આ ગઝલ ના શ્વાસ માં થી તું ઊડી ગઈ ને હવે,
શબ્દ ક્યાંથી રહી શકે અકબંધ, ને લ્યો સઘળું બંધ.
વિવેક મનહર ટેલર

દિગ્ગજ શાયરોની મનભાવન મહેફિલ…

શનિવાર, 07/06/2008ની સાંજનો સૂર્યાસ્ત યાદગાર રંગો લઈને સૂરતની ક્ષિતિજને અડ્યો… ‘બુક વર્લ્ડ’નામની પુસ્તકોની દુકાન ચલાવતા રિટાયર્ડ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી સરવૈયાના આયોજન હેઠળ ‘પસંદગીના શ્વાસ’ કાર્યક્રમનું ‘સમૃદ્ધિ’ સભાગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું. જનાબ શ્રી આદિલ મન્સૂરી, શ્રી જલન માતરી અને શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ -એમ ત્રણ પેઢીના ગઝલકારોની ગઝલ ગોષ્ઠી મંડાણી.

કાર્યક્રમની પ્રારંભમાં આદિલભાઈને મળવા ગયો. મને હતું કે મને નામથી તો એ ઓળખતા જ હશે પણ ચહેરાથી તો કેમ કરી ઓળખે? હું મારી ઓળખાણ આપું એ પહેલાં જ મને જોઈને એ જાતે જ આગળ આવ્યા અને કેમ છો વિવેકભાઈ કહી હસ્તધૂનન માટે લંબાવેલા મારા હાથને અતિક્રમીને એમણે મને એક ગાઢ ઉષ્માસભર આલિંગન પણ આપ્યું. આ અણધાર્યું આલિંગન અને મારી બન્ને વેબ સાઈટ્સ – શબ્દો છે શ્વાસ મારા અને લયસ્તરો– વિશે જે ઉમળકાથી એમણે વાત કરી એ મારા માટે કોઈ પણ પુરસ્કારથી વિશેષ હતા.

ગઝલોની આ રંગારંગ મહેફિલમાં એમણે વચ્ચે-વચ્ચે મુકુલ ચોક્સી, એષા દાદાવાલા, ગૌરાંગ ઠાકર અને મને પણ પોતાની ગઝલોનું પઠન કરવા નિમંત્ર્યા. કાર્યક્રમના અંતે ત્રણેય દિગ્ગજ શાયરો, મુકુલભાઈ અને હું અમારા જીવનસાથીઓ સાથે, રઈશભાઈ, એષા, રાજકોટના કુ. કવિ રાવલ હોટલમાં જમવા ગયા. અને ત્યાં રાત્રે દોઢ વાગ્યા સાથે ગઝલોની રમઝટ ચાલી. આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે મોડી રાત્રિના ભોજન બાદ રેસ્ટૉરન્ટના માલિકે બિલ પેટે એક પણ રૂપિયો ન લીધો… આદિલ મન્સૂરીના પગલાં પડે એ ઘટનાને પોતાનું અહોભાગ્ય ગણાવી પોતાનું આખ્ખું બિલ જતું કરનાર હૉટેલિયર્સ પણ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગુજરાતી કવિતા અને ભાષાને વાંધો આવે એવું લાગે છે, ખરું?

P1011107
(ડાબેથી આદિલ મંસૂરી, જલન માતરી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

*

P1011138
(દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો…       …મારું ગઝલવાચન)

*

P1011140
(હું, વચ્ચે એષા દાદાવાલા અને આદિલ મન્સૂરી)

*

With Adil mansuri
( જનાબ આદિલ સાહેબ સાથે હું…)

*

P1011153
(ડાબેથી ગુલ અંકલેશ્વરી, એષા દાદાવાલા, મુકુલ ચોક્સી, ગૌરાંગ ઠાકર, આદિલ મન્સૂરી, જલન માતરી, હું, બુક વર્લ્ડવાળા સરવૈયા સાહેબ અને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

20 Comments »

 1. Pinki said,

  June 14, 2008 @ 8:12 am

  સારું છે ૨-૩ દિવસ પહેલા જ સાહિત્યપરિષદ અને ભાવેશના
  પુસ્તક વિમોચન નિમિત્ત કવિ સંમેલનમાં જનાબ આદિલ મન્સૂરી
  રાજેશ વ્યાસ, અંકિત ત્રિવેદી, અને અન્યને સાંભળવાનો મોકો મળી ગયેલો.
  નહિ તો ચોક્ક્સ દુઃખ અને સંભવતઃ ઈર્ષ્યા પણ થાત ??!!!

 2. pragnaju said,

  June 14, 2008 @ 9:13 am

  ફૉટા જોતા અહેવાલ વાંચતા જ ચિત પ્રસન્ન પ્રસન્ન

 3. Jayshree said,

  June 14, 2008 @ 2:03 pm

  અરે વાહ…
  અભિનંદન… અભિનંદન…. ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

  અમને આવી મહેફિલ ક્યારે સંભળાવશો ? 🙂

 4. mahesh Dalal said,

  June 14, 2008 @ 2:46 pm

  ખુબ આનન્દ અન્એ અભિનદન્.

 5. kirit shah said,

  June 14, 2008 @ 2:50 pm

  phota joe ne khubaj anand thayo – khub khub abhinandan

 6. Vijay shah said,

  June 14, 2008 @ 4:04 pm

  ફોટો જોઇને આનંદ આનંદ થઈ ગયો

  હવે અહી ન્યુ જર્સી “ચાલો ગુજરાત” ખાતે પધારો અને ફરીથી એ મહેફિલ જમાવો

 7. સુનીલ શાહ said,

  June 14, 2008 @ 10:58 pm

  આ મહેફીલમાં હાજર રહેવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયેલું તેનો આનંદ ચીરંજીવ રહેશે.

 8. ચાંદસૂરજ said,

  June 15, 2008 @ 4:18 am

  ખૂબ ખૂબ અભિનંદન્!

 9. manhar m.mody said,

  June 15, 2008 @ 9:30 am

  કાશ ! મને પણ આવી મેહ્ફિલ માં હાજર રહેવાનો મોકો મળ્યો હોત. વિવેકભાઈ, અભિનંદન અને આભાર મહેફિલનો અહેવાલ આપવા બદલ. મહેફિલમાં રજુ થયેલી બે-ચાર ગઝલોનો આસ્વાદ લયસ્તરો માં કરાવશો ને ?
  –‘મન’ પાલનપુરી

 10. ઊર્મિ said,

  June 16, 2008 @ 11:47 pm

  વાહ દોસ્ત… તેં ખૂબ જ ઉમળકાથી કહેલી આ આખી ઘટના તારા મોઢે તો સાંભળી જ હતી, જે આજે ફરી વાંચીને અને ખાસ તો ફોટાઓ જોઈને ખૂબ જ આનંદ આનંદ થઈ ગયો. આદિલભાઈ સાથે ગયા વર્ષે થયેલી મારી પ્રથમ મુલાકાત યાદ આવી ગઈ… ત્યારે પણ તેઓ માત્ર ‘ઊર્મિ સાગર’ સાંભળતા જ મને ઓળખી ગયા હતા… ત્યારે હું પણ તારી જેમ જ અભિભૂત થઈ ગયેલી. ખૂબ ખૂબ અભિનંદન દોસ્ત !

 11. Pravin Shah said,

  June 17, 2008 @ 4:40 am

  ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઇ!

 12. nilamdoshi said,

  June 17, 2008 @ 9:55 pm

  ખૂ બ ખૂબ આનંદ સાથે અભિનદન વિવેકભાઇ…….

  કાલે કવિતા ..ગઝલના ક્ષેત્રે આપના અતિ ઉજ્જ્વળ ભવિષ્ય વિશે કોઇ શંકા નથી જ…

  અનેક શુભેચ્છાઓ સાથે…

 13. પંચમ શુક્લ said,

  June 18, 2008 @ 6:17 am

  વાહ મહેફિલ લાઈવ થઈ ગઈ. આદિલ સાહેબનું સાલસ વ્યક્તિવ્ય અનેક અદના શાયરને પ્રભાવિત કરતું આવ્યું છે. સાચે જ! જનાબ આદિલ સાહેબની શુભેચ્છાઓ એ મોટો પુરસ્કાર છે.

 14. Dilipkumar K. Bhatt said,

  June 18, 2008 @ 6:21 pm

  મહેફીલમા હાજરતો ક્યાન્થી રહેવાય? ક્યા અમેરિકાનુ એરિઝોના અને ક્યા સુરત ! પેલી ફિલ્મી ગીતની કડી યાદ આવી ગઈ ‘યા સુરત આકે દિખા જાઑ યા કહેદો હમકો પ્યાર ન કર ‘સુરતતો ન અવાયુ પણ તમારી સુરત જોઇે પણ એક લહાવો છે. તમારો ખૂબ (૨) આભાર

 15. Taha Mnasuri said,

  July 19, 2008 @ 1:59 am

  બહુ જ સરસ,
  આદિલ સાહેબ,જલન સાહેબ અને મિસ્કિન સાહેબનાં પગલાંથી સુરતની જમીન પાવન થયી ગઈ.
  આદીલ સાહેબ નો સ્વભાવ જ એવો છે કે સામી વ્યક્તિ તેમનાંથી આકર્ષયા વિના રહી જ ના શકે.
  મને આદિલ મન્સુરી સાહેબની “મળે ન મળે” માં વાંચેલો એક પ્રસંગ યાદ આવે છે.
  આદીલ મન્સુરી સાહેબે બર્મિંગહામના એક મુશાયરાના પ્રથમ ભાગમાં તેમની “મળે ન મળે”
  રચના સંભળાવી. ઇન્ટરવલમાં એક બહેન તેમની પાસે આવ્યા અને કહ્યું,’આદિલભાઇ
  “મળે ન મળે” સાંભળીને તો હું રડી જ પડી.બાજુમાં અદમ ટંકારવી ઉભા હતાં તેમણે કહ્યું,
  “બેન આણે તે રડતાં રડતાં જ લખી હતી”.

 16. વિવેક said,

  July 19, 2008 @ 2:23 am

  આ પ્રસંગ સુરત ખાતે પણ રાજેશ વ્યાસ મિસ્કીને વર્ણવ્યો હતો, તાહાબેન…

 17. Mansuri Taha said,

  July 20, 2008 @ 12:55 am

  I’m not female, I’m male Vivek Bhai

 18. વિવેક said,

  July 20, 2008 @ 2:08 am

  ઑહ, માફ કરજો દોસ્ત !

 19. રાહુલ શાહ said,

  July 20, 2008 @ 2:19 am

  ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઇ- શ્રી સરવૈયા,

  આ મહેફીલમાં હાજર રહેવાનું મને સદભાગ્ય પ્રાપ્ત આપને કારણે.
  આપનો આભાર કાયમ

  રાહુલ શાહ

 20. dinesh said,

  May 27, 2012 @ 8:13 am

  “જલન માતરી” નું મેઈલ એડ્રેસ્સ ? અથવા કોન્ટેક્ટ ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment