વીત્યા સમયમાં સાચે કેવી હતી પળોજણ ?
થોડો સમય મળે તો કહી દઉં તને હું એ, પણ…
વિવેક મનહર ટેલર

ગઝલ – ઉષા શાહ

હું નદીની જેમ વ્હેવાની નથી,
ને ગગન ઓઢીને રહેવાની નથી.

આંખમાં ભીનાશ જેવું કંઈક છે,
પણ તમારું નામ લેવાની નથી.

સ્વપ્ન આ થીજે, નયન રીઝે તો શું ?
ચંદ્ર ! તારી રંગતો છાની નથી.

એષણાની આંખ વનમાં તગતગે,
રાહબર છે સાથ, ડરવાની નથી.

રેતમાં ત્રોફેલ તારું નામ છે,
પણ પવનને કૈં જ કહેવાની નથી.

– ઉષા શાહ

આમ તો બધા જ શેર સ-રસ છે પણ આંખમાં ભીનાશવાળી વાત અને રેતમાં ત્રોફેલ નામવાળી વાત તો ભઈ, વાહ !

10 Comments »

 1. લલિત ત્રિવેદી said,

  July 4, 2015 @ 7:26 am

  સરસ સરળ સુંદર ચોટદાર ….અભિનંદન …

 2. urvashi parekh. said,

  July 4, 2015 @ 8:30 am

  ખુબ જ સરસ. આંખમાં ભીનાશ chhe chhata તારુ નામ લેવની નથી. રેત માં ત્રોફેલ તારુ નામ પણ પવન ને કંઇ કહેવાની નથી. અંદર સુધી પહોંચી ગયુ.

 3. Harshad said,

  July 4, 2015 @ 9:07 am

  વાહ ઉષાબેન વાહ. Bahut khub !!!

 4. yogesh shukla said,

  July 4, 2015 @ 11:01 am

  સુંદર રચના

 5. Pravin Shah said,

  July 5, 2015 @ 2:51 am

  Saras…

 6. ravindra Sankalia said,

  July 5, 2015 @ 11:12 am

  શરમાતા શરમાતા પ્રેમની અભિવ્યક્તિનુ ઉત્તમ ઉદાહરણ.

 7. Ravi Dangar said,

  July 5, 2015 @ 11:47 pm

  માનુની નારીના મુખેથી નીકળેલી સરિતા

 8. suresh shah said,

  July 6, 2015 @ 1:26 am

  સરસ સુન્દેર કલ્પન્ કેીપ ઇત ઉપ્

 9. aasifkhan said,

  July 7, 2015 @ 5:34 am

  વાહ સુન્દર રચના

 10. mehul patel said,

  July 15, 2015 @ 3:34 am

  સુન્દર ગઝલ ..! તમમ શેર ગમ્ય – કફિયા બાબતે પ્રમાદ ખુન્ચ્યો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment