લો ! તમારા આગમન ટાણે જ ફૂટે આયનો
એક ચહેરો ને હજારો બિંબ ડોકાયા કરે
યામિની ગૌરાંગ વ્યાસ

લા.ઠા. સાથે – ૦૭ – વહી જતી પાછળ રમ્યઘોષા – લાભશંકર ઠાકર

હું વ્યસ્ત હ્યાં ટેબલ પે કચેરીમાં
ત્યાં
આવી પડ્યું ચાંદરણું રૂપેરી.
મૂંગું મૂંગું એ હસીને મને ક્યાં
તેડી ગયું દૂર : પ્રદોષવેળા
ઝૂકેલ શો ઘેઘૂર આંબલો, ને
વહી જતી પાછળ રમ્યઘોષા
નદી; ભરીને જલ-કેશ ભીના
ક્પોલની શી સુરખી ભીની ભીની ! –
જતી હતી તું; નીરખી મને ને
અટકી જરા ; ચાંદરણું રૂપેરી
ગર્યું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી
ભીના ભીના રક્તકપોલની પરે….
આજે હશે ક્યાં અહ કેવી
જાણું ના….
જો ક્યાંકથી આ કવિતા કદીયે
વાંચે ભલા તો લઈ તું જજે હવે
[ નદીતટે વૃક્ષ નીચે ઊભેલા
કુમારને જે દીધ તેં ] રૂપેરી
ભીનું ભીનું ચાંદરણું…..

– લાભશંકર ઠાકર

આખા કાશ્મીરમાં મારું સૌથી ગમતું સ્થળ સોનમર્ગ… ત્યાંની હોટેલની બરાબર પછીતેથી જેલમ નદી કિલકિલાટ કરતી વહે…. આજુબાજુ ચારેદિશ શ્વેત બરફાચ્છાદિત પર્વતો… ધ્યાન ત્યાં સહજ થઈ જાય ! બે વખત ત્યાં રહેવાનું થયું. તે વખતે સતત આ કાવ્યપંક્તિ મનમાં ઘુમરાતી- વહી જતી પાછળ રમ્યઘોષા… તે સમયે સ્મરણ નહોતું કે આના કવિ કોણ છે. આજે આ કાવ્ય પહેલીવાર આખું વાંચ્યું… કવિએ સમગ્ર જીવનમાં માત્ર આ એક જ ઊર્મિ કાવ્ય રચ્યું હોતે તો પણ મા ગુર્જરીની અનૂઠી સેવા થઈ ગઈ હોતે….

6 Comments »

  1. KETAN YAJNIK said,

    January 17, 2016 @ 12:41 AM

    અંગત સંગત સંગે

  2. Girish Parikh said,

    January 17, 2016 @ 11:02 PM

    વિશ્વમાં કરોડો ગુજરાતીઓ છે — એમાંથી લાઠાનું નામ કેટલાએ સાંભળ્યું છે? અને નામ જ ન જાણતા હોય ત્યાં એમના કામની તો ક્યાંથી ખબર હોય!
    જરૂર છે “લયસ્તરો”ને “વિશ્વસ્તરો” બનાવવાની!
    ગુજરાતીમાં સર્જન કરતો કોઈ સાહિત્યકાર નોબેલ પ્રાઈઝ જીતે — અને જરૂર જીતી શકે — તો ગુજરાતી સાહિત્ય તરફ બીનગુજરાતીઓ આકર્ષાય અને પછી ગુજરાતીઓ !
    ઉમરું છું કે http://www.GirishParikh.wordpress.com પર “નોબેલ પ્રાઈઝ” કેટેગોરીમાં મારું પુસ્તક “ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળે?” તૈયાર થઈ રહ્યું છે.

  3. લાઠા ગાથા ! (ચતુર્શબ્દ મુક્તક) | Girishparikh's Blog said,

    January 20, 2016 @ 11:26 PM

    […] કેવી લાગી લાઠા ગાથા ? નોંધઃ લાઠા તરીકે ઓળખાતા કવિ અને વૈદરાજ સ્વ. લાભશંકર ઠાકરના આત્માને પ્રભુ શાંતિ આપો. એમની સ્મૃતિમાં એમને અંજલિરુપે “લયસ્તરો” પર “લા.ઠા. સાથે” નામની પોસ્ટમાળા રજૂ થઈ છે. તીર્થેશે કરી છે સાતમી પોસ્ટ “વહી જતી પાછળ રમ્યઘોષા” કાવ્યની. લીકઃ https://layastaro.com/?p=13444 […]

  4. લાઠા ગાથા ! (ચતુર્શબ્દ મુક્તક) | Girishparikh's Blog said,

    January 20, 2016 @ 11:27 PM

    […] કેવી લાગી લાઠા ગાથા ? નોંધઃ લા.ઠા. તરીકે ઓળખાતા કવિ અને વૈદરાજ સ્વ. લાભશંકર ઠાકરના આત્માને પ્રભુ શાંતિ આપો. એમની સ્મૃતિમાં એમને અંજલિરુપે “લયસ્તરો” પર “લા.ઠા. સાથે” નામની પોસ્ટમાળા રજૂ થઈ છે. તીર્થેશે કરી છે સાતમી પોસ્ટ “વહી જતી પાછળ રમ્યઘોષા” કાવ્યની. લીકઃ https://layastaro.com/?p=13444 […]

  5. લાઠા ગાથા ! (ચતુર્શબ્દ મુક્તક) | Girishparikh's Blog said,

    January 20, 2016 @ 11:56 PM

    […] જતી પાછળ રમ્યઘોષા” કાવ્યની. લીકઃ https://layastaro.com/?p=13444 (All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published […]

  6. Harshad said,

    January 21, 2016 @ 7:15 PM

    Like it. Awesome.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment