સજદામાં પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહ તરફ મારી કમર સહેજ ઝૂકી છે.
મરીઝ

લોહીની સગાઈ – ‘શૂન્ય’ પાલનપુરી

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.

– ‘શૂન્ય’ પાલનપુરી

7 Comments »

 1. pragnaju said,

  June 24, 2009 @ 10:14 pm

  વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.

  આ ભાવનાને અસલામ્

  હુબ્‍બુલ વતની મિનલ ઇમાન એટલે વતન પ્રત્યેનો પ્રેમ
  એ ઇમાનનો એક ભાગ છે. વતન પ્રત્યેના પ્રેમની આડે
  ધર્મ કે ધાર્મિક કે માન્યતાઓ કદી પણ વચ્ચે આવતી નથી.

 2. mrunalini said,

  June 24, 2009 @ 10:29 pm

  ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
  વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.
  સુંદર
  હવે તેનાથી ઉંડાણમા જઈ …

  ભારતીય સંસ્કૃતિના ‘વસુધૈવ કુટુંબકમ્’ને સાર્થક કરતો મહોત્સવ. * ‘આર્ટ ઓફ લિવિંગ’ની રજત

  જયંતી અને તેના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરની સુવર્ણ જન્મજયંતી પ્રસંગ માણવા મળ્યો.’વસુધૈવ

  કુટુંબકમ્’ અથવા ‘આત્મવત્ સર્વભૂતેષુ’માં માનનારી એ પ્રજાએ પોતાને ત્યાં જે જે ઈતરધર્મી લોકો

  આવ્યા એમનું ઉછળતે હૃદયે સ્વાગત કર્યું છે, ને એમને આદરણીય આસન ધર્યું છે.

  શું કોઈ બેવતમ હોઈ શકે?

 3. ડો.મહેશ રાવલ said,

  June 24, 2009 @ 11:34 pm

  ગાગરમાં સાગર જેવી આ ૪ પંક્તિમાં ય કેવું સુંદર કવિ કર્મ થયું છે!
  વતનપ્રેમની ખુમારીની સાથે સંબંધોના રંગની વાત પણ સહજરીતે વણી લીધી છે……
  પ્રેરણા લઈને બેસી રહેવા કરતાં અનુસરવા જેવું મુક્તક…

 4. Kirtikant Purohit said,

  June 24, 2009 @ 11:41 pm

  શૂન્યને સાંભળવા માણવા અને વાંચવા હંમેશ લ્હાવો રર્હ્યો છે.

 5. વિવેક said,

  June 25, 2009 @ 1:40 am

  સુંદર મુક્તક…

 6. manharmody ('મન' પાલનપુરી) said,

  June 25, 2009 @ 4:09 pm

  શૂન્યની ખુમારી અહીં પણ છતી થાય છે.

  છું શૂન્ય એ ન ભૂલ હે અસ્તિત્વના પ્રભુ,
  તું તો હશે કે કેમ પણ હું તો જરૂર છું.

  સુંદર મુક્તક, વતન પરસ્તીનું ઉમદ ઉદાહરણ.

 7. jaysukh talavia said,

  July 11, 2009 @ 12:39 pm

  અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
  મારા મતે મોટાભાગે દરેક વતનિના દેહમા ખુશ્બૂ લપાઈને બેઠી હોય છે
  શુન્ય સાહેબનુ કવન અદભુત્ છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment