પથ્થરો બોલે તો બોલાવી જુઓ,
શક્યતાના દ્વાર ખખડાવી જુઓ.
શ્યામ સાધુ

શબ્દો – ચિનુ મોદી

કદી રાંક છે તો કદી રાય શબ્દો,
કદી બાંધતા, ક્યાંક બંધાય શબ્દો.

કદી આંસુઓનું લઈ રૂપ આવે
કદી પુષ્પ પેઠે પરોવાય શબ્દો.

કદી ઓઠ પર આવી પાછા વળે છે,
ઘણીવાર બ્હૌ બોલકા થાય શબ્દો.

હતો મૌનનો એક દરિયો છલોછલ,
કિનારે રહીને તરી જાય શબ્દો.

વીતેલો સમય એટલે શૂન્યઘરમાં
શમી જાય, ક્યારેક પડઘાય શબ્દો.

– ચિનુ મોદી

સાદ્યંત આસ્વાદ્ય મનનીય ગઝલ…

5 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    November 17, 2016 @ 3:58 AM

    Nice
    કદી ઓઠ પર આવી પાછા વળે છે,
    ઘણીવાર બ્હૌ બોલકા થાય શબ્દો.

  2. KETAN YAJNIK said,

    November 17, 2016 @ 5:15 AM

    saras manbhaavti gazal

  3. Pravin Shah said,

    November 17, 2016 @ 6:53 AM

    Khub gamyu.

    Vakhan na ochha pade chhe shabdo !

  4. Neha said,

    November 17, 2016 @ 8:12 PM

    Saras gazal
    matla ane makta lajvab !!

  5. La' Kant Thakkar said,

    November 18, 2016 @ 6:05 AM

    આનંદ. અભિનંદન રચનાકારને અને પેશગી કરનારને …
    અર્થીલા મર્મસભર શબ્દોનું નવું ફલક, આયામ
    શબ્દો આલા ….શબ્દો પોચા …
    લીસ્સા ….નરમ-ગરમ …કદીક હુંફાળા …
    કાંટા-તીર જેવા ઘાતક આકરા અકારા ,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment