‘જૂનું એ જ સોનું’ જીવનમાં ઉતારી,
સમયસર નવુંયે સ્વીકારી લીધું છે.
ભાવિન ગોપાણી

સાંભળો રે સાંભળો – ર.કૃ.જોશી

કાલે હું મારી સંપત્તિ જાહેર કરવાનો છું 

      ભાંગીતૂટી
      ત્રણ
      ખુરશી

             ઘોબા પડેલા
             ચારપાંચ
             વાસણો 

                     સનમાયકામાં
                     તડ પડેલું
                     ટેબલ
                     એક

      બે ડિઝાઈનના
           બે કપરકાબી
                     ન ચાલતું લાઈટર
                         લીક
                     થતો 
                         ગેસ

      ભેટ મળેલી બૉલપેન
           ગયા
           વર્ષની
           ડાયરી અને આ કવિતા.

– ર.કૃ.જોશી ( અનુ. જયા મહેતા)

કવિ ‘સાંભળો રે સાંભળો’થી કવિતાની શરૂઆત કરે છે – ગામમાં દાંડિયો આવ્યો હોય એમ. કવિનો પૂરો અસબાબ થોડી જ લીટીમાં આવી જાય છે જેમાં જરીપૂરાણી ચંદ ચીજો સિવાય કાંઈ નથી…  પહેલી નજરે આ કાવ્ય કવિની દરિદ્રતા પર કટાક્ષ લાગે પરંતુ કવિતાની ખરી ચોટ છેલ્લી લીટીમાં છે… જેમા કવિ પોતાની સંપત્તિમાં આ કવિતાને ઉમેરે છે. જે કવિને પોતાની ખરી જણસનો ખ્યાલ છે એ તો પોતાની જ અલગ દુનિયામાં રહે છે. એને માટે સંપત્તિની વ્યાખ્યા જ અલગ છે. લોકો દારિદ્ર સહન કરે છે અને છુપાવે છે જ્યારે કવિ એને ભરબજારે ‘સાંભળો રે સાંભળો’ કહીને સંભળાવે છે. એ કવિની આગવી ખુમારી છે. ફકીરીનો નશો જેણે કરેલો છે એને માટે દુનિયાના સમીકરણો તદ્દન અલગ હોય છે.

7 Comments »

 1. વિવેક said,

  May 20, 2008 @ 2:30 am

  સાહજિક અને સુંદર કાવ્ય…

 2. pragnaju said,

  May 20, 2008 @ 9:10 am

  સરસ કાવ્ય
  યાદ આવી પ્રખ્યાત મુફલીસ કવિ અંગે પંક્તીઓ-
  चंद तस्वीरे बुतां,
  चंद हसीनोंके खुतूत,
  बाद मरनेके मेरे घरसे ये सामां निकला. ”
  આવા જ કવિ નર્મદેને દાંડિયો શબ્દ દમદાર
  લાગેલો કે તેના અખબારનું નામ આપી લખ્યું
  વાંક નથી કંઈ તુજ, વાંક તો દશા તણો રે;
  અસમાની આફત, તેથી આ રોળ બન્યો રે;
  તાપી દક્ષિણ તટે, સુરત મુજ ઘાયલ ભૂમિ;
  મને ઘણું અભિમાન, ભોંય મેં તારી ચૂમી.

 3. nilamdoshi said,

  May 20, 2008 @ 10:52 am

  સુન્દર રચના…હમેશ મુજબ….

 4. Pinki said,

  May 21, 2008 @ 11:37 am

  આ મૂલ્યવાન સંપત્તિનો હકદાર કોઈ નથી કે શું?

  મને ગમશે …..!!

 5. Harikrishna Patel said,

  May 22, 2008 @ 12:38 pm

  While declaring his wordly possesions the poet has included his poetry too- This has really touched me emotinally. One simply loves ones own writings wether it may be a potry or prose. My sincerest congratulations to the poet and a big thank you for putting this on ‘laystro’

 6. dhaval soni said,

  February 4, 2010 @ 7:45 am

  પ્રીય મિત્ર,
  શુ આપ મને જણાવી શકો કે તમે બ્લોગ કઈ રીતે બનાવ્યો અને બનાવ્યા પછી કઈ રીતે તેમા લખો છો….
  મારે પણ આગળ વધવુ છે પણ કોઈ હાથ ઝાલ્વા વાળુ નથી………
  ઘણુ બધુ શીખવુ છે પણ કોઈ ‘દ્રોણાચાર્ય” જેવુ નથી ……

  ધવલ સોની
  ૯૦૧૬૯૮૩૦૩૬
  9016983036
  ahmedabad

 7. વિવેક said,

  February 5, 2010 @ 1:06 am

  પ્રિય ધવલભાઈ,

  wordpress.com પર ક્લિક કરો અને પછી કોઈ સમસ્યા નડે તો મને ઇ-મેલ કરજો:

  dr_vivektailor@yahoo.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment