ખાઈ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.
મુકુલ ચોક્સી

ગઝલ – રાજુલ ભાનુશાલી

કેટલી ખખડી ગઈ છે ભારથી,
છત ઊભી છે ભીંતના આધારથી!

પ્રણ અધૂરા લઈને આખર ક્યાં જવું ?
જળ કદી બંધાય ના આકારથી.

વેદનાને જો વલૂરી સાંજના,
રાત આખી તરફડી ચિત્કારથી !

સાવ હળવું લાગવા માંડ્યું છે દુઃખ,
કાખમાં તેડી લીધું છે જ્યારથી.

હાથમાં ગાંડીવ ઝાલ્યું એ પછી,
છોછ કૈ પોસાય ના ટંકારથી !

જાતમાંથી જાતને બાતલ કરો,
‘ઓમ’ને ભેદાય ના એંકારથી.

આમ કુંઠાઈને ‘રાજુલ’ શું વળે?
ઘાટ ચડવા દે નવા વિસ્તારથી !

– રાજુલ ભાનુશાલી

ફેસબુકના રસ્તે ચાલીને વળી એક આશાસ્પદ કવયિત્રી સાથે મુલાકાત થઈ. દુઃખ સાથે કામ પાડવાની ટેકનિકવાળો શેર હાંસિલે-ગઝલ છે. એ સિવાયના બધા શેર પણ ખાસ્સા સંતર્પક થયા છે.

12 Comments »

 1. Rajul said,

  September 23, 2016 @ 4:08 am

  આભાર વિવેકભાઈ, લયસ્તરો.

 2. NAREN said,

  September 23, 2016 @ 4:25 am

  khub sundar rachnaa

 3. Rakesh Thakkar, Vapi said,

  September 23, 2016 @ 5:11 am

  બહોત ખૂબ!
  હાથમાં ગાંડીવ ઝાલ્યું એ પછી,
  છોછ કૈ પોસાય ના ટંકારથી !

 4. Divyakant Pandya said,

  September 23, 2016 @ 5:12 am

  Superb

 5. rinal patel said,

  September 23, 2016 @ 5:39 am

  Waahhh

 6. નિનાદ અધ્યારુ said,

  September 23, 2016 @ 6:04 am

  વેદનાને જો વલૂરી સાંજના,
  રાત આખી તરફડી ચિત્કારથી !

  ઉત્તમ !

 7. Ketan Yajnik said,

  September 23, 2016 @ 6:24 am

  fine

 8. tia joshi said,

  September 24, 2016 @ 10:06 am

  સાવ હળવું લાગવા માંડ્યું છે દુઃખ,
  કાખમાં તેડી લીધું છે જ્યારથી.

  વાહ વાહ ! સુંદર લખ્યુ છે

 9. La' Kant Thakkar said,

  September 25, 2016 @ 10:16 am

  જે સુખ-દુખ …બંને ફિલીન્ગ્સને ‘સમ’માં રહી જુએ છે ,
  સ્વીકારે છે ,તે વધુ આનન્દિત,પ્રફૂલ્લિત,પ્રસન્ન-ચિત રહી શકે.

 10. varij luhar said,

  September 26, 2016 @ 4:17 am

  खुब सरस रचना।।

 11. lata hirani said,

  September 26, 2016 @ 7:19 am

  સરસ રચના.

 12. લયસ્તરો પર મારી ગઝલ.. | શબ્દસ્થ said,

  November 5, 2016 @ 9:17 am

  […] ગઝલ – રાજુલ ભાનુશાલી […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment