ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ – ભાવિન ગોપાણી

આમ તો હું શબ્દમાં પણ સાંપડું;
તું મને શોધે નહી તો ના જડું.

એટલો પાસે ગયો કે થઈ ગયું,
દાઝવું નક્કી, અડું કે ના અડું.

જે થયું તે પ્રેમ મારો માનજે,
આમ નહિતર તારી સાથે બાખડું ?

હું ઉદાસીના કૂવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.

કત્લ કરવા તું મને આવ્યો છું તો,
કરગરું કે પીઠ તારી થાબડું ?

આયનામાં તું તને દેખે અને,
થાય એવું હું તને વચમાં નડું.

મન-મગજ વચ્ચે ફરી ઝઘડો થયો,
છોડ, એમાં હું નહીં વચ્ચે પડું.

– ભાવિન ગોપાણી

આખી ગઝલ સરાહનીય પણ ઉદાસીના કૂવામાંથી બહાર આવવા મિત્રની હાજરીના દોરડાની આવશ્યક્તા ઉજાગર કરતો શેર તો ઉત્તમ. એ જ રીતે આયનામાં પ્રિયજન પોતાની જાતને જોવાની કોશિશ કરે અને પોતાના બદલે પ્રિયતમના દિદાર થાય એ કલ્પન પણ દાદ માંગી લે એવું.

7 Comments »

 1. Rakesh Thakkar, Vapi said,

  November 3, 2016 @ 3:23 am

  very nice
  મન-મગજ વચ્ચે ફરી ઝઘડો થયો,
  છોડ, એમાં હું નહીં વચ્ચે પડું.

 2. La' Kant Thakkar said,

  November 3, 2016 @ 7:13 am

  प्रियजननी छबी तो गमे त्यां,गमे त्यारे …… उपसी जाय !
  “આયનામાં તું તને દેખે અને,
  થાય એવું હું તને વચમાં નડું.”

  “આયનામાં પ્રિયજન પોતાની જાતને જોવાની કોશિશ કરે અને પોતાના બદલે પ્રિયતમના દિદાર થાય એ કલ્પન પણ દાદ માંગી લે એવું. ”
  यथार्थ … वात आने विविकजीनी पंक्तियो ‘अनंतनी चाह ….. लाखे ..छे ..सरस
  “હું સમયની પાર વિસ્તરતો રહું,
  તું અનાગત થઈ મને મળતી રહે.”

 3. SARYU PARIKH said,

  November 3, 2016 @ 9:18 am

  વાહ!
  આયનામાં તું તને દેખે અને,
  થાય એવું હું તને વચમાં નડું…વિશેષ ગમી.
  સરયૂ પરીખ

 4. Neha said,

  November 3, 2016 @ 9:38 am

  Aayana ma tu… ye baat !!

  Waah kavi
  aabhar laystaro

 5. Jigna shah said,

  November 3, 2016 @ 12:59 pm

  Khub saras gazal.
  Anokha radiff sathe majani gazal

 6. lata hirani said,

  November 3, 2016 @ 2:30 pm

  ઓછા શબ્દોમાં સચોટ રચના !

 7. poonam said,

  November 4, 2016 @ 4:36 am

  નાખ તારી હાજરીનું દોરડું…. Mast

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment