ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.
અંકિત ત્રિવેદી

કેટલાંક હાઈકુ – રમેશ પારેખ

પાનખરે આ
પતંગિયું બેપગું….
વસંતો વેરે

અંધકારની
ત્રેવડ નહીં કે એ
દીવો બુઝાવે….

તડકો વંડી
વહેરે છે ને છાંયો
પડખે ઊંઘે….

‘વિરહી’ શ્વાસો
મૂકે ત્યાં થઈ જાતો
વાયુ ભડથું !

ખિસકોલીના
રુંવાં ઉપર રમે
સુંવાળો સૂર્ય….!

હું જ છબિમાં
હું જ છબિની બહાર
કયો હું સાચો ?

જીવતર છે
બાક્સ ખોખું, શ્વાસો
દિવાસળીઓ

મનીઓર્ડર
લૈને વૃદ્ધાએ લીધાં
રોકડાં આંસુ….

-રમેશ પારેખ

8 Comments »

 1. perpoto said,

  April 27, 2014 @ 4:46 am

  ફુલોમાં હવે

  વિશ્વાસ બેસી ગયો

  દિવાલે છબી

 2. RASIKBHAI said,

  April 27, 2014 @ 8:58 am

  ૬ અક્ષર ના કવિ ત્રન લિતિ ના હાય્કુ .ખુબ સુન્દર્.

 3. nehal said,

  April 27, 2014 @ 9:21 am

  Sunder. …

 4. Hardik said,

  April 27, 2014 @ 12:21 pm

  ભગવાન નો કવિ અવતાર….

 5. M.D.Gandhi, U.S.A. said,

  April 27, 2014 @ 2:32 pm

  નાના નાના કાવ્યો-હાઈકુ સરસ છે…..
  ગમ્યાં……

 6. Dhaval Shah said,

  April 28, 2014 @ 3:48 pm

  ખિસકોલીના
  રુંવાં ઉપર રમે
  સુંવાળો સૂર્ય….!

  સરસ !

 7. Yogesh Shukla said,

  May 2, 2014 @ 1:45 pm

  સુંદર હાઇકુ
  મારા હાઇકુ કદાચ તમને ગમશે ,

  ઇદને દિવસે,
  નમાજ કબુલ થઇ,
  કોમી એકતાની,
  ————————
  ખુદાનો સંદેશ ,
  અમર, અકબર, એન્થોનીને ,
  ઈદ મુબારક,
  ” યોગેશ શુક્લ “

 8. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  June 9, 2017 @ 6:38 am

  @ યોગેશ શુક્લ, હાઇકુમાં માત્ર ૧૭ અક્ષર જ હોય.

  રમેશ પારેખ સાહેબના બધા જ હાઇકુ સરસ.

  આભાર.
  જય ભારત.
  —————
  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment