હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.
મરીઝ

ગઝલ – શેખાદમ આબુવાલા

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.

એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.

આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

-શેખાદમ આબુવાલા

ચાર શેરની આદમની આગવી શૈલીની મનહર ગઝલ… કવિ સ્વર્ગ માંગે છે પણ પાપ કરવાની છૂટ હોય એવું. અને પાપ કર્યા પછી ભાગી ન શકાય એ માંગવાની ફિતરત પણ એ ધરાવે છે. કરેલાનું ફળ વેઠવાની તૈયારી સાથે કરવા ન મળે તો જીવવું વ્યર્થ લાગે એવા કેટલાક ‘પાપ’ સ્વર્ગમાં પણ છોડવા તૈયાર ન હોય એવો કોઈ માણસ તમને રસ્તે મળે તો એના ઑટોગ્રાફ માંગી લેજો- એ શેખાદમ જ હોવાનો!

11 Comments »

 1. Pratik Chaudhari said,

  August 30, 2008 @ 5:47 am

  મને સહુથી વધુ ગમેલો શેરઃ
  આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
  હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

 2. કૃતિ શાહ said,

  August 30, 2008 @ 7:39 am

  “એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
  ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના”

  અત્યંત મર્મસ્પર્શી રચના!!

  અભિનંદન.

 3. pragnaju said,

  August 30, 2008 @ 8:29 am

  સુંદર ગઝલ
  આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
  હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

  એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
  એને મળું અને ગળે લાગી શકાય ના.

  વાહ્

 4. Lata Hirani said,

  August 30, 2008 @ 1:18 pm

  આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
  હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

  સલામ

  લતા હિરાણી

 5. મન્સૂરી તાહા said,

  August 30, 2008 @ 11:40 pm

  એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
  ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.
  બહોત ખુબ.

 6. પ્રતિક ચૌધરી said,

  August 31, 2008 @ 1:13 am

  “આદમ”ની આ ગઝલ વાંચીને મને પણ એક શેર લખવાનું મન થયુ પણ શું કરુ…..

  “રદિફ ને કાફિયામાં ગઝલ લખાતી નથી
  અનેક છંદોની વણઝાર સેહવાતી નથી”

 7. mahesh dalal said,

  August 31, 2008 @ 9:35 am

  શેખાદમ ને લાવિ ને મનભાવન કવિ તા નો આ નન્દ મલ્યો..

 8. mahesh dalal said,

  August 31, 2008 @ 9:35 am

  શેખાદમ ને લાવિ ને મનભાવન કવિ તા નો આ નન્દ મલ્યો..

 9. કુણાલ said,

  September 1, 2008 @ 1:26 am

  દરેક શેર લાજવાબ .. ખુબ જ ઉમદા ગઝલ ..

 10. ગુંજન ગાંધી said,

  September 1, 2008 @ 2:07 pm

  આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
  હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

  ક્યા બાત હૈ..એક બીજો આવો શેર યાદ આવે શેખાદમ –

  હું પાપ ના કરું એ ખરું, પણ જરી વિચાર!
  ગંગાનું શું થશે અને ઝમઝમનું શું થશે?

  એમની બીજી એક સુંદર ગઝલ એમના જ અવાજમાં –

  http://www.gunjarav.com/2008/08/blog-post_13.html

 11. Piyush M. Saradva said,

  May 30, 2010 @ 2:35 am

  એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
  એને મળું અને ગળે લાગી શકાય ના.

  સરસ શેર છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment