એક તો શોધો જગતના બાગમાં એવી વસંત,
ફૂલ ખીલ્યાં જે મહીં ક્યારેય કરમાતાં નથી.
ગોવિંદ ગઢવી

દોડ ને! – હિમલ પંડ્યા ‘પાર્થ’

કોણ તારું, કોણ મારું, છોડ ને!
એકલા છે દોડવાનું, દોડ ને!

જ્યાં ટકોરા મારવાનું વ્યર્થ છે,
કામ લે હિમ્મતથી, તાળું તોડ ને!

રોજ જે ચહેરો સતત જોવો ગમે,
આઈના પર એ જ ચહેરો ચોડ ને!

કેટલા ભેગા થયેલાં છે સ્મરણ?
તું સમયનો સહેજ ગલ્લો ફોડ ને!

લે, હવે વધસ્તંભ પર આવી ઊભા!
હોય ખીલ્લા એટલા તું ખોડ ને!

ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે,
તું હૃદય સાથે હૃદયને જોડ ને!

– હિમલ પંડ્યા ‘પાર્થ’

સાવ અનૂઠો કાફિયો પણ જુઓ તો, કેવી સહજતાથી અને બખૂબી નિભાવ્યો છે કવિએ ! અને સાથે એકાક્ષરી રદીફ “ને” મૂકીને કવિએ આખી રચનાનો સંદર્ભ જ સફળતાપૂર્વક બદલી નાંખ્યો છે. આવી કૃતિ માણવા મળે ત્યારે કળા સાથે કસબનો સાચો મહિમા સમજાય…

9 Comments »

 1. નિનાદ અધ્યારુ said,

  July 1, 2016 @ 4:26 am

  રોજ જે ચહેરો સતત જોવો ગમે,
  આઈના પર એ જ ચહેરો ચોડ ને!

  કેટલા ભેગા થયેલાં છે સ્મરણ?
  તું સમયનો સહેજ ગલ્લો ફોડ ને!

  ક્યા બાત !

 2. Yogesh Shukla said,

  July 1, 2016 @ 9:01 am

  ખુબજ સુંદર રચના ,,
  એક એક શેર દમદાર , કયો લઉં અને કયો મુકું ,
  કવિ શ્રી ને સલામ,….

 3. Devika Dhruva said,

  July 1, 2016 @ 4:14 pm

  વાહ્…મસ્તાની ગઝલ. મત્લા એકદમ સચોટ

 4. સુનીલ શાહ said,

  July 1, 2016 @ 11:55 pm

  વાહ…ખૂબ સુંદર. સવાર સુધરી ગઈ. કવિને અભિનંદન.

 5. CHENAM SHUKLA said,

  July 2, 2016 @ 1:15 am

  વાહ ..કામ લે હિમ્મતથી, તાળું તોડ ને

 6. jadav nareshbhai said,

  July 2, 2016 @ 5:11 am

  :-ગઝલ :-
  ૧. (ગાલગાગા – ગાલગા) – રમલ છંદ
  તું જ મારો ……
  “ તું જ મારો સાથ છે ;
  આ જ જોને ખાસ છે:
  હોય જો તું દૂર તો ;
  ક્યાં ય કોઈ પાસ છે:
  મુજથી કા દૂર છે:
  તું જ મારો શ્વાસ છે ;
  દિલમાં તું હોય તો :
  મુજ ને જો આશ છે ;
  હોય જો તું પાસ તો ;
  દિલમાં જો ખાસ છે : “
  “ કવિ “ જાન” – જાદવ નરેશ
  મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪

  ૨. દેખ તારા … (ગઝલ) – (મનહર છંદ)

  દેખ તારા બોલવામાં જોને કેવી મીઠાશ છે ;
  બસ આમ દિલમાં ય મને ખુબ હાશ છે :
  આમ તું બોલેને જાણે શબ્દોના ફુલ વરસે;
  દિલમાં મારા શબ્દોના ફુલોની સુવાસ છે :
  તું કહી દેને કે હું ય બસ એક તારી જ છું ;
  જો ને મારા દિલમાં કેટલી હળવાસ છે:
  ક્યારેક ક્યારેક ભલે તારાથી દૂર થવાય ;
  પણ મારા હૈયાનો તું એક સહવાસ છે :
  કોઈના ય પર ભરોસો નથી કરવો હવે;
  બસ એક તું મારા પ્રેમની સાચી આશ છે:

 7. Chintan said,

  July 5, 2016 @ 8:22 am

  કેટલા ભેગા થયેલાં છે સ્મરણ?
  તું સમયનો સહેજ ગલ્લો ફોડ ને!

  વાહ શું વાત છે. અદભુત!

 8. Rakesh Thakkar, Vapi said,

  July 11, 2016 @ 5:50 am

  બહોત ખૂબ કવિ !
  રોજ જે ચહેરો સતત જોવો ગમે,
  આઈના પર એ જ ચહેરો ચોડ ને!

 9. RAKESH said,

  July 14, 2016 @ 8:34 am

  Nice one!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment