દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !
શ્યામ સાધુ

ઝાકળ વચ્ચે – કુલદીપ કારિયા ‘સારસ’

રોજ સવારે તારું ગાવું કોયલ ટહુકે ઝાકળ વચ્ચે,
એક હૃદય ત્યાં એવું જાણે ફૂલો મહેકે ઝાકળ વચ્ચે.

એક હવાનું ઝોકું આવ્યું, સામે જોઈ તેં સ્મિત કર્યું, ને
ઝોકું પણ અવઢવમાં પડ્યું, અહીંયા રહું કે ઝાકળ વચ્ચે ?

મસ્તીમાં હું બેઠો હોઉં ને ત્યાં જ અચાનક કોઈ આવીને
સરનામું જો તારું પૂછે, હું કહી દઉં કે ઝાકળ વચ્ચે.

મેં કહ્યું કે પ્રેમ કરું છું ને પૂછ્યું તું પ્રેમ કરે છે ?
એણે પૂછ્યું, આનો ઉત્તર અહીંયા દઉં કે ઝાકળ વચ્ચે ?

ફૂલો, ડાળી, પર્ણો કહે છે તારા સ્પર્શમાં એવો જાદુ,
વસંતને પણ વસંત ફૂટે, તું જો અડકે ઝાકળ વચ્ચે.

કુલદીપ કારિયા ‘સારસ’

ગુલાબની મસૃણ પાંખડી પર રાતના છેલ્લા પહોરમાં જામતા ઝાકળબુંદ જેવી ભીની ભીની તરોતાજા ગઝલ રાજકોટના કવિ કુલદીપ કારિયા તરફથી… ઝાકળના દરબારમાં કોયલના ટહુકો એટલે ભીનાશમાં મીઠાશનું હળવાશથી ભળવું. ઠંડી હવાની એક લહેરખી પ્રિયતમાના વદન પર એક સ્મિતની લહેરખી બનીને લહેરાઈ ત્યારે હવાને પણ વિમાસણ થઈ જાય કે ક્યાં રહેવું વધારે સારું છે, આ સૌંદર્યસામ્રાજ્ઞી કને કે પછી ઝાકળ પાસે? વિરોધાભાસ ઇંગિત કરતા ‘કે’ના કાફિયા પાંચ શેરની આ ગઝલમાં સળંગ ત્રણ-ત્રણવાર વપરાયા હોવા છતાં ગઝલ પકડ ગુમાવતી નથી એ કવિની વિશેષતા છે.

16 Comments »

 1. kirankumar chauhan said,

  February 15, 2009 @ 1:53 am

  kuldeepbhai adbhoot gazal ! kya baat hai !

 2. pradip sheth said,

  February 15, 2009 @ 3:54 am

  kuldeep karya,

  very..very..fine, lovely and charming composation. I am belongs to BHAVNAGAR. We here ,meeting 35 to 40 KAVIs every wednesday at BUDHSABHA – SHISHUVIHAR, under kind blessing of SHREE TAKHTASINHJI PARMAR SAHEB [GURUJI ] . At any wednesday , if you are in BHAVNAGAR , pl. do come at BUDHSABHA- SHISHUVIHAR at 6.30 evening. It is our heartly invitation..

  once again …. very very fine gazal[cam]/geet[jyada]
  PRADEEP SHETH
  BHAVNAGAR

 3. pragnaju said,

  February 15, 2009 @ 4:38 am

  મેં કહ્યું કે પ્રેમ કરું છું ને પૂછ્યું તું પ્રેમ કરે છે ?
  એણે પૂછ્યું, આનો ઉત્તર અહીંયા દઉં કે ઝાકળ વચ્ચે ?

  ફૂલો, ડાળી, પર્ણો કહે છે તારા સ્પર્શમાં એવો જાદુ,
  વસંતને પણ વસંત ફૂટે, તું જો અડકે ઝાકળ વચ્ચે.
  વાહ્
  યાદ આવી
  વ્વિહવળતા જીરવી શકું એ બળ મને મળે,
  હા, સ્વસ્થ થઇ શકાય છે વિહવળ થયા પછી.

  વિસ્તાર પામશે તું સમેટાઇ જો શકે,
  તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.

  એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઇશ’,
  સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.

 4. Jay Naik - Surat said,

  February 15, 2009 @ 8:41 am

  wah bhau wah khubaj saras ghazal ane te pan badhathi alag padti ghazal. Abjnandan Kuldipbhai.

 5. 'ISHQ'PALANPURI said,

  February 15, 2009 @ 8:57 am

  સરસ રચના વાહ !વાહ! વાહ!
  -‘ઈશ્ક’પાલનપુરી

 6. urvashi parekh said,

  February 15, 2009 @ 8:32 pm

  સરસ અને નાજુક અને નમણી રચના,
  મન થાય કે આ રચના ને અહિં વાંચુ એના કરતા ઝાકળ વચ્ચે વાંચવા મળે તો કેવુ…
  સરસ અને એક્દમ અલગ અને સુન્દર રચના..
  લાગ્યુ કે,
  ઝાકળ ને સ્પર્શ કરિ આવી..

 7. ધવલ said,

  February 15, 2009 @ 10:10 pm

  શબ્દોની નાજુક ગોઠવણી… સરસ !

 8. Urmi said,

  February 15, 2009 @ 10:52 pm

  ઝાકળ જેવી જ નાજુક નમણી ને સુંદર ગઝલ…!

  મેં કહ્યું કે પ્રેમ કરું છું ને પૂછ્યું તું પ્રેમ કરે છે ?
  એણે પૂછ્યું, આનો ઉત્તર અહીંયા દઉં કે ઝાકળ વચ્ચે ?

  બધા જ શેર સ-રસ છે.. પણ આ તો અતિશય ગમી ગયો.

 9. Cyrus said,

  February 16, 2009 @ 11:30 am

  If I want to add some my poems, will it be possible for me?
  Pl. guide me.

  Cyrus Vandriwala.

 10. Pinki said,

  February 16, 2009 @ 1:38 pm

  વાહ્… !! કુલદીપભાઈ,
  ઝાકળ જેવી જ તરોતાજા ગઝલ …. !!

 11. kaushik said,

  February 19, 2009 @ 12:47 am

  good yar!!!!!!!!!!!!!!!!!!

  superb

 12. BHAVESHH GOHEL said,

  February 19, 2009 @ 1:13 am

  vahhhhhh kuldeep vahhhh.
  jo hu tane ek sayri kahu ne banaveli.
  HAQIQAT NA PU6 MERE FASANE KI
  TERE JATE HI BADAL GAYI NAZAR JAMANE KI
  LOG PU6TE HE ME KHUS KYU NAHI HU KYA KAHU MERI TO AADAT THI TERE SATH MUSKURANE KI…………………….

 13. GAURANG THAKER said,

  February 20, 2009 @ 8:19 am

  waah kya baat…..

 14. anil chavda said,

  February 24, 2009 @ 7:13 am

  kuldip Bahu Sari gazal lakhi che

 15. Pinki said,

  February 24, 2009 @ 11:50 pm

  વાહ્. કુલદીપભાઈ,
  ફરીથી વાંચી તેની નજાકતને ઓર મહેસૂસ કરી !!

 16. Ashish Daxini said,

  May 17, 2016 @ 5:10 pm

  બહુ જ સરસ રચના.
  સાચે જ ઝાંકળ નો અહેસાસ કરાવી દીધો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment