એનો વાંધો કોઈને નહોતો કદી કે
એક સરોવર ઓઢીને તું નીકળે છે,
પણ ખભે ઊંચકીને રણ જે જાય, તેને
કેમ જાણીજોઈને સામે મળે છે?
મુકુલ ચોકસી

મને છોકરીઓ ના રે સમજાતી – તુષાર શુક્લ

આઘો જઉં તો છોરી ઓરી રે આવતી
ને ઓરો જઉં તો જાય આઘી
મને છોકરીઓ ના રે સમજાતી –

પૂછું તો લજ્જાથી લાલ થાય ગાલ
ને ના પૂછું તો ગુસ્સાથી રાતી
મને છોકરીઓ ના રે સમજાતી –

મળવા આવે છે રોજ મોડી
ને કહેતી કે અરીસાએ રાખી’તી રોકી
‘દુપટ્ટો ભૂલીને દોડી ક્યાં જાય’
એવું કહી દીધું હળવેથી ટોકી

આયના સંગાથે વાતો કરે ને
મારી સામે એ મૂંગા મલકાતી
મને છોકરીઓ ના રે સમજાતી –

હળવા મથો ને થોડું ભળવા મથો
જો તમે કળવા મથો તો પડો ખોટા
હૈયામાં રહેનારી છોકરીના રાખવાના
હોય નહીં પાકીટમાં ફોટા –

ડૉલરનો દરવાજો હળવે હડસેલીને
દલડામાં આવી સમાતી
મને છોકરીઓ ના રે સમજાતી –

– તુષાર શુક્લ

સાલ્લું તદ્દન સાચી વાત !!!!!!

9 Comments »

 1. નિનાદ અધ્યારુ said,

  July 18, 2016 @ 3:49 am

  હૈયામાં રહેનારી છોકરીના રાખવાના
  હોય નહીં પાકીટમાં ફોટા

  સુñદર ..!!

 2. Rajnikant Vyas said,

  July 18, 2016 @ 3:56 am

  Allad ane mastikhor geet!

 3. Ramesh B Shah said,

  July 18, 2016 @ 4:17 am

  આજકાલ ‘ મોડર્ન ‘ના ચાળે ભેળસેળિયા કવિતામાં તષારભાઈએ વહેલી સવારના ઑસ જેવી કવિતા, ઑસ જેવી છોડીને પંક્તિએ પંક્તિએ અર્થસભર શબ્દોથી નવાજીને દલડામાં ગોઠવી દીધી ! પાકિટમાં ફોટું રાખનારાઓને તો ડીંગો દેખાડી દીધો !

 4. pratap said,

  July 18, 2016 @ 4:58 am

  THis translation is an insult to the poet.
  Is this an auto digital translation or by a human being?
  Either way the result is very bad.

 5. Harshad V. Shah said,

  July 18, 2016 @ 5:32 am

  Very good poem.
  Most appropriate.
  Philosophy of young generation

 6. Rakesh Thakkar, Vapi said,

  July 18, 2016 @ 8:33 am

  સરસ રચના
  મને છોકરીઓ ના રે સમજાતી –

 7. KETAN YAJNIK said,

  July 18, 2016 @ 9:14 am

  આ ” કવિતા ‘ ને રવાડે ચડ્યા પછીયે

 8. Yogesh Shukla said,

  July 18, 2016 @ 2:47 pm

  થોડી હળવી તોફાની રચના ,
  મને છોકરીઓ ન સમજાતી ,……
  પણ ,….વાચકોને સમજાઈ ગઈ છોરી પર ની રચના ,,,,,,

 9. suresh shah said,

  July 20, 2016 @ 1:18 am

  very nice enjoyed. keep it up.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment