જીવન પ્યારું હતું તો રોમેરોમે દીપ જલતા’તા,
બળી મરવું છે ત્યારે કાં નથી જડતો તિખારો પણ ?
જટિલરાય કેશવલાલ વ્યાસ \'જટિલ\'

મુંબઈ બૉમ્બ-બ્લાસ્ટ

મુંબઈ પશ્ચિમ રેલ્વે લાઈન પર ‘દોડતું શહેર’ કહેવાતી પરાંની ટ્રેનોમાં અગિયારમી જુલાઈએ (7/11) સાંજના દસ જ મિનિટના ગાળામાં થયેલા આઠ પ્રચંડ બૉમ્બ વિસ્ફોટોએ મુંબઈની ધોરી નસ કાપી નાંખી આખા રાષ્ટ્રને જાણે બાનમાં લીધું. સાંજ પડ્યે ખિસ્સામાં સપનાં, આશા અને સંબંધો લઈને પાછી ફરતી લગભગ બસો જેટલી જિંદગી અચાનક ‘હતી’ થઈ ગઈ… ઘરના રાહ જોતા ઊંબરા પર એ પગલાં હવે કદી નહીં પડે.

રમેશ પારેખની લયસ્તરો પર અગાઉ પ્રકાશિત એક ગઝલના બે શેર અહીં રજૂ કરી ત્રાસવાદના આકસ્મિક શિકાર બનેલા એ નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ….

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

2 Comments »

  1. Radhika said,

    July 12, 2006 @ 7:14 AM

    સાચે જ
    પહેલા મુશળાધાર વરસાદ અને પછી થયેલા બૉમ્બ વિસ્ફોટોએ કેટલાના
    મનસુબા ઉથલાવ્યા હશે કાંઇ કહેવાય નહી

  2. Vijay Shah said,

    July 17, 2006 @ 11:41 PM

    ધવલભાઇ
    લયસ્તરો જોતા જોતા જે ગમે છે તેને મારા બ્લોગમાં સંઘરુ છુ
    વિજય શાહ
    આભાર…
    http://www.gurjardesh.com/tabid/133/BlogID/4/Default.aspx
    another website is
    http://www.gujaratisahityasarita.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment