પાનું કોરું જોઈને કોઈ કબીર,
અક્ષરો વણતો રહ્યો ચાદર ગણી.
અંકિત ત્રિવેદી

ચાંદની (મોનો-ઈમેજ) -મધુ કોઠારી

(1)
ચાંદની
મારા પર ફેલાઈ
ને હું
બની ગયો બગલો.
હવે પકડ્યા કરું છું
વિચારોની માછલી
આખી રાત

(2)
દમયંતીએ કહ્યું:
‘ઓઢવા માટે વસ્ત્ર
નથી’
નળે તરત જવાબ વાળ્યો:
‘આ ચાંદની ઓઢી લે!’

(3)
ચંદ્ર નામનો
સફેદ કરોળિયો
વણે છે ચળકતી જાળ
તેને કહે છે ચાંદની!

(4)
આ ચાંદની નથી
ફેલાઈ ગયેલી
મારી અસીમ વિરહવેદના છે…

-મધુ કોઠારી

ચાંદની કેન્દ્રીત રુપકડાં શબ્દ-ચિત્રો. જાણે વિચારોની નાની નાની ચૂસકીઓ ભરતા હોઈએ એવી લાગણી જન્માવે છે.

5 Comments »

 1. Jayshree said,

  September 28, 2006 @ 8:21 pm

  આ ચાંદની નથી
  ફેલાઈ ગયેલી
  મારી અસીમ વિરહવેદના છે…

  Waah…
  Excellent Expression of Virah-vedana.

 2. replica9a said,

  January 15, 2007 @ 6:43 am

  hello, have nice day…

 3. swissreplica4 said,

  January 15, 2007 @ 7:56 am

  hello. it’s a nice day for your ideas and our money…

 4. langua7 said,

  March 9, 2007 @ 10:17 am

  2hello, it’s good idea…

 5. મધુ કોઠારી, Madhu Kothari « ગુજરાતી સારસ્વત પરિચય said,

  May 16, 2007 @ 3:06 pm

  […] મધુ કોઠારી, Madhu Kothari Filed under: અન્ય ભાષા લેખક, સંપાદક, વાર્તાલેખક, વિવેચક, કવિ — સુરેશ જાની @ 2:00 am દમયંતીએ કહ્યું : ‘ઓઢવા માટે વસ્ત્ર નથી.’ નળે તરત જવાબ વાળ્યો : ‘ આ ચાંદની ઓઢી લે.’  –  એક મોનો ઇમેજ   […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment