી કટાર :
.          પછી એક નિસાસો ય રહે ?

– શેખ નુરુદ્દીન વલી

પ્રેમની વ્યાખ્યા કદાચ મનુષ્યજાતિ જેટલી જ જૂની છે છતાં પ્રેમ કદી પૂરેપૂરો પરખાયો નથી. કબીર જેવો જ્ઞાનપંથી કવિ પણ ઢાઈ આખર પ્રેમ કા, પઢે સો પંડિત હોય જેવો મત ધરાવે છે. તો મીરાબાઈ પણ લાગી કટારી પ્રેમની ગાયા વિના રહ્યા નથી. અહીં કાશ્મીરના સૂફી સંત કવિએ આપેલી ત્રણ વ્યાખ્યાઓ કદાચ પ્રેમની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યાઓમાંની એક છે.

એકનો એક પુત્ર મરી જાય ત્યારે એની માતા કેવી વેદના અનુભવે ? મધમાખીનું ટોળું તૂટી પડે અને રોમે-રોમે ડંખ દે ત્યારે કેવી દાહ થાય ? એક કટારી સીધી હૃદયમાં જ ઉતરી જાય ત્યારે એક નિઃસાસો વ્યક્ત કરવાનીય સુધ બચે ખરી ? આ અનુભૂતિઓનો સરવાળો… શું આ જ પ્રેમ છે ?

7 Comments »

 1. SMITA PAREKH said,

  January 23, 2010 @ 1:56 am

  પ્રેમની અનુભૂતિની ખૂબ સુંદર વ્યાખ્યા આ સૂફી સંત કવિએ આપી.
  બાકી પ્રેમ શી રીતે વ્યાખ્યામાં બંધાશે??????

 2. Kirtikant Purohit said,

  January 23, 2010 @ 9:21 am

  અઢી અક્ષર છતાઁ એનો વ્યાપ વામનના ત્રણ પગલાઁ જેટલો કે જે ન માપી શકાય.વાહ સરસ રચના.

 3. Girish Desai said,

  January 24, 2010 @ 4:22 pm

  પરમની રહેમથી બે જીવોમાં ઉદ્ભવતી સ રહ્દયતા એતટલે પ્રેમ

 4. pragnaju said,

  January 25, 2010 @ 4:47 am

  અનુભૂતિની વાત વર્ણવી સ રસ ભાવે

 5. vihang vyas said,

  January 25, 2010 @ 7:48 am

  વાહ, અદભૂત. સુફી કવયિત્રિ રાબિયા બસરીનું સ્મરણ કરાવ્યું તમે વિવેકભાઈ !

 6. Pancham Shukla said,

  January 25, 2010 @ 8:27 am

  સરસ.

 7. amirali khimani said,

  December 23, 2011 @ 3:18 am

  આપ્ણા ગુજરાતિ સહિત્ય મા સુફિ સતો ખાસ કરિને ઉમરખ્યામ,ખલિલ્જિબ્રાન,, રાબિયા બસ્રરિ નિ ક્રુતિઓ બ હુજ ઓછિ વન્ચ્વા મ્લે છે.શ્રિ વિવેક ભાઇ જો શ્ક્ય હોયતો આ બાબત વિચાર્જો એવિ ન્મ્ર વિન્તિ છે.ખાસકરિને ઉમર ખ્યામ નિ થોડિક રુબ્યાત વરસો પહેલા શ્રિ મશ્રુવાલાએ અનુવાદ કરેલિ અને પુસ્ત્ક રુપે પ્ર્ગ્ટ થ્યેલિ હાલ એ પુસ્ત્ક ઉપ્લ્બ્ધ છે કે નહિ તે મારિ જાણ મા ન્થિ.અમ્દાવાદ,સુરત કે મુમબઇ મા શાયદ ઉપ્લબ્ધ હોય.અહિ અમારા કરચિ મા તો નથિ મલતિ. બનિ શ્કેતો લ્ય્સ્ત્રો,અથ્વા આપ્શ્રિ ના બ્લોગ મા જો પ્ર્ગ્ટ કરિસકો તો સારુ.સુફિ સ્ન્તો નુ સહિત્ય આધ્યાત્મિક છે,અને રાજ્ક્ર્ર્ણ કે ધમ બન્ધન થિ મુક્ત છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment