એક લીલી લાગણીને પામવા,
એક માણસ કેટલો ઘરડો પડે.
હરદ્વાર ગોસ્વામી

કેટલા વરસો – કુતુબ ‘આઝાદ’

નશીલી છે નજર તો પણ નજર એ કેટલા વરસો,
છે પોલાદી જિગર તો પણ જિગર એ કેટલા વરસો.

અમારું ઘર ગણી જે ઘર મહીં વસવાટ કીધો છે,
નહિ ખંડેર જેવું થાય ઘર એ કેટલા વરસો.

જીવનની પાત્રતાનો મિત્ર! તે શો અર્થ કર્યો છે,
સફર લાંબી કે ટૂંકી પણ સફર એ કેટલા વરસો.

રટે છે નામ ઈશ્વરનું કરે છે પાઠ ગીતાના,
રહે છે કિંતુ જીવનમાં અસર એ કેટલા વરસો.

મરણ શૈયા ઉપર જ્યારે હતા ત્યારે જ સમજાયું,
ખબર નહોતી રહ્યા તો બેખબર એ કેટલા વરસો.

કબર ‘આઝાદ’ આરસથી કે સોનાથી મઢાવો પણ,
ટકી રહેશે આ દુનિયામાં કબર એ કેટલા વરસો.

-કુતુબ ‘આઝાદ’

વિન્ટેજ વાઇન !

4 Comments »

 1. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  January 26, 2018 @ 5:06 am

  અતિ સુંદર ..

  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

 2. સુરેશ જાની said,

  January 26, 2018 @ 7:14 am

  કુદરતનો એક જ અફર અને સનાતન નિયમ છે –
  બધું, બધે, સદા બદલાતું જ રહે છે. જેને આપણે આપણી જાત માનતા આવ્યા છીએ, તે શરીર અને મન પણ હર ક્ષણ બદલાયા કરે છે.

 3. ketan yajnik said,

  January 26, 2018 @ 8:10 am

  સરસ્

 4. Rekha Sindhal said,

  January 26, 2018 @ 11:57 am

  Poams like this here are food for soul ! Thank you for taking time to share !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment