હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !
ભગવતીકુમાર શર્મા

શ્વાસ, નિ:શ્વાસ, ઉચ્છવાસ – રાધેશ્યામ શર્મા

કબરનાં જર્જર પેટાળમાંથી ફૂટેલાં
અજાણ્યાં ફૂલોની મત્ત ગંધનો
શ્વાસ લેનાર

ચૂડો ફૂટ્યો એ રાતે
સ્વપ્નમાં, પોતાના સ્તનોને
હંસયુગલ બનીને ઊડી જતાં જોતી
જુવાન વિધવાના ધ્રુજતા
નિ:શ્વાસ નાખનાર

અને
અલકાનગરીનેય કાળકોટડીમાં
ફેરવી નાખતી મિલની
ચીમનીઓની વરાળના
ઉચ્છવાસ કાઢનાર

મને – અહીં
કામનાના ક્રોસ ઉપર
નામના ખીલા વડે
ખોડી દેવામાં આવ્યો છે.

– રાધેશ્યામ શર્મા

શોક-ટ્રીટમેન્ટ જેવા કાવ્યમાં કવિ – શ્વાસ, નિ:શ્વાસ અને ઉચ્છવાસ – એ ત્રણ પગલાનું કાળુભમ્મર ચિત્ર દોરે છે.  આવી ગતિનું ગંતવ્ય પોતાની કામનાનો ક્રોસ જ હોઈ શકે. યાદ રહે કે માણસ આખી જીંદગી આ જ ક્રોસને કાળજીથી પોતાના ખભે ઊંચકીને ફરે રાખે છે.

3 Comments »

 1. અનામી said,

  May 6, 2009 @ 8:06 pm

  ખરેખર,,,,,,,,,,,,શોક-ટ્રીટમેન્ટ.

 2. pragnaju said,

  May 7, 2009 @ 3:26 am

  અલકાનગરીનેય કાળકોટડીમાં
  ફેરવી નાખતી મિલની
  ચીમનીઓની વરાળના
  ઉચ્છવાસ કાઢનાર
  જાણે કે..
  વિ’ેશી ઈટાલીયન ગેલીઆનોની શોક ટ્રીટમેન્ટ’ જરા વધુ પડતી ‘પ્રગતિવા’ી’ સાબિત થઈ હતી. અને બહુ ટૂંકા સમયમાં તેનું સ્થાન તેના જ ‘ેશના એલેકઝાન્ડર મેકક્વીને પચાવી પાડ્યું!!
  ચૂડો ફૂટ્યો એ રાતે
  સ્વપ્નમાં, પોતાના સ્તનોને
  હંસયુગલ બનીને ઊડી જતાં જોતી
  જુવાન વિધવાના ધ્રુજતા
  નિ:શ્વાસ નાખનાર…

  સારા, સમજુ, ડાહ્યા, હોશિયાર, પરિપકવ, સહનશીલ, ઉમદા, જિનિયસ અને લુરચા, લફંગા, જિદ્દી, જક્કી, ખડ્ડૂસ, બદમાશ, હરામખોર, સ્વાર્થી અને નાલાયક માણસ. આ બધા પણ પાછા કયારે બદલાઈ જાય તે નક્કી નહીં. સારો માણસ ગમે ત્યારે ખરાબ થઈ જાય અને ખરાબ માણસ ગમે ત્યારે સારો બનીને પેશ આવે. વાલિયામાંથી વાલ્મીકિ થઈ જાય અને બહાદુર ગમે ત્યારે બાયલો થઈ જાય! કેવું ઇન્ટરેસ્ટિંગ છે હ્યુમન બિહેવિયર! લગ્નના મંડપમાં સાથે બેઠેલી વ્યકિત અને છૂટાછેડાનો કેસ ફાઇલ કરી સામે ભેલી વ્યકિત એક જ હોવા છતાં કેટલી જુદી હોય છે?

 3. વિવેક said,

  May 7, 2009 @ 7:14 am

  સુંદર રચના…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment