એમ રહીએ જગતને વળગીને-
આંગળીથી રહે પરાયો નખ
– મનોજ ખંડેરિયા

અંતિમ દલીલ છું ! – હરકિશન જોશી

તોડો તો એક ફૂલ છું, વાંચો તો વિલ છું
સંવેદનોના કેસની અંતિમ દલીલ છું !

સડકો જ મારી સોડનું અજવાળું લઈ ગઈ
રાખો બહાલ આંધળા ઘરની અપીલ છું !

પાંચેય તત્વ સાક્ષીઓ હોસ્ટાઈલ થઇ ગયા
કાયાની કોર્ટમાંનો પરાજિત વકીલ છું !

આપો ઉગાડી મારાં કપાયેલા જંગલો
અરજી લઇ ભટકતો આદિવાસી ભીલ છું !

સ્પર્શ્યા વિના રહી ન શકે કોઈ પણ કમળ
ભીંજાય જાય શબ્દ હું એવું સલીલ છું !

– હરકિશન જોશી

ગઝલ રોજબરોજની ભાષામાં લખાવી જોઈએ. જે બોલી બોલીએ એ બોલીમાં જ ગઝલ વણવી જોઇએ. એટલે આજે અંગ્રેજીના થોડા શબ્દો ગઝલમાં આવે તો સારું લાગે છે. અને એ શબ્દો અહીં તદ્દ્ન કુદરતી રીતે આવ્યા છે. પાંચે તત્વો ‘હોસ્ટાઈલ’ થઇ જવાની વાત બહુ ગમી ગઇ.

6 Comments »

  1. La Kant Thakkar said,

    December 17, 2014 @ 5:20 AM

    સમગ્ર ‘કૃતિ’માં, આ મૂળ મિજાજ – કાયદો-કોર્ટ,કેસ,વિલ,દલીલ,અપીલ,વકીલ ,અરજી ,સાક્ષીઓ હોસ્ટાઈલ …. ઈ… . (શૂષ્ક ‘કઠોર -સંવેદન હીન પરિવેશના વિરોધાભાસી “શબ્દો” )
    “તોડો તો એક ફૂલ છું,,,”-કમળની અલિપ્તતા,( કોર્ટની જળ કાયદાની વાતની સામે ‘ફૂલ તોડવાની વાત થી શરૂઆત અને …..સંદર્ભવિ હિન … સાવ અલગ જ તાસીરના શબ્દો …. કસબી-કીમિયાગર-કારીગર-કલાકાર કવિ જ આમ શબ્દોનો ‘કેમોફલેજ’ રચી આપી શકે ……………., આજના માહોલમાં છૂટ લે …સહજ ! ” સાવ ભીના કરી શકે ! ચિત્ર-વિચિત્ર ” જોડા-મેળા” મેળવી આપી શકે !સંવેદનાના ભાવ ના પ્રતીક સમા????)
    “ભીંજાય/ઈ જાય શબ્દ… સલીલ.”
    ….. “અંગ્રેજી એ શબ્દો અહીં તદ્દ્ન કુદરતી રીતે આવ્યા છે.” સંપૂર્ણ ત્યાં ‘જસ્ટીફાઇડ’ નથી જ ! જસ્ટ
    પ્રાસાનુપ્રાસ મેળવવા સ-હેતુક પ્રયોજાયા છે.
    માણી લેવા જેવી રચના .
    -લા’ કાન્ત / ૧૭.૧૨.૧૪

  2. ધવલ said,

    December 17, 2014 @ 8:01 AM

    પહેલો શેર મને આ રીતે સમજાયો – ફૂલ તોડવું એટલે અંત / મૃત્યુ, વિલનું વાંચવું એ પણ અંત / મૃત્યુ ને લગતી વાત. મોતના ચૂકાદા પછી કરુણાના આધારે એક આખરી દલીલ / અપીલ (આપણે ત્યાં રાષ્ટ્ર્પતિને) કરવાની છૂટ હોય છે. એ અપીલમાં ‘આરોપી’ને પોતાની વાત પોતાના દ્રષ્ટિકોણથી કરવાની છેલ્લી તક મળે છે. અહીં આરોપી ‘સંવેદનો’ છે. એટલે કેસ વધુ પડતી સંવેદનાનો હશે એવું અનુમાન કરવાની છૂટ લઇ શકાય. ‘વધુ પડતી સ્ંવેદના’નો આરોપ ઓઢીને ફરતો માણસ = કવિ.

    બીજો શેરનો અર્થ દેખીતો છે.

    ત્રીજો શેર જે મને સૌથી વધારે ગમ્યો તેમાં પાંચે તત્વ (આકાશ, વાયુ, પાણી, ધરતી અને તેજ) કવિના કેસમાં સાક્ષી તરીકે છે – એ પાંચે ‘હોસ્ટાઈલ’ થાય તો પછી કાયાનો કેસ હારી જવા સિવાય કોઈ છૂટકો નથી…. હોસ્ટાઇલ જેવો અજુગતો શબ્દ નિભાવવો અઘરો છે.

    આમ પહેલા ત્રણ શેર જેમાં અંગ્રેજી શબ્દો છે એ મને વધારે ‘સોલીડ’ લાગ્યા.

    એની સરખામણીમાં ચોથો શેર (થોડોક) અને પાંચમો શેર (વધારે) અ-કુદરતી લાગ્યા. યોગાનુયોગ, ચોથા અને પાંચમાં શેરમાં કોઇ અંગ્રેજી શબ્દો નથી !

  3. lalit trivedi said,

    December 17, 2014 @ 11:55 AM

    આદરણેીય હરકિસનભાઇનેી સરસ ગઝલ્ !

  4. Shah Pravinachandra Kasturchand said,

    December 17, 2014 @ 2:55 PM

    સુશબ્દોનો આદરપૂર્વક અને સંવેદનાપૂર્વક દિલથી સત્કાર કરો તો બધું ય સુંદર લાગશે.કચાશો ક્યાં ગૂમ થઈ જશે એનું ભાન પણ નહીં રહે અને ગઝલનો પ્રેમ એ અર્થ બરોબર સાર્થક થતો દેખાશે.
    આ ગઝલ વિષે આનાથી વધું શું કહી શકાય?
    સુ-સુંદર કૃતિ !!!!!

  5. yogesh shukla said,

    December 17, 2014 @ 9:54 PM

    સુંદર ગઝલ , વારંવાર વાંચવાનું મન થાય એવી ગઝલ ,

  6. nehal said,

    December 18, 2014 @ 3:20 AM

    Sunder anubhuti ni sunder abhivyakti…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment