ઈશ્વર એ પછી સહેજમાં સમજાઈ જશે
એકવાર અમો પોતાને સમજી લઈએ
ઓજસ પાલનપુરી

અમર હમણાં જ સૂતો છે -‘અમર’ પાલનપુરી

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.

દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.

ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા-
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.

ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા !
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.

-‘અમર’ પાલનપુરી

7 Comments »

 1. Suresh said,

  June 3, 2006 @ 5:04 am

  આ કવિતા અમદાવાદના રાસવિહારી દેસાઇ અને વિભા દેસાઇએ બહુ જ સુંદર સ્વર અને સૂરમાં ગાઇ છે. મોટા ભાગે તેમના આલ્બમનું નામ છે- ‘અમે કોમળ કોમળ ‘
  કરુણ પ્રશસ્તિ કાવ્યોમાં મને બહુ જ ગમતું આ કાવ્ય છે.
  અંગ્રેજીમાં અમારે મેટ્રિકમાં ભણવામાં આવતું ‘Coronach’ નામનું કરુણ પ્રશસ્તિ કાવ્ય પણ યાદ આવી ગયું.

 2. Babu Desai "Naraj" said,

  September 23, 2006 @ 7:32 am

  exellent dhaval bhai……really good job for our mothertwank

 3. Babu Desai "Naraj" said,

  September 23, 2006 @ 7:33 am

  exallent

 4. rajesh trivedi said,

  July 5, 2007 @ 7:24 am

  its beautiful, unbelievable,

  જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા !
  સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.

  what a reality of life with very simple words. buck up “AMAR”

 5. Taha Mansuri said,

  May 6, 2010 @ 10:38 pm

  પવન, ફરકે તો એ રીતે ફરકજે – પાન ના ખખડે!
  કોઈને સ્વપ્નમાં માગી અમર હમણાં જ સૂતો છે.

  દવા તો શું હવે સંજીવની પણ કામ નહિ આપે,
  જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.

  મિલન-દૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને,
  વિરહના રંગમાં રાચી અમર હમણાં જ સૂતો છે.

  ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
  નયનનાં દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે.

  ગગનનાં આંસુઓ માયાં નહીં ધરતીના પાલવમાં,
  પ્રભાતે જ્યાં ખબર આવી અમર હમણાં જ સૂતો છે.

  અમર જીવન છે એવુ કે જીવન ઓવારણાં લે છે,
  મરણના માનને રાખી, અમર હમણાં જ સૂતો છે.

  કહ્યું શત્રુઓએ મિત્રોને, કરો ઉત્સવની તૈયારી,
  રહી ના જાય કાંઈ ખામી, અમર હમણાં જ સૂતો છે.

  ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા!
  બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.

  ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા!
  સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.

  – અમર પાલનપુરી

 6. ધવલ said,

  May 7, 2010 @ 3:28 pm

  આભાર !

 7. Bhadreshkumar Joshi said,

  February 11, 2017 @ 6:30 am

  Thanks a lot, Taha Mansuriji for posting the full version.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment