આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
રમેશ પારેખ

આધુનિક વધસ્તંભ – વાસુદેવ નિર્મળ

મુંબઈની લોકલગાડીના
ડબ્બાની વચ્ચે
લોખંડના સળિયાઓ લટકે છે
જેમાં
લટકે છે હાથકડીઓ.
કેટલાક યાત્રી,
તે કડાંને પકડીને ઊભા છે.

ના, ના
તેઓ ઊભા નથી
લટકે છે
માનો કે એક જ સમયે
કોઈ
સાદો ઈન્સાન,
લાચાર ઈન્સાન,
ઈશુની જેમ,
શૂળી પર લટકાવી દીધો છે.
દરેક ઈસુને
પોતપોતાનો વધસ્તંભ હોય છે.

– વાસુદેવ નિર્મળ (સિંધીમાંથી અનુવાદ સુજાતા ગાંધી)

સામાન્ય માણસના લાચારીઓના વહેણમાં ખેંચાઈ જવાની ઘટના મહાનગર (કે મહા-મગર) માટે નવી નથી. પણ કવિએ સૌથી અસરકારક વાત છેલ્લી લીટીમાં કરી છે. ફરી વાર વાંચી જુવો – દરેક ઈસુને પોતપોતાનો વધસ્તંભ હોય છે. એ વાક્યએ મને વિચારતા કરી દીધો કે મારો વધસ્તંભ ક્યો છે ? ખરી વાત છે; આપણે બધા આપણા પોતાના અંગત વધસ્તંભને ઊંચકીને જ ચાલી રહ્યા છીએ. કોઈ વધસ્તંભો જોઈ શકાય છે જ્યારે કોઈનું તો ખાલી વજન જ અનુભવી શકાય છે…. છાતી ઉપર.

5 Comments »

 1. pragnaju said,

  August 12, 2008 @ 10:54 pm

  સરસ અછાંદસ અને ભાવાત્મક તરજુમો
  સ્ના, ના
  તેઓ ઊભા નથી
  લટકે છે
  માનો કે એક જ સમયે
  કોઈ
  સાદો ઈન્સાન,
  લાચાર ઈન્સાન,
  ઈશુની જેમ,
  શૂળી પર લટકાવી દીધો છે.
  કેટલી કરુણ વાસ્તવિકતા!!
  વિચારસ્વાતંત્ર્ય એ વ્યકિતના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ આવશ્યક અંગ છે. આ વૈચારિક સ્વતંત્રતા ન ફકત વધારેમાં વધારે સુખ પ્રદાન કરે છે પણ વ્યકિતને સત્યની શોધ કરવા માટે પ્રેરિત પણ કરે છે. આ પ્રકારની સ્વતંત્રતા નૈતિક સ્વતંત્રતાને જન્મ આપે છે. એવું પણ બની શકે છે કે જે વિચારનું દમન કરવામાં આવી રહ્યું હોય એમાં જ સત્ય હોય. ગેલેલિયો અને સોક્રેટિસનાં ઉદાહરણો આપણી સામે મોજૂદ છે. વિચારનું દમન કરવું એટલે સત્યનું દમન કરવું. આવી સ્થિતિમાં લાંબે ગાળે સમાજને બહુ મોટી હાનિ થઇ શકે છે. કેટલીક વાર એવું પણ બની શકે છે કે જે વિચારનું દમન થઇ રહ્યું હોય એમાં આંશિક સત્ય પણ હોઇ શકે

 2. કુણાલ said,

  August 13, 2008 @ 9:05 am

  વાહ … અદભૂત ખયાલ … !!

 3. Pravin Shah said,

  August 13, 2008 @ 12:56 pm

  અદભૂત!

 4. વિવેક said,

  August 14, 2008 @ 1:12 am

  અંતિમ બે કડી પોતે જ એક કવિતા છે… સુંદર…

 5. Pinki said,

  August 14, 2008 @ 6:09 am

  દરેક ઈસુને
  પોતપોતાનો વધસ્તંભ હોય છે.

  ધવલભાઈ કહે છે એમ મારો વધસ્તંભ કયો ?
  ઈસુને તો લોકોએ દંડ કર્યો પણ આપણે તો –
  જાતે જ વધસ્તંભ પર રોજ ચઢીએ અને રોજ…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment