જરા જેટલા સુખનું તોફાન જો,
ગઝલ નામનું ગામ વસવા ન દે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ કહું છું – રાજેન્દ્ર શુક્લ

બધાંય જાણે, ગઝલ કહું છું,
ગજા પ્રમાણે ગઝલ કહું છું!

કથા બધાંની પછી કહીશું,
હું તો અટાણે ગઝલ કહું છું!

નથી ખબર તો મનેય એની,
અલખ ઉખાણે ગઝલ કહું છું!

ભર્યા બજારે ન કૈજ લાધ્યું,
વગર હટાણે ગઝલ કહું છું!

સમય પ્રમાણે રહું છું સાવધ,
હું ક્યાં કટાણે ગઝલ કહું છું!

મૂડીના નામે બચું છે જે કૈં,
મૂકી અડાણે ગઝલ કહું છું!

ગુનો અમારો કબૂલ અમને,
લે જાવ થાણે ગઝલ કહું છું!

ભૂખ્યા દૂખ્યાના નથી ભડાકા,
ભરેલ ભાણે ગઝલ કહું છું!

ન કોઈ જાણે, ન હું ય જાણું,
કયા ગુંઠાણે ગઝલ કહું છું!

– રાજેન્દ્ર શુક્લ

સમર્થ કવિ કેટલા અલગ સ્તરેથી ગઝલ કહે છે એ તો જુઓ ! અને હા, વાચતાં જ દુશ્યંતકુમારનો શેર યાદ આવી ગયો

मैं जिसे ओढ़ता—बिछाता हूँ,
वो ग़ज़ल आपको सुनाता हूँ.

(હટાણું=બજાર, અડાણું=ગીરો મૂકેલું, ગુંઠાણું =ગુણસ્થાનક- આંતરિક વિકાસની ભૂમિકા (જૈન પરિભાષા))

11 Comments »

 1. sapana said,

  August 20, 2009 @ 6:50 pm

  સરસ ગઝલ કહી.
  સપના

 2. sudhir patel said,

  August 20, 2009 @ 10:05 pm

  આવી રીતે જ ગઝલ કહેતા રહેજો!
  સુધીર પટેલ.

 3. pragnaju said,

  August 20, 2009 @ 10:33 pm

  કથા બધાંની પછી કહીશું,
  હું તો અટાણે ગઝલ કહું છું!

  નથી ખબર તો મનેય એની,
  અલખ ઉખાણે ગઝલ કહું છું!

  સુંદર

  દશે દિશાએ અલખજો આસતાન
  હકડો હાથ મેરતે, બીયો હાથ નલાડ
  દશજે આરાધ જો સમરો વખાણ
  ટરે પાપ ને ગત ગુરૂ કે ગંગા જો સ્નાન

 4. Pinki said,

  August 21, 2009 @ 1:24 am

  નથી ખબર તો મનેય એની,
  અલખ ઉખાણે ગઝલ કહું છું ! – very true for him.

  એમના અવાજમાં તો જાણે ઓર જ મજા !!

 5. Bhargav said,

  August 21, 2009 @ 1:52 am

  ક્યાં શેર ને દાદ દેવી અને કોને બકાત રખવા??
  આવી ને આવી ગઝલ કે’તા રહો,
  ને અમને આવો જ આનંદ મળતો રહે.. બસ

  ખુબ ખુબ ..આભાર લયસ્તરો નો.

 6. વિવેક said,

  August 21, 2009 @ 2:17 am

  સુંદર ગઝલ…

  આજ છંદ અને આજ રદીફ-કાફિયા રાખીને રા.શુ.એ એક બીજી ગઝલ પણ લખી છે… એ ગઝલ આવતીકાલે…

 7. dr, j. k. nanavati said,

  August 21, 2009 @ 4:30 am

  રાજેન્દ્રભાઈએ ખુબ ઘુંટીને ગઝલ કહી, લખી
  હવે એજ ગઝલમાં થોડું વિહરીએ….!!

  સવારી શબ્દની કરીએ
  ગઝલને ગામ વિહરીએ

  ઉતારો કોકદિ’ મત્લા
  કદી મક્તા સુધી જઈએ
  .
  નહીં છાલક અછંદાસી
  ધૂબાકા છંદમાં દઈએ

  લયોને સૂરમાં ઢાળી
  સૂરાલયની મઝા લઈએ
  .
  તમે દાદે ખુદા મારા
  અદબથી આપને નમીએ
  .
  લડીને પ્રાસને પાદર
  સ્મરણના પાળીયા થઈએ
  .
  પુન: લેવા જનમ ચાલો
  ગઝલ બીજી હવે લખીએ

 8. Bankim said,

  August 28, 2009 @ 10:37 pm

  બન્ને લાજવાબ જીવતીજાગતી ગઝલ. મજા જ મજા. ક્યા કહેને. પ્રણામ.

 9. હિતેન્દ્ર said,

  April 14, 2013 @ 5:37 am

  સરસ…….

 10. sagar kansagra said,

  February 2, 2014 @ 12:14 am

  વાહ

 11. sagar kansagra said,

  February 2, 2014 @ 12:16 am

  afrin jor dar

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment