શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.
એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.
અંકિત ત્રિવેદી

છોડી દે – ભાર્ગવ ઠાકર

બધાં વળગણ, બધા સગપણ, બધું મિથ્યા છે, છોડી દે,
તું કેળવ આટલી સમજણ – બધું મિથ્યા છે, છોડી દે.

કરચલીઓ ત્વચા પરની સહજતાથી ઝીલી લઈને,
કહે છે આટલું દર્પણ – બધું મિથ્યા છે, છોડી દે.

નથી સંયમ, નિખાલસતા, અલખનો રંગ પણ ક્યાં છે ?
તો ભગવા કેમ છે પહેરણ ? બધું મિથ્યા છે, છોડી દે.

હું ઓજારો લઈ કંડારવા બેસું મહેચ્છાઓ,
મળે ત્યાં એટલી ટાંચણ, બધું મિથ્યા છે, છોડી દે.

પરમને પામવા શરણું જ પૂરતું છે પ્રતીક્ષાનું,
વરસ, મહિના, દિવસ કે ક્ષણ બધું મિથ્યા છે, છોડી દે.

– ભાર્ગવ ઠાકર

બધું મિથ્યા છે, છોડી દે કહેવું કેટલું સરળ છે ! અને કવિએ કેટલી સરસ રીતે આખી વાતને ગઝલના એક-એક શેરમાં રજૂ પણ કરી છે ! પણ આ નિગ્રહવૃત્તિને અમલમાં મૂકવી ? છોડી દે…

5 Comments »

 1. ધવલ said,

  January 2, 2016 @ 1:09 pm

  હું ઓજારો લઈ કંડારવા બેસું મહેચ્છાઓ,
  મળે ત્યાં એટલી ટાંચણ, બધું મિથ્યા છે, છોડી દે.

  સરસ !!

 2. Saryu Parikh said,

  January 2, 2016 @ 2:33 pm

  નથી સંયમ, નિખાલસતા, અલખનો રંગ પણ ક્યાં છે ?
  તો ભગવા કેમ છે પહેરણ ? બધું મિથ્યા છે, છોડી દે.
  આખી રચના સરસ અને ગહન છે.
  સરયૂ

 3. Girish Parikh said,

  January 2, 2016 @ 6:12 pm

  આખી ગઝલ ગમી — આ શેર વિશેષ ગમ્યોઃ

  નથી સંયમ, નિખાલસતા, અલખનો રંગ પણ ક્યાં છે ?
  તો ભગવા કેમ છે પહેરણ ? બધું મિથ્યા છે, છોડી દે.

  યાદ આવ્યા મારા પરમ મિત્ર સ્વ. ધીરુભાઈ પટેલે એમના એક નજીકના મિત્રને કહેલા શબ્દો. એ મિત્ર સાધુ થઈ ગયેલો ને ભગવાં વસ્ત્રમાં લપેટાયેલો. એને જોઈને ધીરુભાઈ તડુક્યા “આ ભગવા ગાભા ઉતાર!”

 4. Bhargav thaker said,

  January 4, 2016 @ 4:00 am

  Layastaro, vivekji ane gazal pasand karnar tamam mitro no khub khub aabhar

 5. Chandrakant Gadhvi said,

  January 10, 2016 @ 1:37 pm

  મિથ્યા નેી જ સમજ સમજાય તો પરમ ને પામવનેી રાહ આસાન , વરસ, મહિના દિવસ કે ..બસ મિથ્યા..બહુ જ સરસ અને સાલસ રચના..ધન્યવાદ ભાર્ગવભાઇ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment