ઘાવ પણ એણે વધુ ઝીલવા પડે
જે હૃદય ખાસ્સું પહોળું હોય છે
નયન દેસાઈ

પ્રશ્ન – મંગેશ પાડગાંવકર

શિયાળાની ઠંડી ઉદાસ સાંજે
સૂર્ય પાણીમાં બૂડતો હોય ત્યારે
મેં જોઈ બાગના બાંકડા ઉપર
એકલી બેઠેલી બાઈ રડતી…

માણસો આટલા એકાકી કેમ રહે છે ?

– મંગેશ પાડગાંવકર

8 Comments »

 1. pragnaju said,

  March 12, 2009 @ 10:25 pm

  એકલી બેઠેલી બાઈ રડતી…
  માણસો આટલા એકાકી કેમ રહે છે ?
  ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.!
  આને કોઈને માટે પણ ફરિયાદ નથી.કોઈ પર આક્ષેપ નથી.
  જ્યાં આસક્તિ હોય ત્યાં આક્ષેપો થયા વગર રહે જ નહીં..
  કદાચ આવું હોય
  घर हमारा जो न रोते भी तो वीरां होता
  बह्‌र गर बह्‌र न होता तो बयाबां होता
  કે
  रोने से और `इश्‌क़ में बेबाक हो गए
  धोए गए हम इत्‌ने कि बस पाक हो गए

 2. વિવેક said,

  March 13, 2009 @ 1:21 am

  નાનું છતાં સચોટ અને સુંદર કાવ્ય…

  શિયાળો શબ્દ કવિતાનો મુખ્ય કાકુ છે. શિયાળો ઠંડક અને એ રીતે વિષાદનું ચિત્રણ કરે છે. સાંજનું ઢળવું વિષાદના રંગને ઓર ઘેરો બનાવે છે… આ સમય છે કોઈની હૂંફ બાથમાં ભરીને જીવવાનો… બાગ વળી પ્રતીક છે લોકોનાઅ ભેગા થવાની જગ્યાનો… પણ અહીં આ ચાર લીટીમાં જે જે વસ્તુઓ ભરેલી હોવી જોઈએ એ બધી જ ખાલી ખાલી છે… માણસના એકાકી હોવાની વેદના શબ્દે શબ્દે ઘૂંટાતી અનુભવાય છે… વાહ કવિ!

 3. RAMESH K. MEHTA said,

  March 13, 2009 @ 2:27 am

  કોઇની હુફ મેળવવા બાગમા બાથમા બાથ ભરીને બેસતા નહી
  જો બેસવુજ હોય તો ખીસામા પચાસની નોટ રાખજો
  પોલિસની નજર કડક બને તૅ પહેલા નહીતો
  સાજ પહેલા…………………………….

 4. preetam lakhlani said,

  March 13, 2009 @ 8:39 am

  મગેશ પાડગાવકર બહુ જ શકિતશારી કવિ છે, તેની કઈ કવિતા નબરી છે તે વિચાર વુ પણ અશકય છે……આપણુ આ કમ ભાગ્ય છે કે આપણી પાસે આ વો ઉત્તમ કવિ નથી……… ધવલ ભાઈ તમ ને અભિનદન સુન્દ્ર્ર કવિતા મુકવા માટૅ……..

 5. RJ MEET said,

  March 13, 2009 @ 12:31 pm

  માણસ પોતાના જીવનમા આમ તો એક્લો આવે છે અને એક્લો જ જીવતો હોય છે..અને જેટ્લો પ્રયત્ન કરે તો પન એના જીવનમા એકાકીપણુ સતત રહેતુ હોય છે..
  ઍક્લો હોય તો જ મસ્ત રહે છે
  માણસ કયા કદી બીજાને ખમે છે,
  પછી વ્યથા એક્લ રહેવાની સહે છે
  માણસ એક્લો હોય તો જ મસ્ત રહે છે.

 6. sapana said,

  March 13, 2009 @ 3:59 pm

  સુંદર ઉદાસ કાવ્ય.

  હું વીચારુ કયાંક એ બાઈ હું તો ન હતી ?

 7. urvashi parekh said,

  March 13, 2009 @ 9:05 pm

  એક્લા બેસી ને જ રડવુ સારુ હોય છે.કોઇ પ્રશ્ન પુછવા વાળુ હોતુ નથિ.
  નહી તો કેટલા પ્રશ્નો ઉભા થતા હોય છે.
  જવાબ હોવા છતા, આપી શકાતા નથી હોતા

 8. Sapana said,

  March 14, 2009 @ 9:25 am

  સરસ ઉદાસ કાવ્ય.

  ઉર્વશીબેન સાચી વાત છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment