એક મિસરો તું બને,
એક મિસરો આ જગત.
હર્ષ બ્રહ્મભટ્ટ

ગઝલ – રાજેન્દ્ર શુક્લ

હું નતો સફર મહીં, સફરમાં તો નાવ હતી,
હું તો હું મહીં હતો, કોની આવજાવ હતી?
 
જે ક્ષણો અડી ગઈ તે અપૂ્ર્વ લ્હાવ હતી,
ને સકલ સરી જતાં ના કશેય રાવ હતી.
 
કલ્પનાની કુંજમાં લૂમઝૂમ કલ્પલતા,
જે સ્થળે તૃષા હતી તે સ્થળે જ વાવ હતી.
 
દૂર દેખવુંય તે નેત્રનોજ ખેલ હતો,
શ્વાસને અઢેલતી તું સમીપ સાવ હતી.
 
સ્તોત્ર પણ ભલે રચો અંજલી અપાય ભલે,
એ પ્રભાવની પ્રભા તો સહજ સ્વભાવ હતી.

– રાજેન્દ્ર શુક્લ

રાજેન્દ્ર શુક્લ ગઝલને હંમેશા એક વધુ ઊંચા મુકામ પર લઈ જાય છે. હું નતો સફર મહીં, સફરમાં તો નાવ હતી, હું તો હું મહીં હતો, કોની આવજાવ હતી? એ વાંચીને ગાલિબના ન થા કુછ તો … યાદ આવે છે. ( આભાર, પંચમ )

3 Comments »

 1. ઉર્મિ સાગર said,

  June 30, 2006 @ 3:20 pm

  હું નતો સફર મહીં, સફરમાં તો નાવ હતી,
  હું તો હું મહીં હતો, કોની આવજાવ હતી?

  જે ક્ષણો અડી ગઈ તે અપૂ્ર્વ લ્હાવ હતી,
  ને સકલ સરી જતાં ના કશેય રાવ હતી

  દૂર દેખવુંય તે નેત્રનોજ ખેલ હતો,
  શ્વાસને અઢેલતી તું સમીપ સાવ હતી

  … ખૂબ જ સુંદર!!!

 2. Jignesh Pandya said,

  July 6, 2006 @ 5:41 am

  “પ્રણય ની શરુઆત”

  ચાંદની રાત નૅ પુનમ્ નો સાથ્,
  લઈ હાથો મા હાથ,
  તમે મને કહ્યુ,
  “હું” તમને પ્રેમ કરુ છુ,
  બસ્ “હું” મરી ગયો,
  થયો કમોસમી વરસાદ્
  શાશ્વત બની ગયો જીવનસંગાથ્

  –“શબ્દસંસ્કૃતિ”

 3. Jignesh Pandya said,

  July 6, 2006 @ 5:48 am

  this is an excellent effort.For very first time i am visiting this site and remarkably impressed by the attempts to spread the gujarai literature,and surely i would like to be a part of that.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment