ક્રૌંચવધના સમય જે દર્દ હશે, દર્દ એવું જ આજે જન્મ્યું છે;
હૈયું તારું વીંધાયું ત્યાં ને અહીં એ જ પંક્તિઓ પાછી સ્ફુરી છે.
વિવેક મનહર ટેલર

કાયમી અંધારાનું ગીત – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

જેનાં એકે એક ખૂણામાં નિશ્વાસોની ગન્ધ ભળી છે
યુગો યુગોથી એ જ કોટડી તને મળી છે મને મળી છે

તારી આંખોમાં સળવળતા..
સૂનકારના એરુ
મારા ખાલીપાનું પહોચે..
ક્યાંનું ક્યાય પગેરું
(જ્યાં)પાંપણ સાથે સપનાં..સપનાં સાથે ભડ ભડ રાત બળી છે
યુગો યુગોથી એ જ કોટડી તને મળી છે મને મળી છે

હાલ અને હમણાં કરતાં
વરસોનાં વાણાં વાયાં
ગયાં સુકાઈ ઝાડ ધીરજનાં
છેટા થઇ ગ્યા છાંયા
તો પણ સાલ્લી સમ ખાવા પણ એકે ઇચ્છાં કદી ફળી છે ?
યુગો યુગોથી એ જ કોટડી તને મળી છે મને મળી છે

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

કોઈ પણ પૂર્વભૂમિકા વિના લોહીના લયમાં અનુભવી શકાય એવું ભારઝલ્લું ગીત…

5 Comments »

 1. KETAN YAJNIK said,

  November 26, 2015 @ 7:10 am

  સમી સાંજે ઘેર આવતા તાળું ખોલતા આંખમાં ને પાંખમાં આવતો સવાલ
  હાલ અને હમણાં કરતાં
  વરસોનાં વાણાં વાયાં

 2. Sureshkumar G. Vithalani said,

  November 26, 2015 @ 9:00 am

  Very nice. It is full of distress caused by failure of fulfilling one’s aspirations not because of any lack of efforts or eligibility, but because of circumstances, system or persons around you.

 3. Harshad said,

  November 26, 2015 @ 12:53 pm

  Very nice creation. Bahut Khub !!

 4. CHENAM SHUKLA said,

  November 27, 2015 @ 12:27 am

  વાહ……મઝાનું ગીત બન્યું છે ….ચંદ્રેશને શુભકામનાઓ

 5. Maheshchandra Naik said,

  November 27, 2015 @ 2:02 am

  સરસ ગીત……….જીવનનો વસવસો,શબ્દોને સથવારે……….સરસ….સરસ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment