વાયુમાં વિશ્વાસનું કારણ હતું;
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ – અંકિત ત્રિવેદી

image
(ખાસ લયસ્તરો માટે અંકિત ત્રિવેદીની એક અક્ષુણ્ણ ગઝલ એમના પોતાના હસ્તાક્ષરમાં)

*

દોસ્ત, તું સંભાળજે આવી હવાથી
ખૂબ ગમશે એને તારા ઊડવાથી.

સાથે રહેવાનું ને શું ઝઘડ્યા કરો છો ?
લાગતું ખોટું નથી ને ઝાંઝવાથી !

હું રહું અહીંયા મને વાંધો નથી પણ,
થાક લાગે છે જવા ને આવવાથી.

ગીત જો ગાવું જ હો તો તારું ગાજે,
શું વળે છે માત્ર પડઘા પાડવાથી ?

ફેર ભીંતોની તિરાડોમાં પડે છે,
એક પડછાયાને માણસ ધારવાથી…

– અંકિત ત્રિવેદી

અં.ત્રિ.ની ખુમારીદાર ગઝલ… આપણો આવજ આપણો પોતીકો અવાજ જ હોવો ઘટે… પડઘાનો અવાજ કદી ધારી અસર છોડી શક્તો નથી… જમાનાની હવાથી સંભાળીને ચાલવા ચેતવતી વાત પણ એવી જ સરસ થઈ છે. અને આખરી શેર વળી ખૂબ ધીમેથી ખુલે છે….

20 Comments »

 1. mahesh dalal said,

  March 21, 2009 @ 8:32 am

  વાહ વાહ . સુન્દર રચના …

 2. Abhijeet Pandya said,

  March 21, 2009 @ 9:30 am

  સુંદર રચના.

 3. Sapana said,

  March 21, 2009 @ 9:47 am

  અંકિતભાઇ.,

  ઝગડાથી શું ફાયદો?જો જીંદગીભર સાથે જ રહેવાનુ હોય.

  મોન રાખીને જીવી જા,
  તુ આંસુને છુપાવી જા,
  સત્ય સામે આવશે જરુર
  આશા રાખીને જીવી જા.

  સપના

 4. અનામી said,

  March 21, 2009 @ 10:02 am

  ફેર ભીંતોની તિરાડોમાં પડે છે,
  એક પડછાયાને માણસ ધારવાથી…

  વાહ.

 5. pradip sheth said,

  March 21, 2009 @ 10:25 am

  સરસ …

 6. pragnaju said,

  March 21, 2009 @ 12:17 pm

  સાથે રહેવાનું ને શું ઝઘડ્યા કરો છો ?
  લાગતું ખોટું નથી ને ઝાંઝવાથી !

  હું રહું અહીંયા મને વાંધો નથી પણ,
  થાક લાગે છે જવા ને આવવાથી
  વાહ્
  યાદ આવી
  રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
  પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

  વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં,
  ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

 7. hemansu patel said,

  March 21, 2009 @ 5:48 pm

  બીજૉ અને ત્રીજો શેર ને શ્બ્દથી ખેંઆઈ ગયો. છંદ તુટે
  I JUST want to point at uneven meter due to shortage of syllables. it looks like poet has tried to maintained the rhythm by an obvious effort.
  as far as poetry is concern this isn’t any off beat creation.

 8. sudhir patel said,

  March 21, 2009 @ 10:08 pm

  સુંદર ગઝલ.
  મત્લા, ચોથો શે’ર અને મક્તા વધુ ગમ્યાં.
  સુધીર પટેલ.

 9. Taha Mansuri said,

  March 21, 2009 @ 10:16 pm

  સુંદર ગઝલ,
  અંકિત ત્રિવેદી એટલે અંકિત ત્રિવેદી.

 10. urvashi parekh said,

  March 21, 2009 @ 11:21 pm

  ૩ જિ કડિ સરસ છે.
  થાક લાગે છે આવવા જવાથી,,,

 11. Hemant said,

  March 22, 2009 @ 11:53 am

  મઝેદાર ગઝલ

 12. ડો.મહેશ રાવલ said,

  March 22, 2009 @ 1:17 pm

  વાહ અંકિતભાઈ!
  ટનાટન ગઝલ,
  આ પંક્તિ ખાસ ગમી……
  ફેર ભીંતોની તિરાડોમાં પડે છે,
  એક પડછાયાને માણસ ધારવાથી…

 13. Pinki said,

  March 22, 2009 @ 10:49 pm

  ફેર ભીંતોની તિરાડોમાં પડે છે,
  એક પડછાયાને માણસ ધારવાથી…

  ગીત જો ગાવું જ હો તો તારું ગાજે,
  શું વળે છે માત્ર પડઘા પાડવાથી ?

  ખૂબ મજાની વાત……!!

 14. વિવેક said,

  March 23, 2009 @ 12:32 am

  પ્રિય હેમાંશુભાઈ,

  ગઝલમાં છંદ બરાબર જ છે. ભરતીના શબ્દ વિશે કવિ પોતે જ કંઈ કહે એ ઉચિત ગણાય…

 15. preetam said,

  March 24, 2009 @ 12:14 pm

  પ્રિય હિમાશુ,
  ગઝલ મા છ્દ ખરે ખર બરાબર જ છે,………બાકી વાત આપણૅ ફોન પર કરી શુ….તુ તો અછાદશ નો માણસ છો, કારણ વગર આવી માથાજીકમા ન પડ્…પણ અભિપાય લખવાની તને પણ છુટ છે પણ લખ તો શાચુ લખ્……ફોન કર તો આજે નવ વાગ્યા બાદ કર જે…..આ ગુજરાતી લખવા મા બહુ જ મથા જીક લાગે છે……..

 16. hemansu patel said,

  March 25, 2009 @ 5:38 pm

  dear readers i am glad that i heard about my comments and a good advice from my body pritam.i believe this is a good platform to get in touch with lots of writers to day i welcome the whole world of gujarati poetry to stop by on my blog of A CHHANDAS and PROSE poetry i am going to lonch in near future.
  rest is all looks good every time i read gazal or geet i feel special for it is mostly written in first person. thank you all.

 17. rakesh kakkad said,

  March 27, 2009 @ 5:21 am

  વાહ્’

 18. ankit said,

  August 3, 2009 @ 10:11 pm

  વાહ સરસ

 19. rehana m said,

  December 10, 2010 @ 7:08 am

  જબરદસ

 20. shailesh pandya said,

  July 12, 2015 @ 8:40 am

  વાહ. ..એકદમ સરસ.
  ટહુંકા નો પગરવ,
  ભેદશે,
  બહેરાં કાન ને ક્યારેય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment