તમારી યાદની કેવી અસર છે જોઈ લો જાતે,
ધ્રુજી ઊઠશે અમારી પીઠના સળ ગમે ત્યારે.
મકરંદ મુસળે

સુરતી બોલી – જિગર જોષી ‘પ્રેમ’

આ કેવી અદાથી નજર એણે ફેંકી,
જગત આખું જાણે ઊઠયું મ્હેકી-મ્હેકી.

દીવો જ્યારથી સુરતી બોલી શીખ્યો,
પવન ત્યારથી થઇ ગયો છે વિવેકી.

પછી આપણામાં જ વરસાદ ન્હાયો,
તમે બ્હાર આવ્યા – અમે છત્રી ફેંકી.

સતત તોપમારાની વચ્ચે ઊડે છે,
કબૂતરની આ ખાનદાની ને નેકી.

‘જિગર!’ સાંજ થાતાં સ્મરણ ક્યાંથી-ક્યાંથી,
ઘૂસી જાય છે ઘરમાં વંડીઓ ઠેકી.

– જિગર જોષી ‘પ્રેમ’

બીજો શેર વાંચો !!!! કુરબાન કુરબાન……..

9 Comments »

 1. Rajnikant Vyas said,

  May 11, 2015 @ 3:57 am

  બીજો શેર તો શિરમોર છે જ. ચોથો શેર પણ કાંઇ કમ નથી!

  સતત તોપમારાની વચ્ચે ઊડે છે,
  કબૂતરની આ ખાનદાની ને નેકી.

 2. chandresh said,

  May 11, 2015 @ 5:44 am

  ‘જિગર!’ સાંજ થાતાં સ્મરણ ક્યાંથી-ક્યાંથી,
  ઘૂસી જાય છે ઘરમાં વંડીઓ ઠેકી.
  સરસ !

 3. Harshad said,

  May 11, 2015 @ 6:58 am

  Beautiful.

 4. Dhaval Shah said,

  May 11, 2015 @ 8:35 am

  દીવો જ્યારથી સુરતી બોલી શીખ્યો,
  પવન ત્યારથી થઇ ગયો છે વિવેકી.

  ‘જિગર!’ સાંજ થાતાં સ્મરણ ક્યાંથી-ક્યાંથી,
  ઘૂસી જાય છે ઘરમાં વંડીઓ ઠેકી.

  – સરસ !

 5. વિવેક said,

  May 11, 2015 @ 8:51 am

  મજાની ગઝલ…

 6. yogesh shukla said,

  May 11, 2015 @ 6:19 pm

  સરસ મઝાની રચના ,
  ” સુરત એટલે કવિઓનું જગત ”
  હું સુરત નો છું એટલી બોલ્યો ત્યાં તો લોકો ખસી ગયા ,
  પણ જેવું હું હુરતી માં કઈ બોલ્યો લોકો વળગી પડ્યા ,

 7. Girish Parikh said,

  May 11, 2015 @ 8:09 pm

  આ પોસ્ટ http://www.girishparikh.wordpressોમ બ્લોગ પર પણ પોસ્ટ કરું છું.
  દીવો જ્યારથી સુરતી બોલી શીખ્યો,
  પવન ત્યારથી થઇ ગયો છે વિવેકી.

  જિગર જોષી (‘પ્રેમ’) નો ઉપરનો શેર વાંચતાં મારું અપ્રગટ પુસ્તક “વિવેકના શેરોનો આનંદ” યાદ આવ્યું. સુરતના વિવેક મનહર ટેલરના શેરો પણ ગુજરાતીઓના ઘેર ઘેર પહોંચાડવાની ઇચ્છા છે પણ પવન હજુ વિવેકી થયો નથી!

 8. ravindra Sankalia said,

  May 13, 2015 @ 2:45 am

  હુરતી બોલીનુ કાવ્ય હુરતી બોલીમા હટે તો હારુ થતે.

 9. jigar joshi prem said,

  January 23, 2016 @ 11:21 pm

  આપ સૌ મિત્રોનો આભારી છું

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment