વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.
હનીફ સાહિલ

મુંબઈ – વિપિન પરીખ

હિલસ્ટેશન પર હું થોડીક તાજગી ખરીદવા ગયો હતો
હું તને ચાહતો નથી, મુંબઈ !
તારું ફિક્કું આકાશ મારી આંખોમાં વસતું નથી.
તારા ગંદા અને મેલા દરિયાને હું ધિક્કારું છું
રોજ સવારે ચર્ચગેટ પરની ભીડમાંથી મારી જાતને
હું માંડમાંડ છૂટી પાડું છું.
રોજ રાતે સપનામાં હું તારું ગળું ટૂંપું છું
છતાંય જો,
હું ફરી પાછો આવ્યો છું !

– વિપિન પરીખ

મહાનગરના અનિષ્ટ અને એમાં જીવન જીવવાની મજબૂરીના બે સમાંતર વચ્ચેથી ચપ્પુની ધારની જેમ ચીરતું જતું કાવ્ય…

6 Comments »

 1. Suesh Shah said,

  March 21, 2015 @ 1:13 am

  મુંબઈ દરેક મુંબઈવાસીઓને વહાલુ લાગે. એમ કહેવાય છે કે મુંબઈ ની લોકલ ટ્રેઈનની મુસાફરી માં જીવનના દશ વર્ષ ખર્ચાઈ જાય છે. મુંબઈવાસી દશ વર્ષ ઓછુ જીવવું કબૂલ કરશે.
  ંમુંબઈનુ આકર્ષણ અનેરુ છે. મુંબઈમા રહેનાર ને દુનિયાના કોઈ પણ ખૂણામા મુકો, એજીવી જશે. છતાં યે મુંબઈ પાછા ફરવાની તાલાવેલી તો રહેવાની જ્.
  મુંબઈની કોસ્મોપોલીટન વસ્તિ, એ કદાચ સુરક્ષાનુ કવચ બની રહે છે. તેવી જ રીતે મુંબઈ ના ટેક્સી ડ્રાયવીર જાનના જોખમે તમને પહોંચાડશે. મુંબઈ ના ”ડબ્બવાળા” અનોખા છે.

  – સુરેશ શાહ, સિંગાપોર

 2. Rajnikant Vyas said,

  March 21, 2015 @ 6:41 am

  મોહમયીની માયા છૂટવી બહુ અઘરી છે.

 3. ravindra Sankalia said,

  March 21, 2015 @ 10:25 am

  મુમ્બૈમા ન ગમવા જેવુ ઘણુ બધુ છે. રહેવા જેવુજ નથી એમ લોકો કહે છે. તો પણ એનો મોહ છુટ્તો નથી એવી એની માયા છે એટલે તો એ મોહમયી છે.

 4. yogesh shukla said,

  March 21, 2015 @ 4:15 pm

  સરસ મઝાની રચના , મુંબઈ ની માયા , અને ટોળામાં ખોવાયા ,

 5. Harshad said,

  March 22, 2015 @ 1:56 pm

  Like it. Beautiful explanation about attachment with Mumbai.

 6. Dhaval Shah said,

  March 22, 2015 @ 11:22 pm

  મનહરલાલ ચોકસીની ગઝલ યાદ આવી ઃ

  લો, જુઓ આવી ગિયો છું બારણે,
  ઢોરને ખીલા વિના ચાઈલું નહીં.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment