કશેક શેષ સફરમાં બધાંનો ખપ પડશે
અરણ્ય, પંથ કે ઠોકર કશું નકામું નથી
રઈશ મનીઆર

શી ખબર – ચિનુ મોદી

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

6 Comments »

 1. VITTHAL SHIROYA said,

  October 5, 2006 @ 2:39 pm

  મારા ખ્યાલ મુજબ આ મુક્તક આ પ્રમાણૅ છે.

  પથ્થરો પોલા હશે કોને ખબર,
  ને મિત્રો સાવ બોદા હશે કોને ખબર.
  ઍમની આંખ ભિંજાઈ’તી ખરી,
  પણ આંસુઑ કોરા હશે કોને ખબર.

  આ વાતની ચોકસઈ થઈ શકે ખરી?

 2. વિવેક said,

  October 6, 2006 @ 7:56 am

  પ્રિય વિશાલ,

  ચિનુ મોદી \’ઈર્શાદ\’નું આ મુક્તક આપના સૂચવેલ રદીફ પ્રમાણે તો નથી જ… મારી પાસે \’ગુજરાતી સાહિત્યનો અમર વારસો\’ શ્રેણીનું \’અમર મુક્તકો\’ પુસ્તક છે, જેમાં ધવલે લખ્યા પ્રમાણે જ આ મુક્તક છે, પણ થોડા ફેરફાર સાથે-

  પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
  ને મિત્ર બહુ ભોળા નીકળશે શી ખબર?
  એમની આંખો ભીંજાઈ’તી ખરી,
  આંસુઓ કોરા નીકળશે શી ખબર?

  -જોકે મારા સૂચવેલ મુક્તકમાં છંદશુદ્ધિ નથી…. 

 3. BHARGAVI said,

  June 17, 2007 @ 4:21 pm

  શ્રી ચિનુ મોદી ની એક કવિતા,
  ઊન્ઘ પણ આવે નહિ ને સ્વપ્ન પણ આવે નહિ,
  સાવ સામે તુ હતી ને તુ’ય બોલાવે નહિ.
  હુ કહુ છુ લાવ તારા હાથ મા મહેન્દી મૂકુ,
  તેમ છતા’યે તુ હથેળી કેમ લમ્બાવે નહિ.
  હુ સુગન્ધીરુપ છુ એ કેમ સમજાવુ તને?
  પુષ્પ ની માફક પ્રકટ રહેવુ મને ફાવે નહિ.
  વેલ સૂકાતી રહે ને વ્રુક્ષ એકલતા સહે,
  એકબીજાની નિકટ આવી શકે-આવે નહિ.
  આપણી વચ્ચે હજી “ઈર્શાદ” આડી ભીત છે,
  હુ ન ઓળન્ગી શકુ ને તુ’ય તોડાવે નહિ.

 4. Bharat Trivedi said,

  May 16, 2010 @ 1:37 pm

  How about this version?

  પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
  મિત્ર પણ્ ભોળા નીકળશે શી ખબર?
  એમની આંખો ભીંજાઈ’તી ખરી,
  આંસુઓ કોરા નીકળશે શી ખબર?

 5. Bharat Trivedi said,

  May 16, 2010 @ 2:30 pm

  Well, how about this version? Getting better. Right?

  પથ્થરો પોલા હશે કોને ખબર ?
  મિત્ર પણ્ ભોળા હશે કોને ખબર?
  એમની આંખો ભીંજાઈ’તી ખરી,
  આંસુઓ કોરા હશે કોને ખબર?

 6. Bharat Trivedi said,

  May 19, 2010 @ 5:49 pm

  I’m reminded of a poetry reading at Manu Vora’s residence in Chicago a few years back when we, along with Manoj Khanderia, read our ghazals. Chinubhai presented this muktak, ” મિત્ર પણ્ ભોળા હશે કોને ખબર?” Who else can shed dry tears It has to be our “ભોળા મિત્ર” of course!!

  જગતમમા એક વેળા નામ મારુ થાય તો
  અજાણા પણ કેહ્શે મિત્ર એ મારો હતો ! – ચિનુ મોદી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment