એ જ સારું કે મને જોયા કરો;
સ્મિત ક૨શો તો ઘણાંને ખૂંચશે!
‘અગન’ રાજ્યગુરુ

હવે આંખોનું નામ નહીં આંખો – રમેશ પારેખ

સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો

આંખો તો મોગરાની ડાળીનું નામ
એને શમણું જોયાનું ફૂલ ઝૂલે
રુંવેરુંવામાં પડે મ્હેકતી સવાર
જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે

હાથમાંથી સરકીને વહી જાતાં ભાનસાન, વીંઝે રે દૂર દૂર પાંખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો

દીધું ન જાય કોઇ પંખીનું નામ
એવી હોઠોમાં ઉપડતી ગહેક
જાણે બધું નજરાઇ જાતું ન હોય
એમ – જેને જોઉં તે મ્હેક મ્હેક !

એટલું ય ઓછું ન હોય એમ ફળિયામાં, આંબાની લૂમઝૂમ સાખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો

– રમેશ પારેખ

કોઈ જ અર્થ કાઢવાની ઝંઝટ વગર માત્ર ગણગણાવીને મનભરીને માણવા જેવું મધુરું ગીત…..

5 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    July 4, 2016 @ 2:33 AM

    આંખો તો મોગરાની ડાળીનું નામ
    એને શમણું જોયાનું ફૂલ ઝૂલે
    રુંવેરુંવામાં પડે મ્હેકતી સવાર
    જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે

    વાહ ર.પા. ..!

  2. વિવેક said,

    July 4, 2016 @ 3:22 AM

    કેવું મજાનું ગીત ! બસ, ગણગણતા જ રહીએ….

  3. Rakesh Thakkar, Vapi said,

    July 4, 2016 @ 4:22 AM

    સહજ ગીત
    દીધું ન જાય કોઇ પંખીનું નામ
    એવી હોઠોમાં ઉપડતી ગહેક
    જાણે બધું નજરાઇ જાતું ન હોય
    એમ – જેને જોઉં તે મ્હેક મ્હેક !

  4. KETAN YAJNIK said,

    July 4, 2016 @ 6:03 AM

    હજુ કાલે mail પર પ્રિયકાંતભાઈ ને રમતા મુક્યા

    તારો ને મારો સખી ! સંબંધ કેમ કરી કાપીએ?
    આપણી વચ્ચે અલી! એલચી સુગંધની આપલે !”
    અને આજે રમેશભાઈ મહેક્યા

    એમ – જેને જોઉં તે મ્હેક મ્હેક !
    આભાર તમારો સહુનો સમય સુધારી દીધો

  5. Hasmukh Rathod said,

    July 4, 2016 @ 7:27 AM

    ગણગણતા જ મનમાં ઝણઝનાટ પ્રસરાવે તેવું મધુરું ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment