કોઈના માટે ઉતારો ના થયાનો રંજ છે,
એક પણ ડાળી વગરના વૃક્ષનો છાંયો હતો.
જિગર જોષી 'પ્રેમ'

રીડગુજરાતી. કોમ કોમામાં….

રીડગુજરાતી. કોમ… મૃગેશ શાહ…

જે મિત્રો ઓનલાઇન ગુજરાતી સાહિત્યજગતમાં વિહાર કરવાનો થોડો પણ શોખ ધરાવે છે એ લોકો આ બે નામથી ભાગ્યે જ અજાણ હોવાના. ગુજરાતી સાહિત્યની કદાચ સહુથી વિશાળ વેબસાઇટ રીડગુજરાતી. કોમના સંચાલક મૃગેશ શાહ ઘણા વરસોથી એકલા હાથે ગુજરાતી ગદ્ય અને પદ્યનો અમૂલ્ય ખજાનો આપણને વિના મૂલ્યે અનવરત પીરસી રહ્યા છે.

કમનસીબે માત્ર પાંત્રીસ વર્ષની નાની વયે મૃગેશ બ્રેઇન હેમરેજનો શિકાર થઈ લકવાગ્રસ્ત અને કોમાગ્રસ્ત થયા છે. ગણતરીના દિવસો પહેલાં જ વડોદરાની મેટ્રો હૉસ્પિટલ ખાતે એમના પર ન્યુરોસર્જરી કરવામાં આવી અને હેમરેજ દૂર કરવામાં આવ્યું પણ દુર્ભાગ્યે એ હજી કોમામાં છે.

ગુજરાતી સાહિત્યની સેવાનો ભેખ લેનાર આ યુવામિત્રને આજે આપણા સહુ તરફથી દુઆ અને વિશેષ તો આર્થિક સહાયની ખાસ જરૂર છે… લયસ્તરોના તમામ વાચકમિત્રોને નમ્ર અપીલ છે કે મદદનો હાથ લંબાવે…

બેંક ખાતાની માહિતી આ મુજબ છે.

Name : DHANANJAY THAKORLAL SHAH
Bank : CENTRAL BANK OF INDIA, KARELIBAUG BRANCH BARODA – 390018
A/C No : 00000001324943292
IFSC : CBINO280486

જે મિત્રો આર્થિક સહાય કરે એ મિત્રોને વિનંતી કે અહીં કોમેન્ટ બોક્સમાં પણ આપનું નામ લખી જરૂરથી જણાવજો કે આપે દુઆ સાથે મદદનો પણ હાથ લંબવ્યો છે, જેથી અન્ય મિત્રોને પણ પ્રોત્સાહન મળે…

*

વહાલા મૃગેશ ! જલ્દી કર… અમે સહુ તારી અને રીડગુજરાતી. કોમની રાહ જોઈ રહ્યાં છીએ…

*

readgujarati

10 Comments »

 1. jahnvi antani said,

  May 23, 2014 @ 5:07 am

  its really shocking news.. god plz help him n… get well soon… mrugeshbhai.

 2. મીના છેડા said,

  May 23, 2014 @ 8:07 am

  ઓહ! બહુ દુઃખની વાત…
  મૃગેશ જલદી સારા થઈ જાય એવી પ્રાર્થના સાથે…

 3. pragnaju said,

  May 23, 2014 @ 8:50 am

  સૂ શ્રી મૃગેશભાઇ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રભુપ્રાર્થના

 4. P.P.Mankad said,

  May 24, 2014 @ 8:02 am

  Dear Shri Mrugeshbhai Shah,

  Wish you a speediest recovery.

 5. rajnikant shah said,

  May 25, 2014 @ 5:41 am

  સૂ શ્રી મૃગેશભાઇ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રભુપ્રાર્થના

 6. Ramesh Patel said,

  May 25, 2014 @ 8:07 pm

  am

  સૂ શ્રી મૃગેશભાઇ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રભુપ્રાર્થના
  રમેશ પટેલ્આકાશ્દીપ્)

 7. Mitul Thaker said,

  May 26, 2014 @ 11:27 pm

  પ્રિય ધનંજય, આપને હું પર્સનલી તો નથી ઓળખતો પરંતુ આપ માતૃભાષા ની જે સેવા કરો છો તે જોતા આપને બહુ નજીક થી ઓળખ તો હોઉં એવી લાગણી થાય છે, મારા થી બનતી મેં મદદ કરી છે, આશા રાખું કે ઈશ્વર આપને બહુ જલ્દી સારા કરી દે, કારણ કે તમારે મારે અને આપને બહુ મહેનત કરવાની બાકી છે ગુજરાતી ભાષા માટે, આપને મા શારદા દીર્ઘાયુ બક્ષે તેવી શુભેચ્છા સહ…..

  Transaction typeNEFT Fund Transfer
  Date of transaction27/05/2014
  From ICICI bank account008501508578-MITULKUMAR DHIRAJLAL THAKER
  To payee00000001324943292-DHANANJAY
  Transaction amount (INR)INR 2,101.00
  RemarksHelp for medicin

 8. સુનીલ શાહ said,

  May 27, 2014 @ 5:21 am

  ઓહ…સાચે જ આઘાતજનક સમાચાર છે. મૃગેશભાઈ જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના.

 9. નટવર મહેતા said,

  June 1, 2014 @ 7:17 am

  ઓ માયગોડ…
  મને તો આજે જ આ દુખદ સમાચારની જાણ થઈ.
  પ્રભુ એમને જલ્દી સાજા કરી દે એવી નમ્ર પ્રાર્થના..

 10. મીના છેડા said,

  June 5, 2014 @ 10:41 am

  🙁
  http://www.readgujarati.com/2014/06/05/rip-mrugeshbhai/

  મૃગેશભાઈનું અવસાન…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment