લાગણીની વાત પૂરી ના થઈ,
એટલે મેં સ્હેજ વિસ્તારી ગઝલ.
મનહરલાલ ચોક્સી

લાવી છું – દેવિકા ધ્રુવ

સોનેરી એક સાંજની આ વાત લાવી છું.
તારા મઢેલી રાતનું આકાશ લાવી છું.

સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.

હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.

પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.

ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.

મન છે, નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું…

– દેવિકા ધ્રુવ

ભાષા અને ભાવની શક્તિનો ભરપૂર અનુભવ કરાવતી આ ગઝલમાં અર્થગાંભીર્યની ગેરહાજરી સહેજે કઠતી નથી. આ ગઝલનું કલેવર જ નોખું છે….મૃદુતા અને મીઠાશથી છલોછલ….

8 Comments »

 1. La Kant Thakkar said,

  March 20, 2016 @ 4:12 am

  “હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
  ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.”
  સરસ ….” લીલું પાન ” ગતિમાન ભીનાશ નું પ્રતીક ,
  સહારાના રણની સુક્કી હવામાં ” જળ ની ઝંખના” જેવી તરસ ,
  અને બે ઘૂંટડા પાણી કંઠ ભીંજવવા મળે તો ?…, .જેવું ‘કંઈક’ મનભર

 2. La Kant Thakkar said,

  March 20, 2016 @ 4:23 am

  “જે દિવસે સૂકકા રણ માં તરવું શક્ય બનશે,
  ત્યારે માછલીઓ બધી પાંખો પહેરી ઊડશે!
  રંગીન પતંગિયાઓની જેમ ઊડાઊડ કરશે!
  પછી તો આ રણ પણ નહીં રહે વાંઝણું,ફળશે.
  બધ્ધેય ફક્ત મેઘધનુના સપ્ત રંગો ચમક્શે,
  અનંત શક્યતાઓના સાગર બેફામ ઊછળશે!
  રંગો,સુગન્ધો અને ઉમંગોની રેલમછેલ હશે ,
  દોમદોમ સાહ્યબીની ચારેકોર રેલમછેલ હશે!”…જેવી ફેન્ટસી સભર પ્રતીકો-કલ્પનો=ભાવ સામગ્રી લઈને આવેલી આ કૃતિ …. આજ કાલ નાં કલિયુગમાં, હકીકતે કોણ શક્ય બનાવે છે ?
  ****
  વધુમાં ,” વિવેક મનહર ટેલર” ની પંક્તિઓ ….પ્રેરી ગઈ
  “આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,/ બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.”

  ” જોવું,વાંચવું,સાંભળવું ને, લખવું શબ્દોની સફર ,
  કુદરતે દીધી જે ઇન્દ્રિયો,માણવી શબ્દોની સફર.”
  “કોઈ આપણા માટે રસ્તો કરે?કરી શકે?થાય સફર?,
  ચાલવાને ચરણ તો ખુદનાજ જોઈએ,થાય સફર!”
  ***
  ‘કવિતા’ છે સંજીવની-તત્વ,હું એનો થઈ ગયો,
  સહેજ એનો સ્પર્શ થયો,ખુશી-તરંગ થઈ ગયો,
  એમ વિસ્તરીને હું તો ફૂલ-સુગંધ થઈ ગયો,
  અને પછી વાતાવરણ સાવ નિર્બંધ થઈ ગયો.
  લહેર લાલ લોહીની નસનસ અનંત થઈ ગયો!
  ઠર્યો ભીતરમાં તો,સરલ જલ-તરંગ થઈ ગયો.
  શ્વેતલતા,શીતલતા ફોરાંની અનંત થઈ ગયો.
  ક્ષણોની હરફર સંવારી, હું તો ઉમંગ થઈ ગયો-
  સદા સળગતી શ્વાસોની સતત આગ છે “કંઇક”,
  સદા ઝળહળ સૂરજની એમ અનંત થઈ ગયો

 3. Jigar said,

  March 20, 2016 @ 8:41 am

  વાહ, વાહ, વાહ
  ખુબ મીઠુ લખાણ !

 4. sapana said,

  March 20, 2016 @ 11:01 am

  ખૂબ સરસ ગઝલ..

 5. Saryu Parikh said,

  March 20, 2016 @ 11:44 am

  Bahu saras. Wah!
  Saryu

 6. શૈલા મુન્શા said,

  March 21, 2016 @ 2:35 pm

  “ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
  સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.

  મન છે, નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
  પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું”
  ભાવ સભર પંક્તિ.

 7. વિવેક said,

  March 24, 2016 @ 9:02 am

  સુંદર મજાની રચના…

 8. Harshad said,

  March 31, 2016 @ 8:27 pm

  Thank You Devika for this AWESOME gazal. Vivekbhai thank you too to share with us.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment