કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
આદિલ મન્સૂરી

મુક્તક – વિનોદ ગાંધી

જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા
એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા
તેં કફન ખોલી કદી જોયું નહીં
મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા

– વિનોદ ગાંધી

9 Comments »

 1. પ્રતિક ચૌધરી said,

  September 10, 2008 @ 12:21 am

  વાહ!
  લાગણીના ટાંકણે કાગળ પર અક્ષરો ટાંકવાની કલ્પના અદભૂત છે.

 2. વિવેક said,

  September 10, 2008 @ 12:49 am

  સુંદર મુક્તક…

 3. Pravi Shah said,

  September 10, 2008 @ 1:27 am

  સુંદર !

 4. Jina said,

  September 10, 2008 @ 1:53 am

  થોડામાં ઘણું કહેવાની વાત….!!

 5. Shah Pravinchandra Kasturchand said,

  September 10, 2008 @ 7:48 am

  અણમોલ મોતી.

 6. pragnaju said,

  September 10, 2008 @ 8:06 am

  એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા
  વિનોદની ખૂબ સુંદર વાત
  “તેં કફન ખોલી કદી જોયું નહીં
  મેં શ્વાસ થોડા સાચવી રાક્યા હતા”
  એક શેર યાદ આવ્યો
  કલ તક કહેતી થી
  ઉઠનેકી તાકત નહીં,
  આજ ઈતની તાકત આ ગઈ
  ઉઠ જહાંસે ચલ પડી!

 7. Digvijaysinh said,

  September 10, 2008 @ 9:50 am

  about me:
  પ્રેમ ની લગણી ક્યારેય
  નથી મારતી પણ
  પ્રેમ ની અપેક્ષાઓ
  જરૂર મરી નાખે છે.

  મારા હાથની હથેળીની રેખાઓ ને જોઇને…
  એક જ્યોતીષી એ કહ્યુ હતું કે…
  સર્વ સુખ લખાયેલા છે… તારી હથેળી માં..
  છતાં યે…હું… તુજને પામી ના શક્યો…
  કદાચ મારો વિરહ લખ્યો હશે તારી હથેળી માં…!!!

  પ્રેમ શુ છે ? એ ના પુછો તો સારુ !
  સાચવો તો અમ્રુત છે પીઓ તો ઝેહર છે !
  હર રાત એક મિઠો ઉજાગરો છે !
  આખ અને નિન્દર ને સામ સામુ વેર છે..” એનુ નામ પ્રેમ છે “..

  તું ખુશી છે મારી ને દુઃખ પણ તું જ છે
  તું જિંદગી છે મારી ને મોત પણ તું જ છે
  તું આનંદ છે મારો ને ઉદાસી પણ તું જ છે
  તું નીંદ છે મારી ને ઉજાગરા પણ તું જ છે
  તું સ્વપ્ન છે મારું ને હકીકત પણ તું જ છે
  તું શ્વાસ છે મારો ને રુંધાવે પણ તું જ……

  આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
  આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
  અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
  અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?

  “ગામ આખું કહે છે
  એ હસે છે તો
  એના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે.

  પણ હું પડ્યો પડ્યો ગણું છું,
  તે ખાડામાં, મારા સિવાય
  બીજા કેટલાં પડે છે ? ”

  આમ તો હું શૂન્યમાંં રહેલો વીસ્તાર છું
  શબ્દ નહી પણ શબ્દમાં રહેલો ભાર છું
  સમજવા છતાંએ એટલું જ સમજ્યો તમારી વાતમાં
  કે સદા તમારી સમજની બહાર છું ..

 8. BHINASH said,

  September 14, 2008 @ 7:15 am

  Good………………..

 9. Lata Hirani said,

  September 14, 2008 @ 11:45 am

  પીડાની ચરમ સીમા..સ્પર્શી ગયા શબ્દો..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment