જઈને વતનમાં એટલું જોયું અમે 'મરીઝ',
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
મરીઝ

યાદ કરું છું ગોકુળને – દિલીપ રાવળ

આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને,
છે મન ગમતીલી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળને.

આ સિંહાસન ને તાજ હવે બહુ ભારે ભારે લાગે છે,
એવું તે હતું શું પીંછામાં કે યાદ કરું છું ગોકુળને.

તન તેલ સુગંધી દ્રવ્યો ને રત્નોમાં જઈને અટવાયું,
મન માખણ મિસરી ખાવામાં કે યાદ કરું છું ગોકુળને.

આ રેશમ રૂની ગાદીમાં પણ ઊંઘ હવે ક્યાં આવે છે !
નક્કી જ હતું કંઈ રાધામાં કે યાદ કરું છું ગોકુળને.

– દિલીપ રાવળ

13 Comments »

 1. RAZIA said,

  April 24, 2008 @ 1:08 am

  આ શોર-બકોર નથી ગમતો ,મન ભારે-ભારે લાગે છે,
  શું હતું “વાંસળી ” ના સૂર માં કે યાદ કરું છું ગોકુળ ને.

  અદૃભુત…રચના. શૈલ પાલનપુરી ની, આભાર

  રઝિયા મિર્ઝા.

 2. mansi shah said,

  April 24, 2008 @ 2:36 am

  હમણાં થોડાં જ સમય પહેલાં સમન્વયમાં રૂપકુમાર રાઠોડના કંઠે આ સાંભળવા મળ્યું. બહું જ સરસ!

  Thank you very much

 3. Shah Pravinchandra Kasturchand said,

  April 24, 2008 @ 8:44 am

  વાહ વાહ!

 4. pragnaju said,

  April 24, 2008 @ 9:40 am

  શૈલ નું મધુરું ભજન
  આ સિંહાસન ને તાજ હવે બહુ ભારે ભારે લાગે છે,
  એવું તે હતું શું પીંછામાં કે યાદ કરું છું ગોકુળને.
  આ કથાનું પુનરાવર્તન થવાનું છે જ!
  મોરપીંછા ભેગા કરી રાખજો-
  તન તેલ સુગંધી દ્રવ્યો ને રત્નોમાં જઈને અટવાયું,
  મન માખણ મિસરી ખાવામાં કે યાદ કરું છું ગોકુળને.
  પ્રેમની અનુભૂતિની પરાકાષ્ઠા કેવી રીતે વ્યક્ત થાય?
  યાદ-આંસુમાં પ્રેમનું સર્વસ્વ સમાયેલું હોય છે.
  આ રેશમ રૂની ગાદીમાં પણ ઊંઘ હવે ક્યાં આવે છે !
  નક્કી જ હતું કંઈ રાધામાં કે યાદ કરું છું ગોકુળને.
  યાદ આવ્યું –
  રાધાજીને કહેજો ઉધ્ધવજી,અમીભરી આંખ મારી,રહી ગઈ ગોકુલમાં
  રાધાને એ ખબર છે કે કૃષ્ણપ્રેમ એ તો વ્યાપક છે,
  કૃષ્ણપ્રેમી કોઈ મળે તો એમને પ્રેમની વાટે વળાવજો!

 5. ભાવના શુક્લ said,

  April 24, 2008 @ 12:53 pm

  ગમતીલી દ્વિધા!!!!

  બહુ ગમ્યુ!!

 6. વિવેક said,

  April 25, 2008 @ 2:15 am

  સુંદર રચના…

  આ રેશમ રૂની ગાદીમાં પણ ઊંઘ હવે ક્યાં આવે છે !
  નક્કી જ હતું કંઈ રાધામાં કે યાદ કરું છું ગોકુળને.

  -સબળ કથની… મજા આવી…

 7. 'ઈશ્ક'પાલનપુરી said,

  April 29, 2008 @ 3:45 am

  સરસ ખુબ સરસ …………………મજા આવી.
  આ સિંહાસન ને તાજ હવે બહુ ભારે ભારે લાગે છે,
  એવું તે હતું શું પીંછામાં કે યાદ કરું છું ગોકુળને

 8. anil parikh said,

  April 29, 2008 @ 8:01 am

  નક્કી જ હતું કંઈ રાધામાં કે યાદ કરું છું ગોકુળને – અજ્બ ભાવ જ્ગાવે છે.

 9. pravina Avinash Kadakia said,

  April 29, 2008 @ 8:44 am

  ગોકુળતો મારું ખૂબ પ્યારુ સ્થળ છે.

  ગોકુળમા જઈએ રાધા કૃષ્ણનું સાન્નિધ્ય માણીએ.
  ગોકુળિયુ ખૂબ સુંદર સ્થળ છે.
  મારો છેલ્લા વખતનો અનુભવ ત્યાંના મંદિરમા બેઠા બેઠા.

  આજે ગોકુળમા બાળ ક્ર્ષ્ણને ઢુંઢી રહ્યા
  નયનો મારા થાક્યાને નિરાશ થયા

  નંદબાબાની ઓસરી કાના વિના સૂની પડી
  જશોદા મૈયાના વલોણા રિસાઈ ગયા——

 10. ઊર્મિ said,

  May 2, 2008 @ 9:47 am

  ખૂબ જ મજાની રચના…

  વિવેક, આના છંદ વિશે કંઇક જણાવીશ? બરાબર ખ્યાલ ન આવ્યો…

 11. DevooParekh said,

  May 3, 2008 @ 10:36 am

  કવિતા ખુબ સરસ હતિ….દેવુ પારેખ્……આનન્દ્.આનનદ્

 12. Sanjay R. Chaudhary said,

  October 3, 2010 @ 3:10 pm

  આ રચનાના કવિ છે શ્રી દિલીપ રાવળ, માટે તેમનું નામ મૂકવા માટે વિનંતી.

 13. ધવલ said,

  October 4, 2010 @ 5:42 pm

  આભાર સંજયભાઈ, ભૂલ સુધારી લીધી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment