ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.
મુકુલ ચોક્સી

વેશ્યાનું સ્વપ્ન ગીત – વંચિત કુકમાવાલા

ખુલ્લી છાતીમાં ઝીલ્યા લાખ લાખ દરિયા
છતાં આછેરી ના હું ભીંજાણી;
ઊના ઉજાગરા ને રાતાં તોફાન
મારા આયખાનું હીર ગયાં તાણી…
હું તો અંધારા ઓરડે ખોવાણી…

મીંઢળિયા હાથ રોજ સપને આવીને
મારી છંછેડે સૂતેલી લાગણી !
અધરાતે ઊઠીને પગની પાનીએ હવે
મહેંદી મૂકવાની કરે માગણી !
રૂમઝૂમતાં-રૂમઝૂમતાં શેરી વચ્ચેથી
મારે ભરવાં’તાં કોઈનાં પાણી…
હું તો અંધારા ઓરડે ખોવાણી…

સોડાની બોટલની ગોલીની જેમ
અમે ભીના થવાનો અર્થ જાણીએ;
દૂર ક્યાંક વાગતી શરણાયું સાંભળીને
સાવ રે અજાણ્યું સુખ માણીએ !
આખું આ શહેર મારા ટેરવાથી નાચે
મેં ટેરવાની ભાષા ન જાણી…
હું તો અંધારા ઓરડે ખોવાણી…

– વંચિત કુકમાવાલા

ગીત વેશ્યાના સ્વપ્નનું પણ કુમાશ કેવી ! લખોટીને દબાવવાથી ખુલતી સોડાબોટલમાં ગોળી આખી ભીની ભલે થાય પણ એ ભીનાશ એની કાચની કાયાને સ્પર્શી શકતી નથી કે નથી અંદર ઊતરી શકતી. કોઈના લગ્નની શરણાઈમાં પોતાના ન થયેલા લગ્નનું અજાણ્યું સુખ માણવાની વાત વેશ્યામાં રહેલી સ્ત્રીને સુપેરે ઉજાગર કરે છે. જેના સ્પર્શ પર આખું શહેર નાચે છે એ વેશ્યાના જીવનમાં પ્રેમ કે સ્પર્શ ક્યાં હોવાનો?

16 Comments »

 1. narendrasinh said,

  September 15, 2016 @ 3:59 am

  લાજવાબ ખુબ સુંદર રચના

 2. Pravin Shah said,

  September 15, 2016 @ 5:25 am

  Khub saras.

 3. H V Shah said,

  September 15, 2016 @ 5:40 am

  good poem – philosophy of a working woman by selling

 4. નિનાદ અધ્યારુ said,

  September 15, 2016 @ 8:16 am

  આખું આ શહેર મારા ટેરવાથી નાચે
  મેં ટેરવાની ભાષા ન જાણી…

  વાહ …!

 5. Dhaval said,

  September 15, 2016 @ 8:49 am

  આખું આ શહેર મારા ટેરવાથી નાચે
  મેં ટેરવાની ભાષા ન જાણી…
  હું તો અંધારા ઓરડે ખોવાણી…

  Saras !

 6. Siddharth j Tripathi said,

  September 15, 2016 @ 9:09 am

  Atyant Hradaysparshi Rachana

 7. Yogesh Shukla said,

  September 15, 2016 @ 9:48 am

  બહુજ સુંદર રચના ,
  આપવીતી નું સુંદર વર્ણન ,

 8. કિશોર પંચમતિયા said,

  September 15, 2016 @ 10:04 am

  ખુબ સરસ રીતે વેશ્યાની મનોભાવના રજુ કરી છે અને આ તોજથથઇ શકે જો તમે એના હ્દયમાં ઝાકી શકો વંચિતભાઇએ આ કામ સુપેરે નિભાવ્યું છે તે ધન્યવાદને પાત્ર છે

 9. Saryu Parikh said,

  September 15, 2016 @ 11:00 am

  વાહ! ખુબ સરસ રચના.
  સરયૂ પરીખ

 10. મનસુખલાલ ગાંધી said,

  September 16, 2016 @ 12:16 am

  “દૂર ક્યાંક વાગતી શરણાયું સાંભળીને
  સાવ રે અજાણ્યું સુખ માણીએ…..”
  ” આપવીતીનું સુંદર વર્ણન…… પણ,આ પણ કમનસીબીજ કહેવાય..

 11. La Kant Thakkar said,

  September 16, 2016 @ 10:53 am

  વંચિત કુકમાવાલા…કચ્છના કવિ … જુદાજ પ્રકાર ની બાની
  યાદ આવી જાય છે તેમની વ્યક્તિગત મુલાકાત …સાદા …સરળ
  જાણીતા કવિશ્રી રમણીક સોમેશ્વરના ઘરે ,બેઉ કચ્છમાં પીવાતી
  લખોટીવાળી બોટલ ની સાદી સોદા જેવા …. પ્રતીક પણ એવુંજ …
  ભીંજાઈને લથબથ ન થાય તેવી ‘ગોલી’….. હંગામી પ્રેમનો આભાસ
  ઝીલનારી વેશ્યાના સ્વપ્નનું પ્રામાણિક બયાન સોંસરવું ઉતારી જાય તેવું ….

  “…સોડાની બોટલની ગોલીની જેમ
  અમે ભીના થવાનો અર્થ જાણીએ;”

 12. Kishore Patel - Shabdsetu said,

  September 16, 2016 @ 3:08 pm

  હૃદય ચીરીને ઊંડે ઊતરી જાય એવી રચના!

 13. Vanchit Kukmawala said,

  September 17, 2016 @ 2:26 am

  ગીત ને જીવતું કરીસ આપ્યું
  આભાર વિવેકભાઈ

 14. વિવેક said,

  September 17, 2016 @ 2:35 am

  @ વંચિતભાઈ:

  વેબસાઇટની મુલાકાત બદલ અને સહૃદય પ્રતિભાવ બદલ આભાર…

 15. Kaushik patelq said,

  September 18, 2016 @ 4:21 am

  Superb. … kharekhar sundar abhivyakti. …

 16. binitapurohit said,

  September 18, 2016 @ 6:56 am

  લાજવાબ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment