દર્દ હો કે ખુશી જીવનની હો,
બેયમાં આંખમાં તરે ઝાકળ.
વિવેક મનહર ટેલર

એક રાતને માટે….- મુકેશ જોષી

શ્વાસ લઈને સાંજે જઈએ સવા૨માં તો પાછા,
એક રાતને માટે શાને લેવા ખૂબ લબાચા.

કો’ક પોટલા બાંધ્યા કરતા કો’ક ભરંતા થેલા,
કો’ક જવાના ટાણે ધોતાં, જીવતર મેલાઘેલા.
સુકાય કેવી રીતે હો તરબોળ જૂઠમાં વાચા. એક રાતને……

એ બોલાવે ત્યારે કેવા હસતાં મોઢે જઈએ,
એના આમંત્રણને આવું ‘મૃત્યુ’ નામ ન દઈએ,
એ તો કેવળ મૌન વાંચશે, શું કરવી છે વાચા. એક રાતને……

પહેરી પાંખ હવાની જાવું નભની પેલે પાર,
ખખડાવો ને નસીબ હો તો હરિ જ ખોલે દ્વાર,
હસી પડે જો હરિ તો સમજો સઘળા ફેરા સાચા. એક રાતને……

– મુકેશ જોષી

પહેલી બે પંક્તિએ મન મોહી લીધું…..

4 Comments »

  1. જયેન્દ્ર ઠાકર said,

    January 19, 2022 @ 11:18 PM

    સરસ કવિતા! જીવનની સરળતાને મુકી આપણે કેટલા આડંબરો રચી જીવનનું ધ્યેય ભુલી ને અધાંરામાં અટવાય જઈએ છીએ!

  2. ડો. જય જોષી ‘જય’ said,

    January 19, 2022 @ 11:46 PM

    અતિ ઉત્તમ સુબોધિત ક્વિતા!

  3. pragnajuvyas said,

    January 20, 2022 @ 12:07 AM

    કવિશ્રી મુકેશ જોશીનુ સુંદર ગીત
    એ બોલાવે ત્યારે કેવા હસતાં મોઢે જઈએ,
    એના આમંત્રણને આવું ‘મૃત્યુ’ નામ ન દઈએ,
    વાહ
    ઘણા લોકોને મૃત્યુનો ભય હોય છે. મૃત્યુ લોકોને મૂંઝવે છે અને તેઓ દુઃખમાં ડૂબી જાય છે. દરેક જણને પોતાના જીવન દરમ્યાન ક્યારેક મૃત્યુના સાક્ષી બનવું પડે છે. આવા સમયે મૃત્યુના ખરા સ્વરૂપ વિષે સેંકડો સવાલો વ્યક્તિના મનમાં ઉભા થાય છે. જયારે તેને તેના કોઈ જવાબ નથી મળતા ત્યારે તે વ્યાકુળ બની જાય છે. મૃત્યુ પામેલા પોતાનો અનુભવ કહી નથી શકતા.
    આવા વાતાવરણમા શાતા આપે તેવુ મધુરું કાવ્ય. છેલ્લી પંક્તિઓ
    પહેરી પાંખ હવાની જાવું નભની પેલે પાર,
    ખખડાવો ને નસીબ હો તો હરિ જ ખોલે દ્વાર,
    હસી પડે જો હરિ તો સમજો સઘળા ફેરા સાચા. એક રાતને
    સહજ સરળ ભાવે ગવાતી અદ્ભુત પંક્તીઓ થી વ્યાકુળનો અંત આવે.

  4. કિશોર બારોટ said,

    January 22, 2022 @ 1:49 PM

    મારા અતિ પ્રિય કવિનું વધુ એક સુંદર ગીત મળ્યું તેનો આનંદ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment