ગામ આખું ફર્યા એમ માની ‘નયન’
એનું ઘર આવવાનું આ ફળિયા પછી
નયન દેસાઈ

ગઝલ – આબિદ ભટ્ટ

આવ લઈ, જે વાતને સમજી શકે,
દર્દ, એની જાતને સમજી શકે.

ચાંચ એમાં સૂર્યની ડૂબે નહીં,
લાવ કે જે રાતને સમજી શકે.

કંટકો સાથે રહ્યા જે ડાળની,
પાનખરની ઘાતને સમજી શકે.

શ્વાસ લેતા પત્થરો છે સૌ અહીં,
એ વળી જઝબાતને સમજી શકે ?

તારલાનો તું હશે આશિક ભલે,
બોલ, ઉલ્કાપાતને સમજી શકે ?

હોય શ્રદ્ધાનાં સુમન જેની કને,
એ જ મારા તાતને સમજી શકે.

– આબિદ ભટ્ટ

શીઘ્ર પ્રત્યાયનક્ષમતાની શરતને પૂરી કરતી મજાની ગઝલ… બહુધા પરંપરાને અનુસરતી આ ગઝલના બીજા શેરનું કલ્પન એને આધુનિક ગઝલની કક્ષાએ લઈ જાય એટલું સશક્ત છે…

12 Comments »

 1. sapana said,

  May 15, 2009 @ 9:41 am

  વિવેકભાઈ,
  આભાર અતિ સુંદર ભાવના !!
  શ્વાસ લેતા પત્થરો છે સૌ અહીં,
  એ વળી જઝબાતને સમજી શકે ?
  સુંદર શે’ર છે.
  સપના

 2. ધવલ said,

  May 15, 2009 @ 6:06 pm

  ચાંચ એમાં સૂર્યની ડૂબે નહીં,
  લાવ કે જે રાતને સમજી શકે.

  કંટકો સાથે રહ્યા જે ડાળની,
  પાનખરની ઘાતને સમજી શકે.

  – સરસ !

 3. P Shah said,

  May 15, 2009 @ 9:45 pm

  કંટકો સાથે રહ્યા જે ડાળની,
  પાનખરની ઘાતને સમજી શકે.

  સુંદર ગઝલ !

 4. Pancham Shukla said,

  May 16, 2009 @ 4:35 am

  તરત ગળે ઉતરે એવી સરળ બાની.

 5. ડો.મહેશ રાવલ said,

  May 16, 2009 @ 2:18 pm

  આબીદભાઈએ બહુ સહજતાથી કેટલીક ગંભીર બાબતો ય સમાવી લીધી છે.બાકી કાફિઆ તો મારો પણ પ્રિય છે આ…….(કેમ વિવેકભાઈ !)

 6. urvashi parekh said,

  May 17, 2009 @ 8:16 pm

  બધા એક બિજાને સમજી શકે તો કેટ્લુ બધુ સરળ થઈ જાય..
  પણ સમજવા માટે, હંમેશ વધુ સમજદાર ની જ જરુર પડતી હોય છે.
  એટ્લુ પણ સમજાયુ તે સરસ..

 7. અનામી said,

  May 17, 2009 @ 9:08 pm

  શ્વાસ લેતા પત્થરો છે સૌ અહીં,
  એ વળી જઝબાતને સમજી શકે ?

  …………………વાહ.

 8. Sandhya Bhatt said,

  May 19, 2009 @ 2:41 am

  સુંદર ગઝલ.
  પ્રતિભાવરુપે,
  હો અગર સંવેદના તારી કને,
  તો જ મારી વાતને સમજી શકે.

 9. Jaydev. Shukla said,

  May 19, 2009 @ 4:49 am

  Very nice!!!!!!!!!!!!!

 10. Kirtikant Purohit said,

  May 19, 2009 @ 6:59 am

  Nice Gazal and in simple format.

 11. shailesh pandya said,

  May 22, 2009 @ 6:52 am

  saras

 12. Abhijeet Pandya said,

  September 4, 2010 @ 10:38 pm

  ખુબ સરસ રચના.

  કંટકો સાથે રહ્યા જે ડાળની,
  પાનખરની ઘાતને સમજી શકે.
  તારલાનો તું હશે આશિક ભલે,
  બોલ, ઉલ્કાપાતને સમજી શકે ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment