નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું.
ઉર્વીશ વસાવડા

યાદગાર મુક્તકો : ૦૩ : ચિનુ મોદી ‘ઈર્શાદ’, સૈફ પાલનપુરી

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

*

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે

– સૈફ પાલનપુરી

ચિનુ મોદીનું મુક્તક વ્યંજનાની ચરમસીમાએ છે તો સૈફ પાલનપુરીનું મુક્તક વિરોધાભાસની ચરમસીમા ઈંગિત કરે છે. બંને આપણી ભાષાના યાદગાર મુક્તકો… પ્રસંગોપાત મમળાવતા-સંભળાવતા રહેવું પડે એવા..

6 Comments »

 1. Devang Naik said,

  December 8, 2016 @ 2:28 am

  Wah

 2. Rakesh Thakkar, Vapi said,

  December 8, 2016 @ 3:10 am

  સુંદર મુક્તકો.

 3. KETAN YAJNIK said,

  December 8, 2016 @ 5:20 am

  ઈર્શાદ ઈર્શાદ

 4. KETAN YAJNIK said,

  December 9, 2016 @ 11:36 am

  17માં વર્ષે પહેલો મુશાયરો સૈફ સાહેબ નું સંચાલન, શૂન્ય સાહેબ,જલન માત્રી સાહેબ, સાહેબ,વેણીભાઈ ઘાયલ સાહેબ , બેફામસાહેબ અને મરીઝસાહેબ સાથે બીજા કેટલાક હતા “શું ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા ” ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.” ” સંજોગોના પાલવમાં છે બધું ” હજુ કેફ ઉતર્યો નથી ને તમેઅભી જલત હુએ ખ્વાબોકા ધુઆ બાકી હૈ ને બુઝે હુએ અંગારો કો ટટોલ રહે હો ફરી ફરી ટટોળયા કરું છું એનું એજ,એમજ

 5. Devika Dhruva said,

  December 9, 2016 @ 1:32 pm

  ખૂબ સુંદર અને યાદગાર મુક્તકો.

 6. Vineshchandra Chhotai said,

  December 13, 2016 @ 9:09 am

  Jovan no khajano

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment