ક્યાં જઈ કરવી કહો ફરિયાદ પણ ?
માપસર વરસ્યો નહીં વરસાદ પણ.
ગિરીશ પરમાર ‘રઢુકિયા’

શું? – મુકેશ જોષી

પાછલા જનમની પ્રીત ભલે ફળતી એ… આવતા જનમમાં
પણ આ ભવનું શું?
પાછલા જન્મે હો ચોમાસાં, આવતા જન્મે છો દરિયા
પણ આ દવનું શું?

શ્રદ્ધાના ચોઘડિયે, ફૂલના શુકનમાં
દીવો કરીને જે કીધાં સ્તવન
ખાલીપો રોજ એના મંત્રો ઉચ્ચારે ને
એકલતાનો જ હજુ ચાલતો હવન
આચમની લઈને હું છોડું સંકલ્પ
પણ હાથમાં હોમવાના આ જવનું શું?

અમથુંય તરણું જો નાખો તો પાંગરે
એવું એ પોચી જમીન સમું મન
આ ભવમાં તરણુંયે ઊગતું નથી તો
કેમ માનવું કે ઊગશે આખો પવન
પાછલા ને આવતા ભવમાં તહેવાર પણ
ઝાંખા પડેલા આ ઉત્સવનું શું?

-મુકેશ જોષી

વિરહને શબ્દોના રૂપાળા વાઘા વધારે વસમો બનાવતા હોય છે…..પ્રિયજનનો પ્રતિસાદ નથી તે નથી, બાકી બધી વાતો મન મનાવવાની…..

1 Comment »

  1. pragnaju said,

    January 16, 2019 @ 7:21 AM

    સુંદર રચાના- મા તીર્થેશજીનું સ રસ રસદર્શન
    ઇન્દ્રિયોને બહુ પસાર્યા છતાં આકારની, ગોચરતાની તટરેખાને આંબી શકાતી નથી. આકારહીન નર્યા પ્રસારમાં મન અટવાતું ફરે છે. આ સ્થિતિ મનથી જીરવી શકાતી નથી. ‘ ઝાંખા પડેલા આ ઉત્સવ’ની વાતે એમનું હૃદય શતધા ફાટી જાય છે. આપણી વ્યક્તિતાની ચતુસ્સીમા વિરાટ પ્રસારનાં ઘોડાપૂર સામે ક્યાં સુધી ટકી શકે?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment