તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?
અંકિત ત્રિવેદી

(ઠાઠ વધતો જાય છે) – પારુલ ખખ્ખર

આખરી ક્ષણ છે, દીવાનો ઠાઠ વધતો જાય છે,
‘જીવવું છે’, ‘જીવવું છે’, જાપ વધતો જાય છે.

જીવ ચાંચૂડી ઘડાવીને થઈ જા સાબદો,
ઊડવું પડશે, દિશાનો દાબ વધતો જાય છે.

હણહણે છે પણ નથી છોડી શક્યો ઘોડારને,
એક ડગ ચાલ્યો નથી ને થાક વધતો જાય છે.

ઘાસ, પીછાં, ફોતરાં જેવો બધો સામાન છે,
તે છતાં યે પોટલાનો ભાર વધતો જાય છે.

કામળી કાં ઓઢ ‘પારુલ’, કાં સ્વીકારી લે હવે,
જે હતો ટપકું કદી એ ડાઘ વધતો જાય છે.

—પારુલ ખખ્ખર

વાહ! શું ગઝલ છે! મત્લા પર જ કુરબાન થઈ જવાય. બુઝાવાની ક્ષણે દીવો વધુ ભભૂકે એ આપણે સહુ જાણીએ છીએ પણ આ ઘટનાને જિજિવિષા સાથે સાંકળી લઈને કવયિત્રીએ કમાલ કરી છે. બધા જ શેર એટલા સહજ અને એટલા મર્મસભર છે કે વાંચતાવેંત જ આફરીન પોકારી જવાય…

9 Comments »

 1. Pravin Shah said,

  July 27, 2017 @ 4:01 am

  Wah wah…

 2. Shivani Shah said,

  July 27, 2017 @ 7:12 am

  શ્વાસ તો કંઈ ચડ્યો નથી
  અને ઘોડો હણહણ્યો નથી,
  પોટલું એ નું એ જ છે અને
  ડાઘ એ તો મનનો મેલ છે.
  ઝાસા ચિઠ્ઠી પ્રભૂના નામની
  ને ભક્તે ચાલ પારખી લીધી,
  પાડ પડદો તારા મંચપર તું,
  ને ‘દૂબારા’ની આશા મેલ તું!
  લયના સ્તરો પર ખેલ કરીને
  ત્યાં સંગીત બેસૂરુ ના છેડ તું !!

 3. Shivani Shah said,

  July 27, 2017 @ 7:19 am

  હ્રદય-દ્રાવક કાવ્ય ! આખરી ક્ષણોનું અદભૂત વર્ણન ! વાહ કવિ..

 4. La' Kant Thakkar said,

  July 27, 2017 @ 8:34 am

  “ઘાસ, પીછાં, ફોતરાં જેવો બધો સામાન છે,
  તે છતાં યે પોટલાનો ભાર વધતો જાય છે.”
  ‘ ભાર’ તો …. ખુદને નિજી અધૂરા જ્ઞાન ને કારણે જ લાગતો હોય છે ને ?
  …તો.. Shivani Shah કહે !7 , ” ડાઘ એ તો મનનો મેલ છે. //(,July 27, 2017)
  “…ઝાસા ચિઠ્ઠી પ્રભૂના નામની…..” અંતિમ સફરને જ ઈંગિત કરે છે ને ?

 5. sapana53 said,

  July 27, 2017 @ 12:00 pm

  વાહ પારુલ ખૂબ સરસ ગઝલ …આફરીન મત્લા બાજી મારી જાય છે

 6. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  July 27, 2017 @ 11:00 pm

  @ પારુલ ખખ્ખર : એક એકથી ચડિયાતા શેરની ધારદાર ગઝલ.
  જબરદસ્ત મત્લા અને મક્તા. મત્લા માં જિજીવિષાની વાત તો મક્તા માં કોઢ વિશેની વાત (મારી સમજણ મુજબ). જો ખોટી હોઈ તો સમજ આપવા વિનંતી.

  @ લયસ્તરો – આભાર.
  જય ભારત.
  —————
  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

 7. સુનીલ શાહ said,

  July 28, 2017 @ 8:00 am

  બધા જ શેર ખૂબ ગમ્યા…વાહ..

 8. Poonam said,

  July 29, 2017 @ 3:45 am

  ઘાસ, પીછાં, ફોતરાં જેવો બધો સામાન છે,
  તે છતાં યે પોટલાનો ભાર વધતો જાય છે..
  – પારુલ ખખ્ખર – My Fvrt..

 9. Parul Khakhar said,

  August 12, 2017 @ 12:48 pm

  આભાર મિત્રો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment