છોડી મને, કૂદી પડ્યું બચપણ તળાવમાં,
ત્યાં દોડતું આવ્યું, સ્મરણનું ધણ તળાવમાં.
વાતાવરણમાં યોગના આસન કરી કરી
સૂતા શવાસનમા બધાં રજકણ તળાવમાં.
વંચિત કુકમાવાલા

बझम-ए-उर्दू : 03 : न किसी की आँख का नूर हूँ – बहादुर शाह ज़फ़र

IMG_0055

न किसी की आँख का नूर हूँ न किसी के दिल का क़रार हूँ
जो किसी के काम न आ सके मैं वो एक मुश्‍त-ए-गुब़ार हूँ

न तो मैं किसी का हबीब हूँ न तो मैं किसी का रक़ीब हूँ
जो बिगड़ गया वो नसीब हूँ जो उजड़ गया वो दयार हूँ

मेरा रंग रूप बिगड़ गया मेरा यार मुझ से बिछड़ गया
जो चमन ख़िज़ाँ से उजड़ गया मैं उसी की फ़स्ल-ए-बहार हूँ

पए फ़ातिहा कोई आए क्यूँ कोई चार फूल चढ़ाए क्यूँ
कोई आ के शम्मा जलाए क्यूँ मैं वो बे-कसी का मज़ार हूँ

मैं नहीं हूँ नग़मा-ए-जाँ-फज़ा मुझे सुन के कोई करेगा क्या
मैं बड़े बिरोग की हूँ सदा मैं बड़े दुखी की पुकार हूँ

– बहादुर शाह ज़फ़र

આ ગઝલ એ હ્રદયમાંથી નીકળેલી તીણી ચીસ સમાન છે. છેલ્લા મુગલ બાદશાહ બહાદુરશાહ ઝફરના ભાગે મુગલ સલ્તનતનો અસ્ત જોવાનું આવેલું. એની મનોસ્થિતિને ગઝલ બરાબર બંધ બેસે છે. જો કે આ ગઝલ મુજ્તર ખૈરાબાદીએ લખેલી હોવાનું પણ કહેવાય છે. હકીકત જે હોય તે, પણ આ ગઝલ ઉમદા કારીગરીનો નમૂનો છે એમા કોઇ બે મત નથી.

मुश्त-ए-ग़ुबार = મુઠ્ઠીભર ધૂળ, हबीब = સાથીદાર, दयार = બગીચો, फ़स्ल-ए-बहार = વસ્ંત ઋતુ, पए-फ़ातेहा = કબર પર મૃતકના આત્માની શાંતિ માટે કરાતી પ્રાર્થના, नग़मा-ए-जाँ-फज़ा = આનંદદાયક ગીત, बिरोग = વિયોગ, सदा = ચીસ.

આ ગઝલની કલીપ ‘લાલ કિલા’ ફિલ્મમાંથી. સ્વરઃ મોહમદ રફી.

8 Comments »

 1. Dr. Manish V. Pandya said,

  December 7, 2014 @ 2:16 am

  મહંમદ રફી દ્વારા ગવાયેલ અને જફર દ્વારા રચિત ગઝલ રાતના અંધકારમાં એક ઉદાસીનું વાતાવરણ ખડું કરી દે છે. હિન્દુસ્તાનના છેલ્લા બાદશાહ ના દિલ ની વ્યથા કહેતી એક ઉદાસ ગઝલ.

 2. munira ami said,

  December 7, 2014 @ 2:30 am

  thank you laystaro for availing the urdu treasure….

 3. Akbarali Narsi usa said,

  December 7, 2014 @ 3:37 pm

  લયસ્તરોની આ નવી શરૂઆત માટે ધન્યવાદ,
  ગઝલ ઝફર કરતાં ‘મુજ્તર ખૈરાબાદી’ની હોવાની શક્યતા વધારે લાગે છે,જો કે ગઝલ,ગીત વિષે મારી જાણકારી અતિ અલ્પ છે.શાયર યા કવી કોણ હોવા બાબત આ વિવાદ ઉભો કરવો
  યોગ્ય નહી હોય,મોગલો ફક્ત રાજ કરવા આવ્યા અને તેની અસર આજ દીવસ સુધી હીંદુ,મુસ્લીમ વચ્ચે
  છોડી ગયા,હીંદુઓ આજ પણ મોગલોનો દોષ મુસ્લીમો દ્વ્રારા વ્યક્ત કરવાનું છોડી શકતાં નથી.
  મોગલો મધ્ય એશીયાથી અફઘાનીસ્તાન દ્વ્રારા ચડી આવેલા, ત્યાર પછી સેંકડો વર્ષો પછી રશીયામાંથી
  અફઘાનીસ્તાન અને ત્યાંથી આગાળ પાકીસ્તાન સુધી…..આ Comment બાબત વિવાદ ઉભો ન થાય
  તેવી આશા સહિત.

 4. Himanshu Trivedi said,

  December 7, 2014 @ 3:57 pm

  One of the best ghazals (I attribute it to Bahadur Shah Zafar only as I have done a bit of research on this one).

  Thank you Laystaro for sharing this. I listen to this every now and then, especially when one start thinking “big about himself” (when the “ego” inflates) to remain grounded.

  Thanks and regards.

  Himanshu

 5. Rajnikant Vyas said,

  December 7, 2014 @ 11:36 pm

  બહાદૂરશાહ ઝફરની એક બીજી રચના પણ ખૂબ પ્રચલિત છે.
  “લગતા નહી હૈ જી મેરા ઉજડે દયાર મે”
  હિન્દના શહેનશાહની છેવટ ની જિન્દગી ખૂબ દુખમય વીતી. આ રચનાઓ તે વ્યથાનુ તાદ્રુષ ચિત્રણ છે.

 6. Harshad said,

  December 9, 2014 @ 7:09 pm

  Like it.

 7. વિવેક said,

  December 11, 2014 @ 8:32 am

  વેદનાની ચીસનો આકાર કેવો હોય એ જોવું હોય તો આ ગઝલ વાંચવી-સાંભળવી રહી…

 8. AKUBAT said,

  December 18, 2014 @ 11:15 am

  બહાદુરશા જફરએ દેશ નુ રક્ષણ ન કરિ શકવા માટે પોતાનેી મજબુરેી અને પોતાના અતિમ દિવસોનેી વેદના વ્યક્ત કરતેી ગજલ્.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment