જોઈ કુબેરી ભાગ્ય હથેળીમાં ખુશ ન થા,
સંભવ છે ખાલી હાથનો કિસ્સો ફરી બને.
શૂન્ય પાલનપુરી

અત્તરિયા રાજા ! – લાલજી કાનપરિયા

ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે દરિયા રે અત્તરિયા રાજા !
પડછાયા પાણીમાં  એવા તરિયા રે અત્તરિયા રાજા !
પાંપણમાંથી કોઈ અચાનક છટક્યું રે અત્તરિયા રાજા !
લોચનને અંધારું એવું ખટક્યું રે અત્તરિયા રાજા !
ખરી ગયેલા શ્વાસ છાતીએ વાગ્યા રે અત્તરિયા રાજા !
અડધી રાતે સાગ-ઢોલિયા જાગ્યા રે અત્તરિયા રાજા !
હથેળીયુંમાં ખળખળ નદીયું વહેતી રે અત્તરિયા રાજા !
ભીની ભીની દંતકથાઓ કહેતી રે અત્તરિયા રાજા !
ઘર, ફળિયું ને નળિયાં ડસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !
અમને અમારાં સમણાં હસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !

– લાલજી કાનપરિયા

ટૂટી ગયેલા સંબંધની વાત, અલગ અંદાજ ને અલગ અસર સાથે. એક તરફ લોકગીતો જેવો માહોલ જ્યારે બીજી તરફ જગદીશ જોષી જેવી અસર. કવિએ વાંચતાની સાથે ખાલીપો ઘેરી વળે એવા કલ્પનોનું આખું ટોળું ભેગું કર્યું છે.

8 Comments »

 1. KIRANKUMAR CHAUHAN said,

  March 31, 2009 @ 10:46 pm

  અનુરૂપ અને અસરકારાક કલ્પનોથી કવિએ પીડાને પણ રમણીયતા બક્ષી છે. પણ આ બધા કાવ્યો લયસ્તરો પર મૂકાયા પછી જ કેમ વધુ સમજાય છે ! હા..હા..હા.. thanks dhaval & vivek.

 2. P Shah said,

  April 1, 2009 @ 1:08 am

  પાંપણમાંથી કોઈ અચાનક છટક્યું રે અત્તરિયા રાજા !

  સુંદર ગીત !

 3. વિવેક said,

  April 1, 2009 @ 2:09 am

  સુંદર રચના…

  કિરણભાઈ,

  આપના પ્રતિભાવને હકારાત્મક રીતે જ લેવાનો છે ને?

 4. sudhir patel said,

  April 1, 2009 @ 8:56 pm

  શ્રી લાલજીભાઈનું વધુ એક સુંદર ગીત માણવાની મજા આવી.
  સુધીર પટેલ.

 5. KIRANKUMAR CHAUHAN said,

  April 1, 2009 @ 9:54 pm

  વિવેકભાઇ મારો પ્રતિભાવ સંપૂર્ણ હકારાત્મક છે, પહેલી એપ્રિલનો આમાં કોઇ વાંક નથી.
  મારી એક ગઝલનો મત્લા કહું –
  અગર હોય સાચું, જરા ભાર દઇએ;
  બને કૈંક સારું તો સહકાર દઇએ.

 6. વિવેક said,

  April 2, 2009 @ 12:02 am

  આભાર, કિરણભાઈ…

  આ બહાને એક સારો શેર માણવા મળ્યો…. સારા કવિ સાથે ચર્ચા કરવાનો આ ફાયદો…

 7. pragnaju said,

  April 2, 2009 @ 10:56 pm

  ઘર, ફળિયું ને નળિયાં ડસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !
  અમને અમારાં સમણાં હસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !
  મઝાનું ગીત

 8. Mahendra Joshi said,

  March 24, 2011 @ 11:24 am

  વિવેકભાઈ,
  લાલજી કાનપરિયાની એક રચના છે “પન્થ ખડી ઘર આવો વાલમ” એવા કૈ શબ્દો છે અને કદાચ આ રચના પુરુસોત્તમ ઉપાધ્યાયે સ્વર આપ્યો છે . (ભુલચુક લેવી દેવી) આ રચાના મુકવા વિનતી.

  આભાર.

  મહેન્દ્ર જોશી (સુરત)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment