સર્વસ્વ કૈં ગુમાવ્યાની લાગણી છે, મિત્રો !
પંક્તિ સરસ મળેલી પાછી ભુલાઈ ગઈ છે
નયન દેસાઈ

સમય – ઉદયન ઠક્કર

ચીસ પાડી ઊઠવાની એક વેળા હોય છે
ત્યાં સુધી ઘડિયાળના હોઠો, બીડેલા હોય છે

એમની ટક-ટક ભલે વેળા-કવેળા હોય છે
હાથ ઝાલી, સાચવી ટાણું, ઊભેલા હોય છે

ચાહ સાતે, છાપું સાડા સાત, આઠે ફોન પર
આઠ પાંચે, અંતરે ઈશ્વર વસેલા હોય છે

એક દિવસ એમને હળવેકથી હડસેલજો
સંવતોનાં બારણાં તો અધખૂલેલા હોય છે

લ્હેરી લાલો હોય તો ખિસ્સામાં રાખીને ફરે
સૌએ કાંડાં, આમ તો, સોંપી દીધેલાં હોય છે

– ઉદયન ઠક્કર

સમય તમારા પર સવાર થઈ જાય એ પહેલા સમય પર સવાર થઈ જવું એ જીંદગી જીતી જવાનો કીમિયો છે.  કમનસીબે મોટા ભાગના માણસો ઘડિયાળને સમયની હાથકડી સમજીને જીવે છે.  એક સાચી ક્ષણે તમે જરા હળવેકથી હડસેલો તો સમય ખુદ તમને ગત દિવસોના બધા રહસ્યો કહેવા તૈયાર જ હોય છે. એટલી રાહ જોવાની કદાચ આપણી જ તૈયારી હોતી નથી.

15 Comments »

 1. Priyjan said,

  April 30, 2009 @ 10:49 pm

  ધવલ,

  સરસ !!

  પ્રિયજન્

 2. RJ MEET said,

  May 1, 2009 @ 12:17 am

  વાત તો સો ટકા સાચી કહી તમે..સમય બાબતે એક કહેવત સાચી છે કે,”જો તમે સમયને સાચવી લો તો એ તમને સાચવી લેતો હોય છે.”માણસ આ વાત ને જ્યારે સમજી જાય છે ત્યાંથી એની પ્રગતિ શરુ થતી હોય છે..

 3. વિવેક said,

  May 1, 2009 @ 12:26 am

  ક્યા બાત હૈ !

  મજાની રચના…

 4. ડો.મહેશ રાવલ said,

  May 1, 2009 @ 3:07 am

  આખી ગઝલમાં આ પંક્તિમાં જે માર્મિક ટકોર કરી છે કવિએ, એ સમજવા જેવી છે.
  લ્હેરી લાલો હોય તો ખિસ્સામાં રાખીને ફરે
  સૌએ કાંડાં, આમ તો, સોંપી દીધેલાં હોય છે
  વાહ!

 5. Pinki said,

  May 1, 2009 @ 3:20 am

  “લ્હેરી લાલો” ……. વાળી વાત તો સો આના સાચી !!

  આપણે તો બસ …….”સાચવી ટાણું, ઊભેલા હોય છે”

 6. Vimal Shah said,

  May 1, 2009 @ 3:48 am

  આ સમયને શાની ઉતાવળ હશે ?
  હંમેશા દોડતો જ હોય છે.

  link:
  http://www.readgujarati.com/sahitya/?p=3518

 7. preetam lakhlani said,

  May 1, 2009 @ 8:15 am

  પ્રિય ધવલ ભાઈ,
  પ્રિય મિત્ર ઉદયન ની ગઝલ મા મજા આવી ગઈ, ઉદયન મિત્ર છે અટલે નહી પણ ગઝલ બ હુજ લાજવાબ છે, ઉદયન જયારે પણ કઈ લખે છે ત્યારે દીલથી લખે છે. એ બાબત મા કોઈ બે મત નથી…..

 8. Pancham Shukla said,

  May 1, 2009 @ 10:16 am

  નમણી છતાં ધારધાર ગઝલ.

  ચાહ સાતે, છાપું સાડા સાત, આઠે ફોન પર
  આઠ પાંચે, અંતરે ઈશ્વર વસેલા હોય છે

  ઈશ્વરનું પ્રતીક તો જુઓ! બૉસ અને બૈરી બેયને આવરી લે એવું.

 9. Pinki said,

  May 1, 2009 @ 11:29 pm

  haaa….. haaa….. !!

  વાહ્…. પંચમભાઈ મસ્ત વાત કહી…….!!

 10. pragnaju said,

  May 2, 2009 @ 11:33 am

  સરસ
  યાદ આવી
  સમય બલી
  ન નર કદી
  લુંટ્યો ભીલે અર્જુન
  તે જ ગાંડીવ
  તે જ બાણ

 11. વિવેક said,

  May 3, 2009 @ 11:46 pm

  પ્રજ્ઞાજુબેન,

  મૂળ પંક્તિ આ પ્રમાણે છે:

  સમય સમય બલવાન હૈ, નહિ મનુષ બલવાન,

  કાબે અર્જુન લૂંટિયો, વોહિ ધનુષ, વોહિ બાણ.

 12. ashok pandya said,

  May 4, 2009 @ 12:50 pm

  વાહ બહુ જ સુન્દર વાત…એકદમ સરલ ૬તા મરમિ…જાણે E=mc”2…આમેય વાત તો સમયની જ ને
  nice..very simple but very deep and directly hitting..Aalbert Einestine reproduced his equation in a small poetry..congrates…

 13. shweta mehta said,

  May 6, 2009 @ 1:32 am

  વાહ એક્ષ્સિલન્ત ખુબ સુન્દર રચ્ના ……આત્લિ સુન્દર રચના આપ્વા બદલ ખુબ ખુબ આભર્

 14. ઉદયન ઠક્કર, Udayan Thakkar | ગુજરાતી પ્રતિભા પરિચય said,

  June 3, 2016 @ 10:07 am

  […] # ચીસ પાડી ઊઠવાની એક વેળા હોય છે     ત્યાં સુધી ઘડિયાળના હોઠો, બીડેલા હોય છે […]

 15. Jigar said,

  June 4, 2016 @ 2:16 am

  આમાં “ઘડિયાળ” નો અર્થ “મગર” તરીકે લઇએ, તો વધારે મજા આવે છે ; નિર્જીવ પડી રહેલી મગર વેળા આવે એટલે કાચી સેકન્ડમાં ચીસ પડાવે છે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment