પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !
બેફામ

નહીં ફાવે – ખલીલ ધનતેજવી

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

– ખલીલ ધનતેજવી

વાતમાં ખુમારી છે પરંતુ………..

8 Comments »

 1. Yogesh Shukla said,

  May 18, 2014 @ 11:47 am

  “ગુસ્તાખી માફ , અને તમારા આશીર્વાદ માંગું છું ”

  વાતમાં ખુમારી છે પરંતુ સત્યથી વેગળી છે ,
  આડીઅવળી વાતો કરવાની મને નહિ ફાવે ,
  ” યોગેશ શુક્લ “

 2. Yogesh Shukla said,

  May 18, 2014 @ 11:53 am

  “ગુસ્તાખી માફ , અને તમારા આશીર્વાદ માંગું છું ”
  તમારી આપેલી પંક્તિ પૂરી કરવાનું સાહસ કું છું ”

  વાતમાં ખુમારી છે પરંતુ સત્યથી વેગળી છે ,
  આડીઅવળી વાતો કરવાની મને નહિ ફાવે ,
  ” યોગેશ શુક્લ “

 3. Devika Dhruva said,

  May 18, 2014 @ 9:42 pm

  તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
  ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

  ક્યા બાત હૈ…બહોત ખુબ..

 4. jAYANT SHAH said,

  May 20, 2014 @ 9:32 am

  ખલીલ ધનતેજવી “બેફામ” લખે !!!!!ખૂબ સુન્દર .

 5. Dhaval Shah said,

  May 20, 2014 @ 8:42 pm

  તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
  અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

  – વાહ !

 6. beena said,

  May 23, 2014 @ 6:28 am

  અમે તો નાનકડા ત્રૃણ મૂળ ,થોડી ઝાકળ વરસાવશો તો પણ ચાલશે.
  મનનાં પર્યાવરણમાં રૂદનોનાંશોરમાં ,અમે તો સુખ સંતોશ નો એકાદો ટહૂકો મેલી દઈએ
  પ્રાસ ને લય ન હોય એટલે કવિત નહિ શું?
  અપરાજિતા

 7. beena said,

  May 23, 2014 @ 6:38 am

  આટલું ફાવ્યું,ને ભાવ્યું માટે તો હું છું
  વાત વાત માં ઓછું આવે એવા છણકા કરવાનું મેલી દો ને ભઈ!!
  ઓછું આવે તો વરસી પડો ને!!
  કોઈ ચાહે કે ના ચાહે
  આપણને તો ભઈ ચાહવાનું ફાવી ગયું સહી!!
  બાકી કોઈ અમથી અમથી ચીસો પાડે

  તો વાહા વાહ કરવાનું આપણને નહિ ફાવે
  અપરાજિતા

 8. Famida Shaikh said,

  October 13, 2015 @ 2:29 am

  Speechless.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment