પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.
વિવેક ટેલર

सूर की कोई सीमा नहीं.(જાહેર આમંત્રણ)

Mehdi Hassan_card

પ્રિય મિત્રો,

થોડા દિવસો પહેલાં શહેનશાહ-એ-ગઝલ જનાબ મહેંદી હસનની નાદુરસ્ત તબિયત અને એથીય વધુ નાદુરસ્ત આર્થિક પરિસ્થિતિની વાત કરી અમે જાહેર અપીલ કરી હતી કે એમના હૉસ્પિટલ બીલ પેટે ચૂકવવાના બાકી નીકળતા રૂ. પાંચ લાખમાંથી જેટલી રકમ ભેગી કરી શકાય એટલી ભેગી કરી પાકિસ્તાન પહોંચતી કરીએ. નેટ પર અને યાહૂ ગ્રુપ્સ પર મૂકેલી આ ટહેલ સામે કેટલાકે જાતિવાદી વિરોધ નોંધાવ્યો તો કેટલાકે પાકિસ્તાન સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો. અમે અમારા દિલને અનુસર્યા અને એમને પણ એમ જ કરવા કહ્યું. અમારે મન હિંદુ-મુસ્લિમ-શીખ જેવી જાતિભેદની ભાવના મનમાં જન્માવવી શક્ય નહોતી તો મહેંદી હસન જેવી વિરાટ હસ્તી માટે ભારત-પાકિસ્તાન નામના વાડા બાંધવા પણ શક્ય નહોતા કેમકે અમે માનીએ છીએ કે “सूर की कोई सीमा नहीं”…

આપને વિશ્વાસ નહીં આવે પરંતુ જોતજોતામાં ઢગલાબંધ મિત્રો તરફથી લગભગ સવા લાખ રૂપિયા જેવી મોટી રકમ ભેગી થઈ ગઈ અને સુરત ખાતે યોજવામાં આવનાર કાર્યક્રમમાં બીજા બેએક લાખ રૂપિયા ભેગા થવાની આશા હતી… નસીબજોગે કરાંચીની આગાખાન યુનિવર્સિટી હૉસ્પિટલ ખાતે ફોનથી વાત કરતાં અને નેટ ઉપર પાકિસ્તાનના અગ્રણી અખબારોમાં આવેલા સમાચાર પરથી જાણવા મળ્યું કે સરકાર અને હૉસ્પિટલ તરફથી ખાંસાહેબની સારવારની પૂરી કાળજી લેવાઈ ચૂકી છે. એટલે જે મિત્રોએ મહેંદી હસન સહાયતા નિધિ માટે મદદ કરવાનું વચન આપ્યું હતું એ સહુ મિત્રોનો હૃદયપૂર્વક અને સંગીતપૂર્વક ખાસ ખાસ આભાર માનીને અમે જણાવીએ છીએ કે હવે આપે કોઈ ધનરાશિ મોકલવાની રહેતી નથી.

પોતાના દિવ્ય સંગીત અને જાદુઈ અવાજના રંગોથી જેમણે આપણા જીવનની અનેક સંધ્યાઓ રંગીન બનાવી છે એ ખાંસાહેબના જીવનની આખરી અને રંગહીન સંધ્યામાં આપણે સાચા દિલની દુઆના થોડા રંગ ભરી શકીએ એવા અંદરના અને અંતરના અવાજને અનુસરીને અનેં સંગીત કે કળાની કોઈ સરહદ હોતી નથી એ કાયદા મુજબ ગુજરાતી કવિતાની સહુથી વિશાળ વેબસાઈટ – લયસ્તરો.કોમ – www.layastaro.com તથા સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈંડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે આ ફિનોમિનલ ગાયકના નિરામય સ્વાસ્થ્યની દુઆ કરવા માટે છઠ્ઠી એપ્રિલ, સોમવારે રાત્રે ગાંધી સ્મૃતિ ભવનમાં એક સદભાવના સંગીત મહોત્સવ – “ सूर की कोई सीमा नहीं ” યોજવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકારો ભાગ લેશે. મુંબઈથી વિકાસ ભાટવડેકર, અમદાવાદથી અનિકેત ખાંડેકર તથા રાજકોટથી ગાર્ગી વોરા મહેંદી હસને ગાયેલી ગઝલો રજૂ કરી આ ગાયક કલાકારના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશે. કાર્યક્રમનું સંચાલન ડો. રઈશ મનીઆર, ડૉ. મુકુલ ચોક્સી અને ડૉ. વિવેક ટેલર કરશે.

આ કાર્યક્રમ માણવા માંગતા સંગીતપ્રેમીઓને કાર્યક્રમના નિઃશુલ્ક પાસ મેળવવા માટે ‘લયસ્તરો.કોમ’ વેબસાઈટના સંચાલક ડૉ. વિવેક ટેલર, આયુષ્ય મેડીકેર હૉસ્પિટલ, ઉમાભવનની ગલીમાં, ભટાર રોડ (9824125355)નો સંપર્ક કરવા જાહેર વિનંતી છે.

mehadi hassan_news

(ગુજરાત મિત્ર….                                          …તા.: 03-04-2009)

*

Mehdi Hassan_news2

(દિવ્ય ભાસ્કર…          …તા.: 04-04-2009)

15 Comments »

 1. pragnaju said,

  April 4, 2009 @ 5:35 am

  . सूर युगीन दुर्बल प्रशासनिक व्यवस्था पर गोपियाँ उद्धव को संबोधित कर के पैनी चोट करती हैं –
  ऊधौ ! तुम्हारा तौर तरीका भी खूब है
  राजा भी खूबतर है, रिआया भी खूब है
  तुम जैसा उनका अफ़्सरे-आला भी खूब है
  आमों को काट कर के लगाते हो तुम बबूल
  चंदन को ख़त्म कर के उडाते हो सिर्फ़ धूल
  तुम शाह को पकड़ते हो चोरों को छोड़ कर
  नज़रों में हैं तुम्हारी चुगलखोर मोतबर
  ऐ ‘सूर’ कैसे होगा भला इस तरह निबाह
  सरकार बेलगाम है, जनता है सब तबाह.
  —————————
  राजा का ‘सूर’ फ़र्ज़ तो होता है बस यही
  जौरो-सितम से उसकी रिआया न हो दुखी
  किंतु सूर के युग की विचित्र विडम्बना है –
  ऐ ‘सूर’ हैं ये सिर्फ़ ज़माने की खूबियाँ
  मिलाता है शातिरों को ही फ़िल्फ़ौर फल यहाँ

 2. Pinki said,

  April 4, 2009 @ 5:54 am

  મેહંદી હસન સા’બને તેમનાં સ્વાસ્થ્ય માટે શુભકામના અને
  વિવેકભાઈને કાર્યક્રમ માટે શુભકામના !!

 3. sapana said,

  April 4, 2009 @ 8:50 am

  મેહંદી હસન સાહેબને તેમની તંદુરરસ્તી માટે શુભકામના અને વિવેક તમને તમારા શુભકાર્ય માટે અભિનંદન.સાહિત્ય અને કલા ધર્મ બંધનોથી પરે હોય છે.

  શામીલ તો ન હોંગે તેરી મેહફિલમે,
  દિલસે દુઆયે ભેજ દેંગે હમ.

  સપના

 4. ધવલ said,

  April 4, 2009 @ 9:59 am

  સદભાવાનાથી મોટી કોઈ ધનરાશિ નથી… કોઈને માટે દિલમાં દુ:ખે એટલું જ માણસ હોવા માટે કાફી છે.

 5. Bharat Atos said,

  April 4, 2009 @ 12:05 pm

  મહેઁદી સા’બને પ્રભુ દિર્ઘાયુષ્ય આપે તેવી શુભકામના
  અને વિવેકભાઈ કાર્યક્રમ માટે આપને મારા તરફથી ખુબ ખુબ શુભકામનાઓ.
  આપનું આ કામ ખરેખર ખુબ જ પ્રસંશનીય હતું

  “પંછી,નદિયાઁ,પવન કે ઝોકે,
  કોઇ સરહદ ના ઇન્હે રોકે.
  સરહદે ઇન્સાનો કે લિયે હૈ,
  સોચો તુમને ઓર હમને
  ક્યા પાયા ઇન્સાન હોકે?”

  આપનું કહેવું યથાયોગ્ય છે કે “सूर की कोई सीमा नहीं”…
  All the Best.

 6. Jay said,

  April 4, 2009 @ 1:22 pm

  “सूर की कोई सीमा नहीं” — is the most profound statement that captures the divine spirit of human dedication to serve our fellow beings anywhere in the world. You all are setting up a real life noble example to initiate this spirit of unconditional collaboration no matter where we all are. It is also an example of how one can use Internet and communications technology to the well being of humanity and in the process of improving human conditions. Congratulations to all of you…Vivekbhai, Dhavalbhai, Jayshree, and Urmi to make this happen. Wish you all the success in this endeavor…

 7. sudhir patel said,

  April 4, 2009 @ 7:21 pm

  મહેંદી હસન સાહેબના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.
  શ્રી વિવેકભાઈ તેમજ અન્ય સાથી મિત્રોને આ કાર્યક્રમની સફળતા માટેની હાર્દિક શુભકામનાઓ!
  સુધીર પટેલ.

 8. Taha Mansuri said,

  April 4, 2009 @ 10:55 pm

  મહેઁદી સા’બને પ્રભુ દિર્ઘાયુષ્ય બખ્શે તેવી શુભકામના.
  “सूर की कोई सीमा नहीं” – કાર્યક્રમની સફળતા માટે વિવેકભાઇ સહિતના આયોજકોને હાર્દિક શુભકામનાઓ!
  પરિક્ષા ચાલી રહી હોવાથી આ કાર્યક્રમમા હાજર રહેવા તો નહિ મળે પણ સપનાની જેમ,

  શામીલ તો ન હોંગે તેરી મેહફિલમે,
  દિલસે દુઆયે ભેજ દેંગે હમ.

 9. દક્ષેશ said,

  April 5, 2009 @ 11:40 am

  વિવેકભાઈ,
  અત્યંત ઉમદા કામ. કવિતા અને ગીતો માત્ર શબ્દ અને સંગીતના ઉંબરા વળોટીને એકમેકના હૃદય સુધી પહોંચવાનો સેતુ બને એથી વધુ રૂડું શું હોય ? તમારા આ ઉમદા વિચારને સલામ અને કાર્યક્રમની સફળતા તથા મહેંદી હસન સાહેબના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા-પ્રાર્થના.
  કાર્યક્રમ થઈ ગયા પછી અમારા જેવાને નેટ પર માણવા મળે એવું પણ કંઈક કરશોને ?

 10. Dinesh Pandya said,

  April 5, 2009 @ 9:03 pm

  ધર્મ ઝનુની ભાગલાવાદ અને દુશ્મનીમા ન માનનારા લોકોની એ કમનસીબી છે કે ભારત એ ભારત છે અને પકિસ્તાન એ પકિસ્તાન છે. આપણી કલા અને સંસ્ક્રુતિ એક છે છતાં બન્ને દેશની પ્રજા એક બીજાની શ્રેષ્ઠતાઓ ને માણવા તથા પામવા થી વંચિત રહી જાય છે.
  સદીઓ સુધી ગુલામીમા જકડી રાખી ના છુટકે સ્વતન્ત્રતા આપતી વખતે બન્ને પ્રજા કદી અંત ના આવે તેવા અને પ્ર્ગતિના અવરોધક વૈમનસ્યમા અટવાએલી રહે એવી તરકીબ કુટિલ અંગ્રેજો કરતા ગયા છે.
  મહેંદી હસન, ગુલામઅલી, નૂરજહાં, પાકિસ્તાનમા કે અહીં લતામંગેશકર, મહમદ રફી, તલત મહેમુદ્, જગજીતસિંઘ, જેવા કલાકારો સદીયોંમા ક્યારેક આવતા હોય છે અને કલાજગતની અસ્ક્યામત હોય છે.
  મહેંદી હસન જેવા મહાન કલાકારના જીવનના આવા કપરા સમયે તેમના હરએક ચાહક્ને તેમની પ્રત્યે સહાનુભૂતી હોય જ્.
  તમારો પ્રયાસ સ્તુત્ય છે. તમારા આ કાર્યક્રમની સફળતા ઈચ્છુ છું અને એ મહાન કલાકાર શહેનશાહે-ગઝલ જલદીથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના.

  શોલા થા જલ બુજા હું હવાયેં મુઝે ના દો
  મૈ કબકા જા ચુકા હું સદાયેં મુઝે ના દો

  રફ્તા રફ્તા વો મેરી હસ્તી કા સામાં(ન્) હો ચુકે

  પ્યાર ભરે દો શર્મીલે નૈન
  કોઈ જાને ના, ક્યોં મુઝસે શરમાયે હૈ, કૈસા મુઝે તડપાયે હૈ

  હમેં કોઈ ગમ નહિ થા ગમે આશકિ સે પહેલે

  રંજીશ હી સહિ દીલ હી દુખાને કે લિયે આ……

  કેસરિયા બાલમા પધરો મ્હારે દેશ……….

 11. ડૉ. પ્રીતેશ વ્યાસ said,

  April 6, 2009 @ 3:02 pm

  શોલા થા જલ બુજા હું હવાયેં મુઝે ના દો
  મૈ કબકા જા ચુકા હું સદાયેં મુઝે ના દો

  રફ્તા રફ્તા વો મેરી હસ્તી કા સામાં(ન્) હો ચુકે

  પ્યાર ભરે દો શર્મીલે નૈન
  કોઈ જાને ના, ક્યોં મુઝસે શરમાયે હૈ, કૈસા મુઝે તડપાયે હૈ

  હમેં કોઈ ગમ નહિ થા ગમે આશકિ સે પહેલે

  રંજીશ હી સહિ દીલ હી દુખાને કે લિયે આ……

  કેસરિયા બાલમા પધરો મ્હારે દેશ……

  દિનેશભાઇએ ઉપર જણાવેલી બધીજ રચનાઓ હમણાં જ આ કાર્યક્રમમાં સાંભળીને આવ્યો. રાત્રે 2.00 વાગવા આવ્યા છે. પણ મહેફીલનો કેફ ઉતરતો જ નથી. આખો હોલ ખીચોખીચ હતો અને સમય ક્યાં વિતી ગયો તે ખબર જ ના પડી. ખૂબ સરસ કાર્યક્રમ હતો. આભાર વિવેકભાઇ.

 12. pragnaju said,

  April 6, 2009 @ 10:09 pm

  ગઈ રાત્રે સૂરથી માનવ સર્જીત સીમાઓ પાર કરી સદભાવના મોકલતા અનુભવી !
  તેનું વર્ણન કરવા ભાઈ દિનેશ,પ્રિતેશે પ્રયાસ કર્યા છે
  તે કરતા પણ …

 13. ડૉ. પ્રીતેશ વ્યાસ said,

  April 7, 2009 @ 8:44 am

  તે કરતા પણ………
  પ્રજ્ઞાજુ….. કાંઇ સમજ ના પડી તમે શું કહો છો

 14. Nayan Shah - 'Anami' said,

  April 7, 2009 @ 10:32 pm

  મને થાય છે ફે હુ રહી ગયો…..!!! એક સુન્દર પ્રસન્ગમા.. હાજર ન રહી શક્યો.
  ધ્ન્યવાદ્….!!

 15. pragnaju said,

  April 7, 2009 @ 11:41 pm

  આ કાર્યક્રમનો વિવેક સૂત્રધાર હતો.ચિ.યામિનીએ અમારું નામ દીધુંને આટલો જાણીતો- ચહીતો તબીબ-કવિ અમારી ઈ-ઝી બેઠક પર ખુરશી કુદીને આવશે તે ધાર્યું ન હતું!
  તેને જોઈ શેર યાદ આવ્યો
  પીડા શમી ગયાનો કોઈ છળ નહીં કરે,
  સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે,
  સુંદર હો જો તબીબ તો એક વાતનો ડર
  સાજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે !
  ત્યારે પણ આનંદ હતો પણ અનુભૂતિ થઈ ન હતી…
  પછી બુધ્ધિથી ન સમજાય એવી બાબતોને, જે અગમ્ય અને અકલ્પ શક્તિ જગતનું નિયંત્રણ અને સંચાલન કરી રહી છે તેના પ્રત્યક્ષ આવિર્ભાવરૂપે , જે પામી તેનું વર્ણન ન કરી શકાયું હું અક્ષરો વડે અ ક્ષર ને કંડારું છું. અવર્ણિય નું વર્ણન કરવા મથું છું ! નિરાકારને આકાર આપું છું…આ લેખનીં તો એક બહાનું છે શબ્દદેહે અનુભવ પ્રગટ કરવાનું ! છતા હજુ હોશ આવતા નથી
  યાદ આવી…
  હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
  તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.
  સંગીત સાથે જ રુદનનો ચિત્કાર ઉલ્લાસમાં ફેરવાઇ ગયો. સૃષ્ટિના બધા જ સ્વર આમાં પરોવાયેલા નાદની અનુભૂતિમા આ પરમ સંગીતથી ઉચ્ચ હિમશિખરો પર છવાયેલી શાંતિનો અનુભવ થયો-અને મૌન થઈ જવાયું …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment